“મસાલા સીંગ” – ખુબ સરળ રીત છે બનાવવાની, તમે બનાવો અને જણાવજો કેવી લાગી…

“મસાલા સીંગ”

સામગ્રી :

૨ કપ.. શેકેલી સીંગ,
૨ ટે સ્પૂન. તેલ,
૧ ચમચી.. લાલ મરચું,
૨-૩ ટે સ્પૂન.. ધાણા જીરૂ,
૨ ટે સ્પૂન.. આખી ખાંડ,
ચપટી.. લીંબુ ના ફૂલ નો પાવડર,
મીઠું,

રીત :

કઢાઇ માં તેલ લઇ શેકેલી સીંગ ઉમેરી ધીમા તાપે ફરી થી ૨ મિનિટ શેકો. ગરમ થાય એટલે તેમાં બધો મસાલો ઉમેરી ૨-૩ મિનિટ મિક્સ કરો. પછી ગેસ બંધ કરી દો. ઠંડુ કરી એર ટાઇટ ડબ્બા માં ભરી દો.

તૈયાર છે દાબેલી માં ઉપયોગ માં લેવાય તેવી મસાલા સીંગ

રસોઇ ની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી