માતૃભાષાનો મહિમા.

૧. હું આજે વૈજ્ઞાનિક બની શક્યો છું કારણ કે હું મારી માતૃભાષામાં ભણ્યો છું.
-ડૉ. અબ્દુલ કલામ.

૨. ભાષાના પતનથી સંસ્કાર અને સંસ્કૃતિ નું પતન થાય છે.
-ગુણવન્ત શાહ

૩. બાળકના દેહના વિકાસ માટે માતાનું દૂધ જેમ સ્વાભાવિક છે. તેમ બાળકના માનસિક વિકાસ માટે માતૃભાષા જરૂરી છે.
-મહાત્મા ગાંધીજી

૪. મારી માતાએ જો મારો અભ્યાસ માતૃભાષામાં જ થાય એવો આગ્રહ ન રાખ્યો હોત તો આજે હું ઉન્નતિના શિખરો સર ન કરી શક્યો હોત.
– ખલીલ જિબ્રાન.

૫. માતૃભાષા વગર નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવવિકાસ.
– રવીન્દ્રનાથ ટાગોર.

૬. સદા સૌમ્યને વૈભવની ઉભરાતી, મળી મને માતૃભાષા ગુજરાતી.

૭. માતૃભાષા પ્રત્યેનો લગાવ એટલે વિકાસ, માતૃભાષા પ્રત્યેનો અલગાવ એટલે વિનાશ.

૮. માતૃભાષાના સંગીન પાયા પર જ સંસ્કારોની ઇમારત ગણાય છે.

૯. માતૃભાષા એવી મૂર્તિ, જેનાથી પ્રેરણા સદાય સ્ફૂર્તી, ઉર્જા સદાય સૌને મળતી, આપે સદાય સૌને સ્ફૂર્તી.

૧૦. શિક્ષણને જો સાર્વજનિક બનાવવા માંગતા હો તો માતૃભાષામાં જ શિક્ષણ આપો.
-વિનોબા ભાવે.

૧૧. માતૃભાષા આંખ છે. અન્ય ભાષા ચશ્મા છે.

૧૨. શિક્ષણ શાસ્ત્રીઓનો અભિપ્રાય છે કે બાળકને જે ભાષામાં સ્વપ્ન આવતું હોય તે ભાષામાં શિક્ષણ આપવું જોઈએ.

૧૩. માં અને માતૃભાષાનો કોઈ વિકલ્પ નથી.

૧૪. કોઈ પણ દેશની ભાષા ખતમ કરી દેવામાં આવે તો તેની સંસ્કૃતિ પણ ખતમ થઇ જાય.
– મિતેશભાઈ એ. શાહ

ટીપ્પણી