પુત્ર અને પુત્રીની દુર્ઘટનામાં મૃત્યુ બાદ માતા-પિતાએ કર્યું એવું કામ કે જેની બધે પ્રશંશા થઇ રહી છે..

દુનિયાના કોઈ પણ માતાપિતા એવો દિવસ જોવા નહિ ઈચ્છે કે એમના સંતાનોની મૃત્યુ તેમની પહેલા થઇ જાય. એ દુઃખ અને આઘાતમાંથી નીકળવા જેવો ભયાનક અનુભવ બીજો કોઈ ન હોય. આવી જ દર્દનાક ઘટના દિલ્લીના પંજાબી બાગ વિસ્તારમાં બની જેનાથી કેટલાય પરિવારોની જિંદગીઓ પાર દુઃખના પહાડ તૂટી પડ્યા. સંતાનની મૃત્યુ બાદ કોઈ પણ પિતાનો જુસ્સો તૂટી જ જાય પણ આ એવા પિતા છે જેના સાહસ અને હોંસલાને તમે પણ સલામ કરશો.

સાત યુવાન પરીક્ષા આપવા જઈ રહ્યા હતા કે ત્યારેજ તેમની કાર ફ્લાય ઓવર સાથે ટકરાઈ ગઈ અને ગાડી ૨૫ ફુટ નીચે રેલવે ટ્રેક પર જઈ પડી. સંચિત છાબડા (૧૯) અને ઋતુ સિંહ (૧૮) સહીત ચાર નું મૃત્યુ આ હાદસામાં થઇ ગયું. આ અપૂરણીય ક્ષતિએ તેમના મા-બાપ ને હલબલાવી નાખ્યાં અને તેઓ હજુ પણ આઘાતમાં જીવી રહ્યા છે. એક યુવાન સંતાનને ગુમાવવાનું દુઃખ તેમને આખી જિંદગી સાલસે. આ મુશ્કેલની ઘડીઓમાં સંચિત અને ઋતુના મા બાપએ એવું કામ કરી નાખ્યું કે તેઓ પ્રસંશાના હકદાર બની ગયા.

સંચિત અને ઋતુના મા બાપએ તેમની આંખો દાન કરી દીધી જેથી કોઈ બીજાન જીવનમાં પ્રકાશ ફેલાય.

સંચિતના પિતા રાજકુમાર છાબડા કહે છે કે – “મારો પુત્ર તો ચાલ્યો ગયો પણ ઓછામાં ઓછા બે લોકો તેની આંખોથી દુનિયા જોઈ શકશે. આ બધું વિચારીને જ કદાચ મને થોડો સંતોષ મળી જાય.”

આ જ વિચાર ઋતુ ના પિતા મલખાન સિંહ નો પણ છે. તેમણે પણ જરાય ખચકાયા વગર જ પુત્રીની આંખો દાન આપવા માટે હા પાડી દીધી. આંખોમાં આંસુ સાથે ઋતુના પિતા કહે છે – “એક એનજીઓ એ તેમને બે એવા વ્યક્તિઓ સાથે મળાવ્યાં જેમને ઋતુની આંખો લાગવાની હતી. મારી દીકરી એ બંને થકી હંમેશા જીવિત રહેશે. હું હંમેશા એ બંને ને મળતો રહીશ અને તેમના સંપર્કમાં રહીશ.”

છાબડા કહે છે કે એક વખતે તેમના મનમાં એવો વિચાર આવી ગયો હતો કે તેઓ તેમના પુત્રનાં બધાજ અંગોનું દાન કરશે. સંચિતના પિતા કહે છે કે – ” જયારે એનજીઓ વાળા તેમને મળ્યા અને અંગદાન ની વાત કરી ત્યારે ફક્ત આંખો જ કામ માં આવી શકે તેમ હતી. અમે વિચાર્યા વગર જ આંખો દાન કરવા તૈયાર થઇ ગયા. મારો પુત્ર એક મદદગાર અને સ્નેહાળ છોકરો હતો તેણે પોતાના મૃત્યુ પછી પણ લોકોની મદદ કરી.”

ભારતમાં અંગદાન એટલું પ્રચલિત નથી કેમકે ધાર્મિક માન્યતા પ્રમાણે મૃત શરીરનું કોઈ પણ અંગ જો ભગ્ન હોય તો આત્માને શાંતિ નથી મળતી. આવા પછાતપણા અને અંધવિશ્વાસને કારણે લોકો સમાજમાં આવું મહત્વપૂર્ણ યોગદાન આપી શકતા નથી. સંચિત અને ઋતુના માતા-પિતાએ આ પગલું લઈને સમાજમાં બેમિશાલ ઉદાહરણ ઉભું કર્યું છે.

સંચિત અને ઋતુના પિતાએ લોકોને એ આગ્રહ કર્યો છે કે તેઓ અંગદાન દેવા આગળ આવે કેમકે અંગદાન જ મનુષ્ય જીવનની સૌથી મોટી સેવા છે. આપણે બધાં સ્વસ્થ છીએ પણ દરેકને આ નસીબમાં નથી હોતું. આપણે એવા સમાજમાં રહીએ છીએ જ્યાં ઘણાં લોકો શારીરિક રૂપે અક્ષમ હોય છે જેમણે સામાજિક કલંક સહન કરવું પડે છે. આજે પણ આપણે આવા લોકોના જીવનને સારું બનાવવા આ મહાનદાન માટે આગળ નથી આવતા.

મારાથી અચાનક રિસાઈને, આંખો તેણે બંધ કરી લીધીતી પોતાની, જઈ છુપાયો છે તારાઓમાં ક્યાંક, રોપ તું તે ચહેરા પર આંખો પોતાની.

સંકલન : ભૂમિ મેહતા (બેંગ્લોર)

તમારી પ્રતિક્રિયા તમે નીચે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અને આ પોસ્ટને જરૂર શેર કરો.

ટીપ્પણી