સુંદર પ્રેમકહાની… વાંચો અને શેર કરો તમારા મિત્રો સાથે.

હિંમતનગર બજાર ચોકની પાછળ હરિઓમ સોસાયટી ભવ્યતા અને શાંતિનો અનુભવ અહીં જોવા મળતો… મોટા મોટા મહેલો આ સોસાયટીમાં હતા. સોસાયટીમાં પ્રવેશતા જ સુંદર ગેટ, બગીચો અને એકએકથી ચડિયાતા મકાનો જેમાં 106 નંબરનું મકાન. આ મકાન સોસાયટીમાં કંઈક અલગ તળી આવતું હતું.મકાન ઉપર લખેલું કલ્પના. આ કલ્પના યોગીરાજની દીકરી હતી.

આજે રવિવાર હતો. યોગીરાજ બહાર ખુરશીમાં બેસીને છાપું વાંચતા હતા.ત્યાંજ કલ્પના ચા લઈને આવી. પોતાના ચશ્મા નીચે મુકેને યોગીરાજ બોલ્યા ” કલ્પના, સુનિલભાઈના દીકરા સાહિલ જોડે તારા સગપણની વાત આવી છે. તું માસીના ઘરે જઈને આડકતરી રીતે જોઇલે. ગમે તો પછી આગળ વાત ચલાવીશું “.

” ઓકે, પાપા. સાંજે હું અને મમ્મી બન્ને જોઈ આવીશું”. ” બેટા, મને ભરોશો છે કે આ રિસ્તો તને જરૂર ગમશે “. વધુ વાતચીત કર્યા વગર કલ્પના પોતાના રૂમમાં ચાલી ગઈ. કલ્પના એક એવી યુવતી હતી. એકવાર તેને કોઈ જોઈ જાય તો સ્વપનામાં પણ તેને યાદ કરીને નિહાળીલે. સરળ સ્વભાવ, કાળા લાંબા વાળ, કાજલથી ભરેલી આખો, નાનું નાક, ભરાવદાર ઉર, અને પાતળી કમળ તેના રૂપમાં અનેરો વધારો કરતા હતા.

સાંજે કલ્પના અને તેની માતા સિતાદેવી બન્ને જોવા માટે નીકળી ગયા. માસીના મકાનની સામે જ સાહિલનું મકાન હતું. સાહિલ ઘરની બહાર આવ્યો કે માસીએ કહું ” ક્યાં ફળી આવ્યો સાહિલ”
” કઈ નહીં, અહીં બજારમાં”.
“શારદાબેન આજે દેખાતા નથી ? કેમ, કઇ ફરવા ગયા છે કે શું”.
” હા , આજે મમ્મી બહાર ગયેલ છે”.

આમ વાતો કરતા ત્યારે સિતાદેવી અને કલ્પના તેને નિહાળી રહેલ. હવે કલ્પનાને પણ આ સાહિલ પસન્દ હતો. વાત આગળ ચલાવી અને સબંધની પાકી તૈયારી કરવાની બાકી હતી. બસ ! યોગીરાજને હતું કે દીકરીના હાથ જલ્દી પીળા થઇ જાય એટલે શાંતિ. તેઓ આમાટે જરાય સમય બગાડવા માંગતા ન હતા.

તેમની ઉતાવળ પાછળ કઇ કારણ હતું. એક દિવસ કલ્પના બજારમાં ખરીદી કરવા માટે ગઈ હતી. ત્યાંજ તેની સહેલી રુચિતા તેને અચાનક ભટકાઈ ગઈ. ” ઑય હોય, માય સ્વીટ હાર્ટ, કલ્પના”.
“અરે, તું. કેમ છે યાર ?”. બન્ને વચ્ચે વાતોના વડા ઉડવા લાગ્યા. ” કલ્પના તે તો કોલેજ પણ હવે બેન્ધ કરી”. ” હા યાર , ક્યારેક પોતાની ઇચ્છાઓને માણસે દબાવી પડે છે. પપ્પાની ખુશી માટે મારે જુકવું પડ્યું”.

” જે હોય તે કલ્પના, ક્યારેક એ વિચાર કરજે, જેને પોતાની જિંદગીના દરેક પળ તારા નામે લખ્યા હશે તે આજે કઇ હાલતમાં છે”. ” હવે હું ભૂતકાળને યાદ કરીને જીવન જીવવા માગતી નથી”.
” વાહ…..વાહ, એ દિવસે હાથમાં હાથ પકડીને ચાલતી હતી. તારા ખોળામાં માથું મૂકીને તેને છુવડાવતી હતી. તારા હુસ્ન માટે ગઝલ લખાવતી ક્યાં ગયું એ બધું. કોઈને છોડીને કદી સુખી નહીં થવાય. પાપાનો વિચાર હવે આવે તો એ દિવસે તેમને પૂછીને પ્રેમ કરવો હતો. વધારે કઈ નથી કહેતી પણ એની હાલત મારે જોવાતી નથી. એની હલાત એકવાર જોઈ લેજે કોલેજ બહાર આવીને રોજ તારો ઇન્તજાર કરે.

રુચિતાના સવાલોએ ખુબ ભારે કરી. કલ્પના જેને ભૂલી ગઈ હતી એ ભૂતકાળની યાદો આજે તેના મગજમાં વારંવાર આવીને હથોડા મારતી હતી.

” પળ પળ યાદ આવી ગઈ આજે એની યાદો
એક દિવસ રસ્તામાં મૂકીને આવી હતી એની યાદો”.

“કર્મનું લખેલું ક્યાં ભુલાય છે
એવું રબર હજુ નથી મળ્યું મને
જેનાથી ભૂતકાળ ભૂંસાય છે”.

આ એજ શબ્દો હતા જેને ક્યારેક મલય બોલતો હતો. કલ્પનાને હતું કે તે ભૂલી જશે. બાકી કલ્પના પણ ક્યાં જાણતી હતી કે રુહથી થયેલો પ્રેમ કદી ભૂલતો નથી અને ક્યારેય તે ભૂંસાતો નથી.

તેને કોલેજના એ દિવસો આજે યાદ આવવા લાગ્યા. કોલેજનો પ્રથમ દિવસ હતો.જયારે તે કોલેજમાં ગઈ તે દિવસે એક પ્રોગ્રામ હતો. લોકો અવનવી રજુઆત કરતા હતા. જેનો પ્રોગ્રામ પૂરો થાય ત્યારે લોકો તાળિયોથી તેને વધાવતા.એક પછી એક એનાઉસ થતાને લોકો ઉભા થતા.

કલ્પના ત્યારે જ કલ્પનામાં રચી ગઈ કે આ પહેલું નામ અત્યાર સુધીમાં એવું હતું કે જેનું નામ એનાઉસ થયું મલય પટેલ…. અને તમામ બેઠેલા લોકો ઉભા થઇ ગયાને તાળિયો પાડવા લાગ્યા. આખા કેમ્પસમાં એક સાથે અવાજ આવ્યો મલય.. મલય..

એક સુંદર ચહેરો સ્ટેજ ઉપર આવી ગયો.ચેક્સ શર્ટ અને બ્લુ પેન્ટ પહેરેલ હતું. પહેલો જ શેર તેના મુહમાંથી નીકળ્યો
” શાનમાં થી શાન મલય મારુ નામ,
મળવું હોય તો આવજો વદરાડ મારુ ગામ”.
” હું એની જિંદગીનો એક એવો કિરદાર છું,
ભલે એ આજે ખુશ હોય, હું જ એનો ભૂતકાળ છું”.

બસ, આમ જ એક કલાક સુધી તેના મુખમાંથી આમ જ અવાજ આવતો હતો. લોકો ઊંચા આવજે તેનું નામ પોકરતા હતા. તેના ઉપર લોકો ફુલ વરસાવતા હતા. આજ દિવસે કલ્પના મનોમન તેને ચાહવા લાગી હતી.

કોલેજમાં પણ આડકતરી રીતે તેની આગળ પાછળ રહેતી.તેની આ બાબત મલયથી કઈ જાણ બહાર નહોતી.વેલેન્ટાઈનના દિવસે કલ્પનાએ જ સામે ચાલીને મલયને પ્રપોઝ કરેલું.તે દિવસે મલય બગીચામાં બેસીને પોતાના મિત્રોની આવવાની રાહ જોતો હતો. બગીચામાં ઘણા કપલ હતા.બધા એકબીજામાં મશગુલ હતા. પહેલી જ વાર જયારે કલ્પનાએ ગુલાબનું ફુલ મલયને આપ્યું કે તરત તેને પોતાની આગોશમાં ત્યાંજ સમાવી લીધી હતી.

કલ્પના રોજ તેની સામે બેસતી અને રોજ એક ગઝલ મલય લખતો. આમ તેમનો પ્રેમ પુરા બે વરસ ચાલ્યો.મલય કહેતો
” જગ છૂટે ભલે દુનિયા રુઠે
બસ, તારો સાથ ના છૂટે”.

બન્નેએ પ્રતિજ્ઞા કરેલી કે કોઈ પણ ભોગે એકબીજાને છોડશું નહિ. આજે પોતાના પિતા આગળ લાચાર બનેલી કલ્પના આ બધું ભૂલી ગઈ હતી.મલયની યાદોએ આજે એટલી બધી તેને ઘેરી લીધી હતી કે સવારે તેને કોલેજમાં જઈને મલયને જોઈ આવવાનું નક્કી કર્યું.

જયારે તે કોલેજ જાય છે ત્યારે બગીચાની સામેની બાજુએ એક ખૂણામાં મોટું ટોળું હતું.ત્યાંથી મલયનો અવાજ આવતો હતો.કલ્પના ત્યાં ચાલતી થાય છે. મલયની પાછળના ભાગમાં તે ઉભી હોય છે. મેલા કપડાં, વધેલા વાળ તેની દુર્દશા બતાવી દેતા હતા.કોઈએ તેને કહ્યું ” ભાઈ, પ્રેમમાં આટલો મજનું નાં બનાય. આવો ગાંડો થવાય તેવો પ્રેમ શું કામ કરેલો?”.
” પ્રેમ કરવાનું પણ એક અજીબ કારણ હતું.
આ દિલને તેની આંખોનું આમંત્રણ હતું”.
તેનાં જવાબો સાંભળીને લોકો આજે પણ વાહ….વાહ કરતા હતા.
આટલું સાંભળીને કલ્પના ત્યાંથી ચાલી જાય છે. મલયનું મુખ જોવા પણ તે ત્યાં રોકાતી નથી. ઘરે આવીને તે પોતાના પિતાને આ વાત કરે છે. પિતા બસ આજે પણ મક્કમ હતા. કોઈપણ ભોગે તે મલય જોડે તેના લગ્ન કરવા તૈયાર ન હતા. પોતાની દીકરીનો ઈરાદો બદલાય તે પહેલા જ બીજા દિવસે તેને નવો જીવનસાથી તરીકે સાહિલ જોડે સબંધ કરી દેવામાં આવે છે. કલ્પનાનાં હ્દયમાં ઉપડેલું તુફાન હવે શાંત પડે તેમ ન હતું. પણ મજબુર હતી.
કેમ કે તેને કોઈ ભાઈ ન હતો.

થોડાદિવસ પછી સાહિલ અને કલ્પના ફરવા માટે જાય છે. સાંજે ઘરે આવતો મોતીપુરા સર્કલ પાછે ભીડ જોઈ સાહિલને થયુ કે કોઈનો અકસ્માત થયો લાગે અને સાહિલ અને કલ્પના બન્ને ત્યાં જાય છે જઈને જોવે તો મલય પોતાની પ્રિય કલ્પનાની યાદોમાં શાયરી કહેતો હતો. આ જોઈને કલ્પનાની આંખોમાં આશુ આવી જાય છે. મલયની નજર આજે કલ્પનાને જોઈને ખુશ થઇ જાય છે. સાહિલ પણ તેમના અફેર માટે જાણતો હતો. કલ્પના જોડે સબંધ પહેલા તેની માહિતી પણ કોલેજમાંથી તેને લીધી હતી.

કલ્પનાને જોઈને સાહિલ તેના મનની સ્થિતિ સમજી જાય છે.તે મલયને પોતાની સાથે લઇલે છે.યોગીરાજ જોડે તેમને લઈ જાય છે. યોગીરાજ મલયને જોઈને તેના ઉપર ગુસ્સે થાય છે. સાહિલ કહે છે.” આમ તમારી દીકરીને હું લગ્ન તો કરું. પણ તેનું મન સદાય મારામાં નહિ રહે.તે દુઃખી, હું દુઃખી અને આ મલય પણ દુઃખી રહેશે. આમ જિંદગી ના જીવી શકાય. એટલું વિચારો કે મલયને છોડવાથી આવી દશા તેની થાય તો તે કેટલો પ્રેમ કરતો હશે. જો મલયએ ટાઈમપાસ કર્યો હોત તમારી દીકરી જોડે તો આજે આ પરિસ્થિતિ તેની ના હોત. હજુ સમજો. સમાજનો કોઈ દીકરો તમારી દીકરી જોડે ખુશ નહીં રહી શકે.અને બીજે લગ્ન ભલે તમે કરો કલ્પનાના પણ એને આ વાત સદાય દબાવશે કે તું પેલા મલય જોડે ફળતી હતી. તે પોતાના પતિને પણ કઈ નહીં કહી શકે. બાકી તમારી મરજી. તમે સમજો તો સારું”.

યોગીરાજને સાહિલની વાત ગળે ઉતરી અને બોલ્યા ” દીકરી, જા તું આજથી આઝાદ છે”.
મલય અને કલ્પના યોગીરાજને પગે પડ્યા. મલય કલ્પના નો હાથ પકડીને પોતાના ઘરે આવવા નીકળી ગયો. કલ્પના સામે જોઈને એટલું બોલ્યો.

” સફર ભલે મુશ્કિલ હોય પ્રેમનો ઇન્તજાર કરવો પડે છે
યે ખુદા કોશિશ જો હ્દયથી કરે કોઈતો પ્રેમને કબરમાંથી પણ નીકળવું પડે છે”.

લેખક : મયંક પટેલ

શેર કરો આ વાર્તા તમારા મિત્રો સાથે અને લાઇક કરો જલ્સા કરોને જેન્તીલાલ.

ટીપ્પણી