“ખોવાઈ ગયેલો પ્રેમ” ખુબ સુંદર વાર્તા, મયંક પટેલની કલમે… લાઇક કરો….

“ખોવાઈ ગયેલો પ્રેમ”

આદિલ, ભગવાને બનાવેલું એક એવું પૂતળું હતું. જેના દિલમાં કોઈ રાજ નહતું.

કાળા કેશ, ગોળ ચહેરો, તેના અવાજમાં પણ ખુબ મધુરતા હતી. પણ સમયના વવાજોડાએ આ બધું દર્દ ભુલાવી દીધું હતું.ક્યારેક ખુબ રડેલી તેની આખોનો રંગ પણ હવે ધીરે ધીરે ઉડી ગયો હતો. આ એજ ચહેરો હતો. એક સમયે તેના અનેક ચાહનારા હતા.

લોકો સામેથી હાથ મિલાવતા. ક્યારેક કેટલીય આંખોને તેના ચહેરાનો અને કેટલાય કાનને તેના અવાજનો ઇન્તજાર રહેતો હતો. આજે સમય એટલો બદલાઈ ચુકેલો હતો કે કેટલાય દિલમાં રહેનાર આદિલ આજે સાવ એકલો અને અંદરથી ખાલી ખાલી હતો.

આજે વહેલા સવારે આદિલને તેની નાની દીકરીએ જગાડી દીધો. ” પાપા..ઓ પાપા, ઉઠો. મમ્મીએ ચા અને નાસ્તો બનાવ્યો છે”. આદિલની આંખ ખુલી કે તેને તરત પોતાની લાડકવાઈ દીકરીને પકડી અને પલંગમાં જ તેને ખેંચી લીધી.

પોતાની દીકરીને છાતીથી લગાવીને તેના ગાલ ઉપર એક સાથે પપ્પી કરવા લાગ્યો. તેની આ ટેવ શ્રીયાને પસન્દ ન હોતી. પણ બાપ એટલે બાપ. બિચારી નાની દીકરી તેને રોજ ઉઠાડવા જાય ને રોજ આદિલ તેને આમ કરતો. શ્રીયા રોજ સવારમાં રડતી હોય.

આદિલ દુકાને લઇ જવાના બહાને તેને રડતી બંધ કરતો. એક ચોકલેટના બહાને સામેથી રોજ એક પપ્પી શ્રીયા કરતી. ક્યારેક આદિલની પત્ની પણ આ જોઈને હસતી. આજે રવિવાર હતો અને વહેલા ઉઠીને ઘર સફાઈ કરવાની હતી. આદિલે બ્રસ કરીને નાસ્તો કરી લીધો.

મકાનના માળિયા ઉપર ચઢીને તેને સમાન ઉતારવાનો ચાલુ કર્યો.એક પછી એક સમાન નીચે ઉતારી તેને માળિયું સાફ કરી દીધું.ગોદડિયો તડકામાં તપાવવા નાખી દીધી. તેની પત્ની ગાયત્રી બધા વાસણ લઈને ચોકડીમાં સફાઈ કરવા બેઠી. તેની જોડે તેની દીકરી પણ હતી.

આદિલે આજે ઘણા સમય પછી પોતના બેડરૂમમાં ખૂણામાં પડેલા એક કબાટના દરાજને ( ડ્રોવર ) ખોલ્યું. તેને ખોલતા જ પોતાનો ભૂતકાળ જાણે નવા શ્વાસ લઈને આવતો હોય તેમ તેના હ્દયને આભાસ થયો. પોતાના જીવને નવી ચેતનાઓ મળી. આજે તેના હદયની ધડકનો તેજ હતી. ગાયત્રી પણ જાણતી હતી કે આ દરાજમાં કંઈક છે. પણ પોતાના પતિની ના હોવાથી કદી તેને આ દરાજ ખોલેલ નહીં.

આદિલે એક ડાયરી બહાર કાઢી. આ એ ડાયરી હતી જેમાં તેના દરેક પાનામાં ,દરેક શબ્દમાં પોતાની યાદો અને દર્દ છુપાયેલું હતું.તે ડાયરી લઈને પલંગમાં બેઠો. બારીમાંથી આવતા પવનની એક લહેરે ડાયરીના પાનાં હલાવી નાખ્યા. જેમાંથી એક તસવીર બહાર આવી ગઈ. તે તસવીરમાં હતી. પાયલ !!!!!!

તસવીર હાથમાં લઈને તે પાયલને એકીનજરે જોવા લાગ્યો.જ્યારે તે પી.ટી.સી ની મિશ્ર કોલેજમાં હતો. ત્યારે પાયલ જોડે તેની મુલાકાત થઇ હતી. જ્યારે પાયલ કોલેજમાં આવી તેજ દિવસે તેને બધા યુવાન હૈયાને ઘાયલ કરી દીધા હતા. તેનામાં ભળપુર યૌવન ભરેલું હતું. તેની નાની મુસ્કાન ઉપર પી.ટી.સી કોલેજના બધા જ ફિદા હતા.તે લીસ્ટમાં હતો આદિલ.!!!!!

આદિલના બે મિત્રો તેના રૂમપાર્ટનર હતા. જેમને પાયલને પ્રપોઝ કરેલું. જેમને શરૂઆતમાં જ હતાશા મળેલી.તે બન્નેને હોસ્ટેલમાં બધા પરેશાન કરતા. ” પાયલના મજનું “. ક્યારેક કેતન કહેતો ” વાલા, તમે થોડો પ્રત્યન કરો”. તો બીજા કહેતા ” અહીં તો ફેલ નથી થવું”.

દોસ્તોની હતાશા જોઈને આદિલે પોતાના દિલને ચુપ રહેવા કહી દીધું હતું. એ પછી ઘણા દોસ્તો પાયલના લીસ્ટમાં આવ્યા પણ બધા ફેલ. પાયલ બધાને એક જ જવાબ આપતી ” તારો ચહેરો દર્પણમાં એકવાર જોઈને આવ “. કોલેજમાં ઘણીવાર આદિલ અને પાયલની મુલાકાત થતી. પણ કામ હોય તો જ તે વાત કરતી. કોલેજના બે મહિનામાં તો ઘણા લોકો ફેલ થઇ ગયા હતા.પાયલ દેખાવે સુંદર હતી એટલીજ હ્દયથી.

એકદિવસ બધા મિત્રો રાતે થર્ડફ્લોર ઉપર બેસીને ગપ્પાં મારતા હતા. તે દિવસે આદિલે પોતાના મિત્રને પાયલ વિષે કહ્યું ” આમ કોઈને પ્રપોઝ ના કરાય અને પ્રપોઝ કરીએ તો ફેલ ના થવાય”. તેના દોસ્ત રોશને બધા વચ્ચે તેને કહ્યું ” તું પાયલના હદયમાં જગા કરી બતાવે તો હું બધાને પાર્ટી આપું . નહીતો તું આપે ? “. આદિલે તેની વાત મંજુર કરી.

આદિલ વિચાર્યું કરવું શું. કામ ખુબ મુશ્કિલ હતું. તેને પાયલની ફ્રેન્ડ રવીનાની સાથે દોસ્તી કરી લીધી. હવે તો કોલેજમાં પણ તે રવીના સાથે વધુ સમય વિતાવવા લાગ્યો. રવીના પણ પાયલની જોડે બેસે ત્યારે આદિલની વાતો કરતી.

જે દિવસની આદિલ રાહ જોતો હતો તે દિવસ આવી ગયો. આદિલે રવીના જોડેથી ઘણી માહિતી પાયલની લીધી હતી. માટે આ દિવસની તે રાહ જોતો હતો. આ દિવસ વેલેન્ડાઈન ડે હતો. કોલેજમાં એક પાર્ટી રાખી હતી.

બધા જ ફ્રેન્ડ કંઈક ને કંઈક સ્ટેજ ઉપર જઈને અભિનય કરતા. સૌથી છેલ્લે આદિલનું નામ આવ્યું. આદિલ આવ્યો કે તાળિયોનો વરસાદ થવા લાગ્યો. બધી જ કોલેજ ગર્લ વિચારમાં પડી સિવાય બોય. કેમ કે બધા જ બોય આદિલને ક્યારેક રાત્રે તેના અવાજને સાંભળતા. છતા કોઈને તેની વાણીથી તેના ઘાયલ શબ્દોની હમેશા ઉણપ રહેતી.

બસ!!!! સ્ટેજ ઉપર આવીને આદિલે પ્રેમની વ્યથા ચાલુ કરી. એક પછી એક શાયરી તેના મુખમાંથી નીકળતી ને વાહ….વાહ.. થતી હતી. તેની આ શાયરીથી પાયલ પણ આદિલ માટે મુગ્ધ થઈ ગઈ. એક કલાક પછી તે સ્ટેજ ઉપરથી નીચે આવ્યો. સીધો રવીના જોડે ગયો. ત્યાં જતા જ પાયલે તેને કહ્યું ” વૉવ, સ્માર્ટ બોય”. અને આદિલને હાથ મિલાવ્યો. બધા જ મિત્રો જોઈને ચકિત રહી ગયા. રવીનાને થોડા સમય પછી એકલી જોઈને આદિલે જોડે ગયો ને બોલ્યો ” થેન્ક્સ યાર, તું ના કહ્યું હોત કે પાયલને શાયરી ગમે છે તો આજે તેનો હાથ મારા હાથમાં ના હોત”.

” આંખ ખોલીને કરી રહ્યો છું એ દિવસનો ઇન્તજાર
ક્યારે આવશે એ દિવસ કે થશે મારી મુલાકાત”.

“તમન્ના યે દિલ ના ચાંદ ના તારે કી
બસ, ખાઇસ હે ઉસકે દિલમે રહને કી “.

હવે તો પાયલ સામેથી જ તેના નજદીક આવવા લાગી. કોલેજમાં રવીના, પાયલ અને આદિલ જોડે રહેતા. પાયલને રોજ અવનવી શાયરી અને ગઝલો આદિલ સુનાવતો. બન્ને બાજુ દિવસે ને દિવસે પ્રેમ વધતો જોવા મળતો હતો. રાત પણ હવે બન્ને એકબીજાના ખ્યાલમાં રહેતા. બન્નેની હોસ્ટેલ એકબીજા થી થોડી દૂર હતી. રાતે લાઇડ ચાલુ હોય તો અજવાળામાં દૂરથી પણ એક બીજાને જોઈ શકાતું.

આદિલને રવીના ખૂબ જ સાથ આપતી હતી. એક દિવસ ત્રણેય લાયબ્રેરીમાં જોડે બેઠા હતા. વાતો ચાલતી હતી. તક જોઈને રવીના ત્યાંથી ચાલતી થઇ ગઈ. પાયલ કહેતી ” આદિલ રાત્રે સ્વપ્નમાં પણ તારો અવાજ હવે સંભરાય છે. તારા હોઠોમાંથી નીકળતું દર્દ મને બેચેન કરી દે”. આદિલે પોતાનો હાથ પાયલના હાથ ઉપર મૂકી દીધો અને બોલ્યો ” આ મારા દરેક શબ્દમાં તું જ છે…..!!!!! મારી ગઝલ પણ તું જ છે.. મારો રૂહમાં પણ તું જ છે…!!! “….

પાયલ પોતાની નજરોથી આદિલને જોવા લાગી જાણે વર્ષોથી પ્યાસી હોય. બારણું બંધ હતું એ તકનો લાભ જોઈને આદિલે પોતાના હાથથી તેનું મુખ ઉપર કર્યું. પાયાલે પોતાની નજરો ઢળી દીધી.આદિલે પોતાના હોઠ પાયલના નાજુક હોઠ ઉપર મૂકી દીધા. પોતાના મજબૂત હાથોમાં પાયલને જકડી લીધી.પાયલે પણ પોતાનું જીસ્મ તેના હવાલે કરી દીધું. જેમ જેમ રોમાન્સ વધતો હતો તેમ સૂરજ પણ ધીરે ધીરે ધરતીમાં સમાઈ જતો હતો.છેવટે તેમના રોમાન્સ સામે શરમાઈને સૂરજ પણ અસ્ત થઇ ગયો.

હવે તો બન્ને બાજુ એકબીજાને પામવાની તડપ ખુબ વધેલી હતી. જયારે પણ મોકો મળતો આદિલ તેને પોતાની બાહોમાં જકડી લેતો. બન્નેનો પ્રેમ જાહેર હતો. કોઈ જાતનો ડર એકપણ દિલમાં ન હતો.

સુખના દિવસો બન્ને બાજુ પસાર થતા હતા. એકબીજાની યાદોમાં રહેતા પંખીઓ નક્કી કરી લીધું હતું કે હવે તો ભાગી જવું. આ દુનિયાથી દૂર જ્યાં પ્રેમની દુનિયા હોય.જ્યા બન્ને આઝાદ હોય.

કોલેજનો કલાસ ચાલુ હતો બપોરનો સમય હતો. કનુ પટાવાળો આવીને પાયલને બોલાવી ગયો. રાતે કે બીજા દિવસે પાયલ કોઈને જોવા મળી નહીં. આદિલે રવીનાને બીજા દિવસે પુછયું પણ તે કઇ જાણતી ન હતી. આદિલને કઇ ચેન પડતું ન હતું. લગભગ બે મહિના વીતી ગયા. પાયલનો કોઈ સમાચાર ન હતા કે ના કોઈ કોન્ટેક.

હવે તો બધા મિત્રો પોતાની જિંદગીમાં મસ્ત હોય ત્યાં આદિલ એકલો એકલો ડાયરી લખતો અને તેના પન્ના વાંચ્યા કરતો. પાયલની યાદોને વાગોળતો. એક દિવસ ટપાલી કાગળ આપી ગયો. જેમાં લખ્યું હતું.

દરેક શ્વાસે નામ જેનું છે તે
આદિલ.. !!!!!
સમયનું પૂર એકબીજાથી આપણે ને ખુબ દૂર લઇ ગયેલું છે. તે દિવસે ઘરે આવ્યા પછી મને ખબર પડી કે અકસ્માતમાં મારા પિતા હવે આ દુનિયામાં નથી. મારી જિંદગી ખતમ થઇ ગઈ છે.

મને ખબર છે તે મારી ખુબ રાહ જોઈ હશે. આજે પણ હું તારી જ છું. ફર્ક એટલો જ કે આ જન્મમાં તારી સાથે સાથ ફેરા લઈ શકું તેમ નથી. હું મારી માતાનો સહારો બનાવ માગું છું. હા એટલું જરૂર કહીશ કે તારું નામ કદી ભૂંસાય નહીં. તારી યાદોમાં સદાય રહીશ. બીજા કોઈ જોડે સાથ ફેરા નહીં ફરું. તું મને સાચો પ્રેમ કરતો હોય તો બીજા લગ્ન કરજે. મને કદી મળવાની કોશિશ ના કરતો. આવતા જન્મે હું તારી રાહ જોઇશ. યાદગીરી માટે એક તસવીર મોકલું છું

તારી યાદ…..
પાયલ..!!!!!

કાગળ વાંચતા જ આદિલ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. તેને પોતાના મિત્રોને વાત કરી. બીજા દિવસે રવીના જોડે પણ વાત કરી. રવિનાએ તેને આશ્વાસન આપ્યું હતું. કોલેજ કેમ્પસમાં આદિલે દરેક પલ પાયલની યાદોમાં વિતાવી પાયલ વગરના બાકીના દિવસો તેને રડી રડીને વિતાવ્યા હતા.

આખરે અંતિમ સમયે પાયલ સીધી પરીક્ષા આપવા માટે આવી હતી. પણ બન્નેના બ્લોક અલગ અલગ કોલેજમાં હતા. તે સમયે રવીના જોડે જ બન્ને એકબીજાને સમાચાર અને પત્રોની આપલે થતી જેમાં ફક્ત એકબીજાને યાદ કરીને તબિયતની વાતો થતી હતી. જે બધા પાત્રો આ ડાયરીમાં મુકેલા હતા.

યાદોના વનટોળમાં ડૂબેલો આદિલ હતો કે અચાનક તેની દીકરી આવી ” પાપા તમને મમ્મી બોલાવે”. ને આદિલે ડાયરી પાછી હતી ત્યાં મૂકી દીધી. ભૂતકાળની યાદોએ તેની આંખના ખૂણા ભીના કરી દીધા હતા.

પોતાની પત્ની જોડે ગયા પછી તે પોતાના વર્તમાનમાં જોડાઈ ગયો.
આજે આવેલી પોતાની યાદોને ફરી તેને હદયના એક ખૂણામાં દબાવી દીધી.

લેખક : મયંક પટેલ

શેર કરો આ વાર્તા તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી