ચાલો લીલાછમ મટરની સીઝન છે તો આજે મટર દાળ બનાવીયે.આ યુપી પ્રાંતની રેસીપીછે જેને ત્યા નીમોના કેહવાયછે.

“મટર દાલ”

સામગ્રી :

500 ગ્રામ તાજા વટાણા,
1 ટી સ્પૂન લીલા મરચાંની પેસ્ટ ,
1 ટી સ્પૂન આદું પેસ્ટ ,
1 ટી સ્પૂન ગરમ મસાલો ,
2 ટી સ્પૂન ધાણાજીરૂ ,
1 ટી સ્પૂન લિમ્બુ નો રસ ,
1 ટી સ્પૂન જીરૂ ,
1-2 ટી સ્પૂન લસણ ચટણી ,
ચપટી હિંગ ,
2 લવિંગ ,
1 ટુકડો તજ ,
ઘી ,
મીઠુ ,

રીત :

(1) તાજા લીલા વટાણાને આદુ અને મરચાની પેસ્ટ સાથે પીસીલો.પાણી જરૂર પડે તો જ નાખવુ ( મનગમતા સંગીત સાથે વટાણા ફોલાઈ જાય…ખરુ ને ? વળી કેટલાક વડીલોનો તો આ ટાઇમ પાસ.. પણ હા તાજા વટાણાની મજા ફ્રૌઝનમા નહીઁ આવે ?)

(2)હવે પેનમાં 2 ટે સ્પૂન ઘી મુકીને તજ,લવિંગ અને જીરુ તતળાવો.હિંગ ઉમેરો.( શિયાળાોછે, દેશી ઘી ખાવુ જ રહ્યું ) તેમાં ક્રશ વટાણાને ઉમેરીને સાતળો.

(3)તેમાં બધા સુખા મસાલા નાખીને સતત હલાવતા રહો..અહીંયા થોડી ધીરજની કસૌટી!વટાણા અને મસાલા સરખા શેકાય તેમજ પેનમા ચોંટે નહીઁ તેનુ ધ્યાન પણ રાખવુ !

(4)ત્યારબાદ તેમા પાણી ઉમેરો(દાળની જરૂર મુજબ પાણી રેડવું) અને દાળ ઉકળવાદો.( જો જો ઢાંકણ ઢાંક જો નહીઁતો ચારેબાજુ લીલાલેર!?) અને વચ્ચે હલાવતા રેહવું.ધીરા તાપે દાળ ખદખદવા દેવી કારણકે મટર કાચા વાપર્યા હતા.

(5)દાળ ઉકળી જાય પછી, વઘારીયામાં ઘી મૂકી,લસણની ચટણી નો વઘાર કરવો અને તૈયાર દાળ પર રેડવો.(લસણની કળીઓને લાલ કાશ્મીરી મરચા પાવડર સાથે મીઠુ અને જીરુ ખાંડી લેવા એટલે ચટણી રેડી !) આ લિમ્બુનો રસ એડ કરી સર્વ કરો.

(6) તૈયારછે લીલીછમ મટર દાળ .આ દાળ રોટલી , પરાઠા, ભાત સાથે સારી લાગેછે.

રસોઈની રાણી : Rups in the Kitchen

શેર કરો આ ટેસ્ટી વાનગી તમારા મિત્રો સાથે…

ટીપ્પણી