દાબેલીમાં અને બ્રેડ બટરની સ્લાઈસમાં વપરાતી મસાલા સીંગ… આજે જ બનાવો…

મસાલા સીંગ (Masala Sing)

 

સામગ્રી :

૨ કપ.. શેકેલી સીંગ
૨ ટે સ્પૂન. તેલ
૧ ચમચી.. લાલ મરચું
૨-૩ ટે સ્પૂન.. ધાણા જીરૂ
૨ ટે સ્પૂન.. આખી ખાંડ
ચપટી.. લીંબુ ના ફૂલ નો પાવડર
મીઠું

રીત :

કઢાઇ માં તેલ લઇ શેકેલી સીંગ ઉમેરી ધીમા તાપે ફરી થી ૨ મિનિટ શેકો. ગરમ થાય એટલે તેમાં બધો મસાલો ઉમેરી ૨-૩ મિનિટ મિક્સ કરો. પછી ગેસ બંધ કરી દો. ઠંડુ કરી એર ટાઇટ ડબ્બા માં ભરી દો.
તૈયાર છે દાબેલી માં ઉપયોગ માં લેવાય તેવી મસાલા સીંગ

નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

શેર કરો આ સીંગ કેવી રીતે બનાવી તેની માહિતી તમારા મિત્રો સાથે.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block