ટાઈગર શ્રોફ જણાવી રહ્યો છે બાગી – 2 માટે કરેલી એક્શનની રસપ્રદ વાતો…

ટાઇગર શ્રોફનું નામ બોલિવૂડના બેસ્ટ ડાન્સર અને એક્શન સ્ટાર તરીકે જાણીતુ બની ગયું છે. હજી બોલિવૂડમાં તેની ફક્ત ચાર જ ફિલ્મો હિરોપંતી, બાગી, ફ્લાઇંગ જટ અને મુન્ના માઇકલ આવી છે. ટાઇગરે જોઇએ તેવી સફળ ફિલ્મો આપી નથી છતાંય યુવાનો તેની એક્શન અને ડાન્સ પાછળ દિવાના બની ગયા છે. જેકીશ્રોફના દિકરાની હમણાંજ રીલીઝ થયેલી ફિલ્મ બાગી 2માં તે પોતાની એક્શનના નવા સ્ટંટ દેખાડવા માટે તૈયાર છે. ટાઇગર શ્રોફે 2016માં આવી ફિલ્મ બાગીમાં પોતાની એક્શનના કારણે ખૂબ ચાહના મેળવી હતી, જેમાં તેની સાથે હિરોઇન તરીકે શ્રદ્ધા કપૂર હતી. શ્રદ્ધા પણ આ ફિલ્મમાં એક્શન કરતા જોવા મળી હતી. જોકે બાગી 2માં ટાઇગરની સાથે દિશા પાટની છે, તો દર્શકોને આશા છે કે દિશા પણ આ ફિલ્મમાં એક્શન કરતી જોવા મળશે. હાલમાં ટાઇગરનું સિડ્યુલ ખૂબ બિઝી ચાલી રહ્યું છે. તેની પાસે ત્રણ નવા પ્રોજેક્ટ છે, જેની પર તે મહેનત કરી રહ્યા છે. બાગી 2માં તે ફરીથી નવા એક્શન સીન્સ લઇને આવ્યા છે. તેની ફિલ્મ બાગી 2, એક્શન તેમજ ડાન્સ વિશે થયેલી રૂબરૂ વાતચિત.

બાગી કરતા બાગી 2 કેટલી અલગ ફિલ્મ છે.આ ફિલ્મમાં એક્શન અને રોમાન્સ જોવા મળશે. પહેલી ફિલ્મ બાગી કરતા બાગી 2 એકદમ અલગ ફિલ્મ છે. આ ફિલ્મમાં બાગી ફિલ્મની આગળની વાર્તા જોવા મળશે નહીં પરંતુ તે જ પાત્રની સાથે નવી વાર્તા જોવા મળશે.

બાગી 2માં એક્શન અફલાતૂન છે. હોલિવૂડ ફિલ્મના ટ્રેલર જેવું લાગી રહ્યું છે. શું કહેશો.મેં બાગીમાં મોટાભાગની એક્શન કરી લીધી હતી. તેમાં મોટાભાગની એક્શન બિલ્ડીંગમાં હતી. તેથી આ ફિલ્મમાં તેનાથી કઇક વધારે આગળ વધવાનો પ્રયત્ન કર્યો છે. જંગલોમાં એક્શન સીન કર્યા છે. આઉટડોર શૂટીંગ કરવાનો વિચાર અહેમદ ખાનનો હતો. સાજીદ સરનો આઇડિયા હતો. બસ મારે થોડી મહેનત કરવાની હતી.

એક્શન સીન પાછળની તૈયારીઓ શું કરી. જે રીતે એક્શન સીનમાં એક વ્યક્તિને જમીનમાં ખૂંપી દો છો.નાનપણથી જ સપનું હતું કે બ્રુસલી જેવા બનવું છે. બસ તેવો જ પ્રયત્ન કરી રહ્યો છું. બાકી તો ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકો એક્શન સીન કરે જ છે પણ તેમનાથી કઇક અલગ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. પોતાને અલગ સાબિત કરવાનો પ્રયત્ન કરું છું તેથી બધા કરતા અલગ વસ્તું પસંદ કરું છું. જે ફાઇટીંગમાં વ્યક્તિને જમીનમાં ખૂંપી દીધો છે, તેવા પોલોને ખૂબ માનું છું. તે લોકો થાઇ ફાઇટર્સ છે. મારે ફક્ત હીટ કરવાની હોય છે, જે ખૂબ સરળ હોય છે. તે લોકો હીટ લે છે. તે લોકો મને જે રીએક્સન આપે છે, તે મને વધારે સારું પરર્ફોમ કરવાની પ્રેરણા આપે છે. હું ભવિષ્યમાં કઇ બની જઇશ તો સ્ટંટમેન લોકો માટે જરૂરથી કઇક કરીશ. તે લોકો ખરેખર ખૂબ મહેનત કરે છે.

ડિરેક્ટર એહમદ ખાન સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો.એહમદ સરને હિરોપંતી ફિલ્મ કરી ત્યારથી ઓળખુ છું. તેમણે પપી સોંગ રાતભર કોરીયોગ્રાફ કર્યું હતું અને તે ખૂબ જ હીટ થયું હતું. તે સિવાય અમે સિંગલ બેઝ પર ઝીંદગી આ રહા હું મેં…. માં સાથે કામ કર્યું છે અને ઘણીવાર અમે સાથે મળીને વાત કરતા કે જો આપણે સિંગલ બેઝ પર સારું કરી શકીયે તો સાથે મળીને કઇક નવું કરવું જોઇએ. તે તક અમને સાજીદ સરે આપી. હું એટલું કહી શકું કે આ ફિલ્મ પછી એહમદ ખાન સરે ગીત કોરીયોગ્રાફ કરવાની જરૂર નહીં પડે. બાગી 3 સાઇન થઇ જ ચૂકી છે. એહમદ સર પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકાય.

મનોજ બાજપેયી સાથે કામ કરવાનો અનુભવ જણાવો.ખૂબ જ અનુભવી એક્ટર છે. તેમના જે ડાયલોગ છે, તે તેમની આંખોના એક્સપ્રેશનમાં અને ફેસ એક્સપ્રેશન દ્વારા સ્પષ્ટ સમજાય જાય છે. તે પોતાના પાત્રને ખરેખરા અર્થમાં જીવતા હોય છે. આ પ્રકારના કલાકારો કેવી રીતે ડાયલોગ બોલે છે, તેમના સૂરને કઇ રીતે ઉપર-નીચે બદલતા રહે છે, ક્યારેય કોઇ સીન કે ડાયલોગને લઇને લાઉડ કે હાઇપર થતા નથી. આવી ઘણીબધી બાબતો સમજવાની અને શીખવા મળે છે. પોતાના દરેક ડાયલોગને તેઓ ખરેખરા અર્થમાં ભજવતા હોય છે. દરેક ફિલ્મમાં હું મારા કરતા અનુભવી કલાકારો પાસેથી કઇકને કઇક શીખુ છું. મુન્ના માઇકલમાં મને નવાઝ સર પાસેથી ઘણુ શીખવા મળ્યું છે.

ટાઇગર શ્રોફ ડાન્સને કઇ રીતે જીવે છે.હું ડાન્સને કઇ રીતે જીવું છું તે કઇ રીતે વર્ણન કરી શકું. મારા માટે જવાબ આપવો થોડો મુશ્કેલ છે. એટલું જરૂર કહી શકું કે ડાન્સ મારા માટે બધુ જ છે. ડાન્સ મારા માટે લાઉડેસ્ટ ફોર્મ ઓફ એક્સપ્રેશન છે. મારા માટે સ્ટ્રેસબસ્ટર છે. મારી રોજી-રોટી છે તેમ કહું તો પણ ખોટું નથી. ડાન્સ મારું આઇ ટેન્ટીટી છે. તેથી ડાન્સ માટે ફક્ત એક વાત કહું તો મારા માટે કહેવું ખૂબ જ મુશ્કેલ રહેશે.

હિરોપંતી થી મુન્ના માઇકલ સુધીની સફરમાં એક એક્ટર તરીકે પોતાને કેટલા આગળ લાવી શક્યા છો.તમે લાઇફમાં જે પણ કામ કરો, તે ડાન્સ હોય, એક્શન હોય કે એક્ટીંગ હોય, તેની પ્રેક્ટીશ કરવાથી તેમાં નવા નવા સુધારાઓ અને ફેરફાર આવતા જતા હોય છે. સ્કીલ અને ક્રાફ્ટ જેવી બાબતોમાં એક પ્રકારની સ્થિરતા આવી જાય છે. સમજણશક્તિમાં વધારો થાય છે. તમે દરેક પ્રકારે તમારી જાતને આગળ વધતી જોઇ શકો છો. હું હિરોપંતી જોઉ, બાગી જોઉ કે ફ્લાઇંગ જટ જોઉ તો મને ખૂબ શરમ આવે છે. કદાચ આગળ જતા જ્યારે હું મારી અન્ય ફિલ્મો તરફ આગળ વધીશ તો મને મુન્ના માઇકલ જોતી વખતે પણ શરમ આવી શકે. એક એક્ટર તરીકે તમારે હંમેશા આગળ વધતા રહેવું જોઇએ અને શીખતા રહેવું જોઇએ.

ફિલ્મ રીલીઝ વખતે ક્યારેય સ્ટારકીડ્સનું પ્રેશર ફિલ થાય છે.હાલમાં તો નહીં. પહેલી ફિલ્મ વખતે સૌથી વધારે પ્રેશર રહ્યું હતું. જોકે હવે મેં સાબિત કરી દીધુ છે કે હું ખૂબ અલગ છું અને હું મારી પોતાની મહેનતથી આગળ આવી રહ્યો છું. હું ક્યારેય મારા પિતા પાસે કોઇ ફેવર માગતો નથી અને તે પણ મારા કામને લઇને ક્યારેય દખલગીરી કરતા નથી. મારી કરિયરની બાબતમાં હું પોતે ઇન્ડિપેન્ડન્ટ છું. તે ખૂબ મોટા સ્ટાર છે, તો શરૂઆતમાં થોડો ડર રહેતો હતો કે હું તેમના પડછાયામાંથી કેવી રીતે નીકળી શકીશ. મારી પોતાની ઓળખ કેવી રીતે બનાવી શકીશ.

તમારા પિતાની કઇ ફિલ્મ તમને પસંદ છે.

મને તેમની ફિલ્મ પરિન્દા ખૂબ પસંદ છે.

ફિલ્મ ક્રિટીક્સને કેટલા સિરિયસલી લો છો.

કેટલાક ક્રિટીક્સ છે જે હું ગંભીર રીતે લઉં છું. જ્યારે કેટલાક છે જે ફક્ત બોલવા માટે જ હોય છે. એક એક્ટર તરીકે મને ખબર છે કે મારામાં શું આવડત છે. મારી નબળાઇઓ શું છે.

એક્ટીંગ, ડાન્સિંગ અને એક્શન ત્રણેયનું પરફેક્ટ કોમ્બિનેશન હોવા છતાંય શું શીખવા જેવું લાગે છે.

હું માનું છું કે દરેક બાબતને લઇને મારે ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર છે. શીખવાનું ક્યારેય અટકવું ન જોઇએ. જ્યારે તમે પોતાનાથી સંતોશ મેળવી લેશો તે જ સમયથી તમારો ડાઉનફોલ શરૂ થઇ જશે.

બોલિવૂડમાં ક્યા હિરોને પસંદ કરો છો.

હું ઋતિક સરને ખૂબ માનું છું કારણકે તે એક એક્ટર તરીકે કમ્પલીટ પેકેજ છે. મે પણ તેમની જેમ જ તૈયારીઓ કરી છે. તે જે કરી રહ્યા છે તેવું મારે પણ કરવું છે. અમે હવે પછી એક ફિલ્મમાં સાથે આવી રહ્યા છીએ. મારું સપનું આટલું જલ્દી પૂરું થશે તેવી કલ્પના નહોતી પણ તેને મારું નસીબ માનું છું.

ટાઇગરની અત્યાર સુધી કોઇ હિરો સાથેકમ્પેરીઝન થઇ નથી તેનું શુ કારણ.

હું જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવવાનો હતો તે સમયે બીજા ઘણા હિરો પણ લોન્ચ થઇ રહ્યા હતા. ઘણા બધા હિરો છે. તો મારામાં એવી કઇ બાબત છે જે દર્શકોને અલગ લાગે તે ધ્યાન રાખવાનું હતું. દર્શકો મને શા માટે સ્વીકારે તે જોવાનું હતું. હું મારી જાતને ભીડમાં બીજા કરતા અલગ કઇ રીતે સાબિત કરું. આવી બાબતોને ધ્યાનમાં લઇને મેં નક્કી કર્યું હતું કે મને કોઇ એવી સ્ક્રીપ્ટ કે પાત્ર મળશે જેમાં હું મારા ટેલેન્ટ્સને દેખાડી શકું તો હું કદાચ મારી જાતને સાબિત કરી શકીશ.

આવનારી ફિલ્મો કઇ છે.હવે હું સ્ટુડન્ટ ઓફ ધ યરની ફ્રેન્ચાઇઝીની સિક્વલમાં જોવા મળીશ. ધર્મા પ્રોડક્શનની આ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 નવેમ્બરમાં રીલીઝ થશે. ત્યારપછી વેલકમ ટુ ન્યુયોર્ક છે જે આ વર્ષે જ રીલીઝ થશે. ઋત્વિક સર સાથે એક ફિલ્મ કરી રહ્યો છું જેમાં તે મારા ગુરુનો રોલ પ્લે કરી રહ્યા છે. તે ફિલ્મ સિદ્ધાર્થ આનંદ પર આધારીત છે. તેનું શૂટીંગ ઓગષ્ટમાં શરૂ થશે. જે આવતા વર્ષે ઓક્ટોબરમાં ગાંધી જયંતી પર રીલીઝ થશે. જેમાં વાણી કપૂર મુખ્ય પાત્રમાં છે. તે ઉપરાંત બાગી 3, હોલિવૂડની ફિલ્મ રેમ્બોની ભારતીય ફ્રેન્ચાઇઝી પર કામ ચાલી રહ્યું છે. અને અન્ય એક ફિલ્મ છે, જેનું નામ અધૂરા છે. હાલમાં આટલા પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે.

લેખન : મેધા પંડ્યા ભટ્ટ

દરરોજ બોલીવુડના અલગ અલગકલાકારો સાથેની અવનવી વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block