“મસાલેદાર ભીંડી” – આજે બનાવો તમારા પરિવાર માટે એકદમ પરફેક્ટ શાક..

“મસાલેદાર ભીંડી”

મસાલા વાળા ભરેલા શાક નો જાદુ જ કઈ જુદો હોય છે … એમાય ભીંડા મને બહુ વાહલા એટલે મસાલા વાળા ભીંડા નું તો પૂછવાનું જ શું. સાથે ગરમ રોટલી , ખાટી મીઠી દાળ હોય એટલે બસ. મોહ માં પાણી આવ્યું ને ??? શિયાળા ની ઋતુ માં સરસ કુણા ભીંડા મળે. નાના નાના ભીંડા ને ભરવા ની મજા જ કઈ ઔર છે ..
ચાલો જોઈએ રીત ..

સામગ્રી :

• ૫૦૦ગ્રામ તાજા કુણા ભીંડા ,
• ૫-૬ મોટી ચમચી તેલ ,
• પોની ચમચી હિંગ ,
• ૧/૪ ચમચી હળદર,
• ચપટી ખાંડ ,
• થોડી જીણી સમારેલી કોથમીર ,

મસાલા માટે :

• પોણો વાડકો ચણા નો લોટ,
• ૩ ચમચી સફેદ તલ,
• ૨ ચમચી વરીયાળી ,
• ૧/૨ ચમચી આમચૂર (ના હોય તો છેલ્લે લીંબુ નો રસ ઉમેરવો ),
• ૧/૨ ચમચી ચાટ મસાલો ,
• ૨ ચમચી લાલ મરચુ ,
• ૧ ચમચી હળદર ,
• ૨ ચમચી ધનાજીરું ,
• ૧/૨ ચમચી જીરા નો ભૂકો ,
• ૩ ચમચી ખમણેલું સુકું ટોપરું ,
• મીઠું ,
• ૨-૩ ચમચી તેલ ,

રીત :

સૌ પ્રથમ ભીંડા ને ધોઈ, લુછી સાફ કરી લો . આગળ થી પાછળ થી કાપી લો . વચ્ચે થી ચીરી લાંબા કાપી લો . તમે અડધો ચીરો કરી મસાલો અંદર ભરી પણ શકો . ભીંડા નાના અને કુણા પસંદ કરવા જેથી અંદર બીયા બહુ ના હોય …

એલ્યુમીનીયમ ની કડાય માં તલ અને વરીયાળી ગરમ કરો . એમાં ચણા નો લોટ ઉમેરી શેકો . લોટ ધીમા તાપે કલર ગુલાબી થાય એટલો શેકવો .. ગસ બંધ કરી લોટ ગરમ ત્યારે જ એમાં બધો મસાલો નાખી દો. ઠંડુ પડે એટલે તેલ ઉમેંરી સરસ મિક્ષ કરી લો .

non stick કડાય માં તેલ ગરમ કરો . હિંગ નાખી કાપેલા ભીંડા ઉમેરો . મીઠું , હળદર અને ખાંડ ઉમેરો . મીઠું સાચવી ને ઉમેરવું કેમ કે આપણે મસાલા માં પણ નાખ્યું છે . થોડું હલાવી ઢાંકી દો અને ભીંડા ને ચડી જવા દો . વચ્ચે વચ્ચે હલાવતા રેહવું . ભીંડા ઉભા સમારેલા છે એટલે ફટાફટ થઇ જશે . થઇ જાય એટલે મસાલો ઉમેરી મિક્ષ કરી લો. જરૂર લાગે તો એકાદ ચમચી પાણી ઉમેરી ૧-૨ min ગસ પર રાખો .

કોથમીર ભભરાવો અને ગરમ ગરમ પીરસો …

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

શેર કરો આ ટેસ્ટી વાનગી તમારી દરેક મિત્ર સાથે અને દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block