હુબહુ હોટલ જેવો જ ટેસ્ટી ને ક્રિસ્પી ‘મસાલા પાપડ’ બનાવો હવે ઘરે

મસાલા પાપડ 

મસાલા પાપડ એ એક ઈન્ડિયન સ્નેકસ/સ્ટાર્ટર છે. જે ખુબજ ઈઝી તથા બનાવા માં ખુબજ સરળ છે. તથા આ એક ઈન્ડયન સ્ટાર્ટર કોય પણ સુપ સાથે સર્વ થાય છે. આ મસાલા પાપડ બનાવવા લિજ્જત પાપડ (અદડ-મરી નાં) યુઝ કર્યો છે.જેને ફ્રાય કરી તેના પર ટમેટા કાંદા નુ લેયર /ટોપીંગ નાખી બનાવાય છે. જ્યારે આપણે રેસ્ટોરન્ટ માં મેઈન કોર્સ નો વેઈટ કરતા હોઈએ છે ત્યારે ટાઈમ પાસ કરવા માટે એ ઓર્ડર કરી તેનો ક્રીસપ ટેસ્ટનો આનંદ લેતા હોય છે.તો આજે જ ઘરે ટ્રાય કરો આ મસાલા પાપડ.આ પાપડ સાથે સુપ પણ લઈ શકો છો.

સામગ્રી:

1 ટમેટા બારીક સમારેલ,
1 કાંદા બારીક સમારેલ,
1 કાકડી(optional),
1tsp લાલ મરચું,
કોથમીર બારીક કાપેલ,
મીઠું,
નાયલોન સેવ.

રીત :

સૌ પ્રથમ લિજજત પાપડ લઈ તળી લો અથવા પાપડ પર તેલ પાણી લગાવી ઓવનમાં માઈક્રો મોડ પર 30 સેક. માટે મુકી ફ્રાય કરી લો.

2) ટમેટા, કાંદા અને કાકડી(optional) બારીક સમારી એક ડીશ માં રેડી કરી લો. સાથેસેવ,મરચું, મીંઠુ રેડી કરો.

3) અેક ડીશ માં પાપડ મુકી તેના પર લાલ મરચુ સ્પ્રીંકલ કરી ને કાંદા નાખો.

4) કાંદા નાખ્યા બાદ તેના પર ટમેટા નું લેયર કરો ને પછી લાલ મરચુ અને મીઠુ સ્પ્રીંકલ કરો.

5)આ બધી પ્રોસેસ થઈ ગયા બાદ તેના પર નાયલોન સેવ નાંખી તરત જ સર્વ કરો.તો રેડી છે મસાલા પાપડ સવીંગ પ્લેટ માં લઈ તરત જ સર્વ કરો.

નોંધ:

1) આ પાપડ ને બનાવ્યા બાદ તરત જ સર્વ કરવા માં આવે છે તેને બનાવ્યા બાદ લાંબા ટાઈમ રાખવાથી જલ્દી સોફ્ટ થઈ જતા હોવાથી ઈન્સટન્ટ સર્વ કરવા માં આવે છે
2) અહી ઉપર પ્રોસેસ માં થોડુ થોડુ જ નાખી બતાવ્યુ છે અને લાસ્ટ માં સર્વ કરતી વખતે પુરે પુરુ ભરી સર્વ કર્યુ છે.
3) જૈન લોકો જે છે એ કાંદા ના જયા એ કાકડી નાખે.

રસોઈની રાણી : ખુશ્બુ દોશી 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી