વર્ષમાં સાત દિવસ જ ખુલ્લુ રહેતું મંદિર, વાંચો ભારતમાં ક્યાં આવેલું છે..

વર્ષમાં સાત દિવસ જ ખુલ્લુ રહેતું મંદિર

હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓને પુજાય છે. એક ઘરમાં પણ અલગ અલગ મત રહેલા હોય છે. દરેક પોત પોતાની શ્રધ્ધાથી ભક્તિના રંગે રંગાયેલ હોય છે. કોઈ રામની પુજા કરે તો કોઈ રાવણની. દરેકે દરેક દેવી દેવતાઓના મંદિરો વિશ્વાસની સાક્ષી પૂરે છે.અમુક મંદિરોને તળાં – કુચીની જરૂર હોતી નથી તો અમુક મંદિરો વર્ષમાં અમુક સમય, અમુક દિવસો કે પછી અમુક કલાકો માટે જ ખુલ્લાં રહે છે. આજ આપણે વાત કરીએ છીએ વિશ્વનું પ્રસિદ્ધ કાર્તિકેય સ્વામીનું મંદિર જે બિંદુ સરોવર ખાતે સિદ્ધપુરમાં આવેલ અનેક દેવમંદિરોમાંનું એક છે. જે વર્ષમાં સાત જ દિવસ ખુલ્લુ રહે છે. કારતક સુદ આઠમથી પૂનમ ફક્ત સાત દિવસ.કાર્તિક સ્વામી અને ગણેશજી ભગવાન શંકરના બે પુત્રોમાં કાર્તિક સ્વામીના દર્શન કરવાથી મોક્ષ મળતો હોવાની શ્રધ્ધા સાથેની આસ્થા સાથે તેમજ ભગવાન કાર્તિકના મંદિરો સમગ્ર વિશ્વમાં જવલ્લે જ જોવા મળે છે. જે પૈકીનું આ મંદીર સીદ્ધપુર માં આવેલું છે.સરસ્વતી નદીના પટમાં બારસથી પૂનમ સુધી કાત્યોકનો લોકમેળો ભરાય છે, અને માતૃ શ્રાધ્ધનો અતુટ મહિમા કારતક માસમાં હોવાથી આ સમય દરમિયાન આ મંદિરે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓને દર્શનનો લાભ ઉઠાવે છે. વર્ષમાં સાત જ દિવસ ખુલતું હોવાથી લાખો લોકોની ભીડ દર્શન માટે જમા થાય છે.કોઈ મિત્રોએ મુલાકાત લીધી હોય આ મંદિરની તો કોમેન્ટમાં અચૂક જણાવજો…

લેખક : કીર્તિ ત્રાંબડીયા

દરરોજ સવારમાં આવા અનેક મંદિરો વિષે જાણવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી