“થોર” “મઠડી”- પ્રસાદમાં ઘણીવાર ચાખ્યું હશે, હવે બનાવી પણ શકશો… ઘરે બેઠા શીખો…

મઠડી/થોર (Mathadi) Thor

સામગ્રી:-

મઠડીની પુરીની સામગ્રી

1] 2 વાડકી મેંદો,
2] 1 વાડકી ઝીણો રવો,
3] ½ વાડકી ઘઉંનો લોટ,
4] મુઠ્ઠી વળે મોણ માટે ઘી,
5] 2 ચમચી અધ કચરેલા તલ,

ચાસણીની સામગ્રી

1] 2 વાડકી સાકર,
2] સાકર ડૂબે તેટલું પાણી,
3] 2 ચમચી દૂધ,
4] થોડુંક કેસર [ઑપ્શનલ],

રીત:-

ચાસણી બનાવવાની રીત:-

2 વાડકી સાકર લઈ તેમાં સાકર ડૂબે તેટલું પાણી મૂકવું. ધીમી આંચે ગરમ કરવા મૂકવું. જ્યારે પાણી ઉકળવા માંડે ત્યારે તેમાં 2 ચમચી દૂધ મૂકવું જેથી સાકરનો મેલ ઉપર તરી આવશે. આ મેલ કાઢી નાખવો અને ફરીથી ઉકાળવા દેવુ. એમાં ગમે તો કેસર નાખવું (વાટ્યા વગરનું જેથી તેનાં રેશા દેખાય અને સુગંધી પણ આવે). આ ચાસણી બે તારી એટલે કે પતાસુ બનવાની તૈયારીમાં હોય ત્યારે તેને બંધ કરી દેવી.

બીજી બાજુ ઉપરોક્ત લોટ ભેગા કરી તેમાં તલ ઉમેરવા અને મુઠ્ઠી વળે તેટલા ઘીનું મોણ નાખવું અને દૂધથી પરોઠા જેવો લોટ બાંધવો. ત્યારબાદ નાના દસ્તાથી થોડો થોડો લોટ કૂટતા જવાનો અને જોઈએ તે પ્રમાણે નાની કાંતો મોટી જાડી પૂરી વણવી. તેની ઉપર ચપ્પુથી કાપા પાડવા જેથી ફૂલે નહીં. આ પૂરીને ધીમે તાપે ઘીમાં ગુલાબી થાય ત્યાં સુધી તળવી.

બધી પૂરી તળાઈ જાય ત્યાર પછી ઉપરોક્ત ગરમ ચાસણીમાં એક એક પૂરી ડૂબાડતા જવાની અને પૂરી પર ચાસણી ચોંટે ત્યારે બહાર કાઢી અલગ અલગ ઠંડી પાડવી જેથી એકબીજાને ચોંટે નહી.

ઠંડી પડે ખૂબ ટેસ્ટી લાગશે.

તો આજે જ બનાવો અને અમને જણાવજો કેવી બની છે આ રેસીપી, શેર કરો આ વાનગી તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી