“મટર ઢોકળા” – બનાવો ઢોકળાની એક નવીન વેરાયટી.. શેર કરવાનું ના ભૂલતા…

“મટર ઢોકળા”

સામગ્રી:

1 કપ લીલા ફ્રેશ વટાણા
1 કપ કોથમીર
1.5 કપ ચણાનો લોટ
4 tbsp રવો/સોજી
1 tsp આદું લસણ મરચાંની પેસ્ટ
2 tbsp દહીં
1/2 કપ પાણી
1.5 tsp ઈનો સોલ્ટ
2 tsp તેલ
મીઠું

વધાર માટે :

4 tsp તેલ
1/2 tsp રાઇ
1/2 tsp તલ
1-2 લીલા મરચાની ચીરી

ગાર્નિશ માટે:

2-3 tbsp ફ્રેશ છીણેલું નાલીયેર
2 tbsp કોથમીર

રીત:

સૌ પ્રથમ મિક્ષર જારમાં વટાણા અને કોથમીર લઈ થોડુ પાણી ઉમેરી પ્યૂરિ બનાવી એક બાઉલમાં કાઢી લેવી.
તે જ બાઉલમાં ચણાનો લોટ, રવો, મીઠું, આદું લસણ મરચાંની પેસ્ટ, દહીં ઉમેરી જરૂર મુજબ પાણી લઈ મિક્ષ કરી ખીરું તૈયાર કરવું.
ઢોકલીયાને ગરમ કરવા મૂકવું, ત્યાંસુધીમાં તેની પ્લેટ ગ્રીસ કરી લેવી.
ખીરામાં ઈનો સોલ્ટ ઉમેરી મિક્ષ કરી ગ્રીસ કરેલ પ્લેટમાં રેડી મિડીયમ તાપે 12-15 મિનિટ માટે સ્ટીમ કરવા મૂકવા.
ઢોકળા ચડી જાય એટલે 2-4 મિનિટ સીજે પછી મનગમતા શેપમાં કટ કરવા.
પછી પેનમાં તેલ લઈ રાઇ , મરચાંની ચીરી અને તલનો વઘાર કરી ઢોકળા પર રેડી દેવો.
પછી લીલું નલીયેર, કોથમીર વડે ગાર્નિશ કરવું.
તો તૈયાર છે મટર ઢોકળા.

રસોઈની રાણી: દીપિકા ચૌહાણ (નડિયાદ)

સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block