“પિતા – પુત્રીની હ્દયભંગ પ્રેમકહાની” મયંક પટેલની કલમે… શેર કરો લાઇક કરો…

Family at sunset

“પિતા – પુત્રીની હ્દયભંગ પ્રેમકહાની”

ડોરબેલનો અવાજ થયો. કાવ્યા રસોડામાં વાસણ ગોઠવતી હતી. તેને થયું કે રોહિત આવી ગયો લાગે. તરત તે રસોડામાંથી મુખ્ય દરવાજા તરફ ચાલી. સાડીનો પાલવ સરખો કરીને ધીરે રહીને તેને દરવાજો ખોલ્યો. બહાર ટપાલી હતો. તેના હાથમાં એક રજીસ્ટરએડીનું કવર હતું. તેને કહ્યું ” કાવ્યાબહેન તમે ?” કાવ્યા એ પોતાનું માથું હલાવીને ” હા ” કહી. તરત ટપાલી એ કહ્યું ” લો બહેન સહી કરીલો”.

કાવ્યાએ પોતાના નામના સિગ્નેચર કરી, પેલું કવર લઇ લીધું. કવર હાથમાં લેતા જ તે વિચારમાં ડૂબી ગઈ. આ શું ? મારા નામનું કવર ! . તેને વિશ્વાસ ન હતો કે એવું કઇ કવર આવે. કેમ કે તેને પોતાના પતિ સિવાય કોઈ સબંધ ન હતો. તેમજ ભણવાનું પણ કોલેજના બીજા વર્ષથી બંધ હતું.

રસોડાના વાસણ પાછા ગોઠવીને તે પોતાના બેડરૂમમાં ચાલી. પાંખો અને લાઈટ ચાલુ કરીને તે બેડમાં બેઠી. તેના હાથમાં પેલું કવર હતું. આ કવરને તેને ધીરે ધીરે ફાડી ને જોયું. અંદરથી એક મોટો કાગળ નીકળ્યો. કાગળમાં લખાણ જોઈને તેના શરીરમાં ફફડાટ, આંખોમાં આશુ આવી ગયા. તેને કાગળ વાંચવાની શરૂઆત કરી.

પ્રિય, વહાલી પરી
કાવ્યા….
લાગણીના દરિયામાં ડૂબેલો. પિતૃત્વની જંખનાથી હારેલો હું એક નાદાન દિકારીનો બાપ આજે ખુબ લાચાર શું.ઘણા સવાલોના જવાબ આજે હું તારી પાસે માગી રહ્યી છું. જેના જવાબ તારા હ્દયને પૂછી લેજે.

જયારે તારી માતાના કોખમાં તું હતી.ત્યારે ભગવાન જોડે હું દીકરી માગી હતી. તારો જન્મ થયો ત્યારે આખા ગામમાં જલેબીને બદલે પેડા વહેચેલા.કેમકે મારી દીકરી દીકરા બરાબર હતી.મારા મિત્રો કહેતા કે તું નસીબદાર છે દોસ્ત કે, તારે ઘરે દીકરી અવતરી. હું જ્યારે પણ મજૂરી કરતો. ખેતરમાં હળ ખેડતો ત્યારે જે કમાણી થતી એમાંથી તારા માટે અલગ રાખતો. જે તારા ભવિષ્ય માટે ઉપયોગમાં આવે. હું અને તારી માતા બન્ને ઘણીવાર ભૂખે રહીને પણ તારી ઈચ્છા પુરી કરતા.

થોડા વર્ષ પછી જ્યારે તારે ભાઈ આવ્યો છતા તારા પ્રેમમાં ક્યારેય આમારી ઉણપ આવી ન હતી. તું સમજણી થઈ ત્યારે પણ લોકોના મહેણાંને આમે કદી ધ્યાનમાં લીધા ન હતા. તને દરેક પ્રકારની છૂટ આપી હતી. એટલા માટે કે દીકરી તો વિસ કે બાવીસ વર્ષ ઘરે હોય. શું ખબર ? તેને કેવું ઘર મળે.

તું મને છોડીને ચાલી ગઈ. એકવાર તો વિચાર ન કરેલ કે આ તારા બાપ ઉપર શું ગુજર છે. એક વર્ષમાં તને પ્રેમ થયો એમાં તને તારું ભવિષ્ય દેખાયું.વાહ…દીકરી વાહ… તું એ કદી ના વિચાર્યું કે આ તારો ભૂતકાળ તારા ભવિષ્ય કરતા તો સારો હતો કે નહીં ?. અરે ! જે હાથે તને રમાડી હતી. લાડ કરેલા એજ હાથ આજે લાચાર પડી ગયા છે બેટા.

આ સમાજમાં લોકો મને જોઈને તારા ઉદાહરણ આપે પોતાની દીકરીઓને. તારા આવા પગલાંને કારણે તો સમાજની બીજી દીકરીઓ પણ ઘરની બહાર મોકલતા લોકો ખચકાય છે. લાચાર એટલા માટે શું બેટા, હું એક બાપ છું. આમે દીકરીના બાપને તો સદાય નમવું પડે છે. તારા જેવી દીકરી મને મળી એ બાબતનું દુઃખ છે પણ એથી વધુ દુઃખ એ છે કે મારુ સ્વપ્નું કદી પૂરું ના થયું. દીકરી મેં તો તને આપણા ઘરના આગણેથી વિદાય કરતા ઘણા સ્વપના મેં જોયેલા એ પણ પુરા ન થયા.

દુઃખ એ વાતનું છે કે તે કદી એમ પણ ના કહ્યું કે બાપુ, મને રોહિત ગમે છે. બસ ! તું ભાગી ગઈ. શું તને તારા પિતા ઉપર ભરોષો નહોતો ? . એકવાર તે અવાજ કર્યો હોત ને તો વાજતે ગાજતે વિદાય કરત.

બસ! દીકરી વધુ કઈ કહેતો નથી. પણ જયારે હું અંતિમશ્વાસ ઉપર હોઉં ત્યારે તારું મો મને બતાવી જાજે. વધારે નહિ તો એક સવાલનો જવાબ મને તે દિવસે આપજે બેટા, તારે કોખે જે દીકરી અવતરી છે એ તારા જેવું કરશે તો તું શું કરીશ.

એક દુઃખીયારી દીકરીનો આભાગીયો બાપ……..

આ એજ કાવ્યા હતી જેને ચાર વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરેલા. જેને એફ.વાય બી.એ માં પોતાના કલાસમાં ભણતા રોહિત જોડે લવ થાય છે. કાવ્યા અને રોહિત ઘરે કહ્યા વિના પ્રેમલગ્ન કરી લેતા હોય છે. જ્યારે તે આબુ ભાગી જાય છે તે સમયે કાવ્યાનો પરિવાર રાત દિવસ એક કરે છે તેમને ગોતવા.તેના પિતા તો જ્યાં સુધી તેના સમાચાર મળતા નથી ત્યાં સુધી ભૂખે રહે છે. તે દિવસે રાતે પોતાની પત્નીને કહે છે ” ભલે ભાગી. જીવે તો છે “.

જ્યારે કાવ્યાની માતા પણ પોતાના પતિ આગળ લાચાર બની જાય છે અને કહે છે. ” મારી કોખ લજવી એને”. ત્યારે એક પિતા જ દીકરી માટે સાચો પ્રેમ કરતો હોય એ ઉદાહરણ કાવ્યાના પિતા હતા ને બોલે છે ” અરે ગાડી. કોખ નથી લજવી તે. દીકરી નો અવતાર પણ એજ કોખે થાય જેને સારા કર્મ કરયા હોય”.

થોડીવાર પછી જ્યારે રોહિત ઘરે આવે છે ત્યારે કાવ્યા તેને કાગળ આપે છે અને તેને ભેટીને રડે છે…..
આજે તેને પોતાના પિતાની સાચી વેદના સમજાય છે. પણ ક્યારેક ઘણું મોડું થઇ જતું હોય છે..

લેખક : મયંક પટેલ

શેર કરો આ વાર્તા તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી