બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઇને “મસાલેદાર કારેલા”, નાના મોટા સૌ આંગળા ચાટી ચાટીને ખાશે

મસાલેદાર કારેલા

કારેલા બહુ ઓછા લોકોને ભાવતા હોય છે. કડવા લાગતા આ કારેલા, સ્વાસ્થ્ય માટે બહુ જ લાભદાયી અને પોષણ યુકત હોય છે.કારેલા ઘણી બધી રીતેથી બનાવી શકાય.

આજે હું અહી એક સરળ અને ઝડપી રીત બતાવીશ. આ રીત ઝડપી છે અને સ્વાદમાં અતિ ઉત્તમ. એક વાર જરૂરથી ટ્રાય કરજો. આશા છે પસંદ પડશે ..

સામગ્રી :

1. 6-7 કારેલા,

2. મીઠું,

3. 5 મોટી ચમચી ચણાનો લોટ,

4. 2 મોટી ચમચી સૂકા નારિયેળનો ભૂકો /છીણ,

5. 2 મોટી ચમચી શેકેલી શીંગનો ભૂકો,

6. 1 નાની ચમચી આમચૂર,

7. 2 ચમચી લાલ મરચાંનો ભૂકો,

8. 4 ચમચી ધાણાજીરું,

9. 1/2 ચમચી હિંગ,

10. 1 ચમચી શેકેલા જીરુંનો ભૂકો,

11. ગોળ , સ્વાદાનુસાર,

12. 1 ચમચી હળદર,

13. 2 મોટી ચમચી તેલ, મસાલા માટે

14. 5-6 ચમચી તેલ , શાક વઘારવા માટે.

15. થોડા કાજુના ટુકડા.

રીત :

1. સૌ પ્રથમ કારેલા ને ધોઈ હલકી છાલ ઉતારી લેવી .

2. વચ્ચેથી કાપો કરી અંદર ના બીયા બધા જ કાઢી નાખવા.

3. હવે કરેલાની અંદર અને બહાર મીઠું છાંટી સરસ હળવા હાથે મસળી લો .

4. આ મીઠા વાળા કરેલા ને ૩૦-૪૦ min સુધી રાખી મુકવા. ત્યારબાદ હળવા હાથે નીચવી પાણી કાઢી નાખવું .. આમ કરવા થી કારેલાની કડવાશ પણ ઓછી થશે અને સોફ્ટ થશે .

5. હવે આપણે મસાલો તૈયાર કરીએ .. સૌ પ્રથમ ચણાના લોટને ગુલાબી થાય ત્યાં સુધી શેકો . ચણાનો લોટ ધીમી આંચ પર શેકવો અને બળી ના જાય તેનું ધ્યાન રાખવું ..

6. હવે આ ચણા ના લોટમાં નારિયલનું છીણ , શીંગનો ભૂકો, આમચૂર, મીઠું , જીરા નો ભૂકો , હળદર, લાલ મરચું , ધાણાજીરું , હિંગ  લેવાની.

તેલ ઉમેરી બધું જ સરસ રીતે મિક્ષ કરો.

7. આ મસાલામાં તેલ ઉમેરી સરસ રીતે મિક્ષ કરો . હવે આ મસાલો કરેલામાં ભરી લો અને ધારદાર છરી થી મોટા કટકા કરી લેવા ..

8. હવે કડાય કે કુકરમાં તેલ ગરમ કરો .. પછી એમાં હિંગ અને કાજુના ટુકડા ઉમેરી મસાલા ભરેલા કારેલા ઉમેરો . પછી તેમાં ૨-૩ મોટી ચમચી જેટલું પાણી ઉમેરી ઢાંકીને થવા દો .

9. આપ ચાહો તો કરેલા તળિ શકો છો , પણ મને તળવા કરતા આ રીત વધુ સારી લાગે. જો આપ કુકરમાં બનાવતા હો તો થોડું પાણી વધારે ઉમેરી ૨ સીટી વગાડી લો .

10. કડાયમાં કરતા હોય ત્યારે વચ્ચે વચ્ચે હલાવતા જાઓ અને જરૂર મુજબ પાણી ઉમેરતા જાઓ જ્યાં સુધી કારેલા એકદમ સોફ્ટ ના થાય ..

11. વધેલો મસાલો , ૨ ચમચી પાણી અને ગોળ ઉમેરી સરસ મિક્ષ કરો. વધુ ૨-૩ min થવા દો .

12. કોથમીર થી સજાવટ કરી ગરમ ગરમ પીરસો .

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી