ભરેલ મસાલા ખીચડી – એકદમ ન્યુ વેરાયટી વધારેલી ખીચડી, તમે ક્યારેય નહી ટેસ્ટ કરી હોય !! એકવાર ટ્રાય જરૂર કરજો !!!

ભરેલ મસાલા ખીચડી

આજે ખીચડીમાં નવું વેરીએસન. જ્યારે સાંજે શુ બનાવું જમવા માં એ વિચારીએ એટલે ઘણી બધી રેસિપી મગજ માં આવે પણ થાઈ એવું કે પૂરતી વસ્તુ ના હોઈ કા પછી કંટાળો આવે એટલે પછી છેલ્લે ખીચડી ફાઇનલ થાઈ બરાબર ને!

તો હવે ભલે ખીચડી ફાઇનલ કરો એમાં પણ નવીનતા લઈ ને આવ્યા છે. તો આજે જ સાંજે ડિનર માં બનાવો હલકી ફુલકી રેસીપી જેમાં શાક બનાવાની પણ જરૂર ના પડે એટલી ટેસ્ટી અને સહેલાઇ થી બની જાય એવી તો બનાવો ભરેલ મસાલા ખીચડી.

સામગ્રી

 • 1 કપ રાઈસ,
 • 1/2 કપ તુવેર દાળ,
 • 4 થી 5 નંગ નાના રીંગણાં અને બટાટા મિક્સ માં,
 • કોથમીર,
 • 1 વાટકી ટામેટા ઝીણાં સમારેલ,
 • 2 નંગ લવિંગ,
 • તજ,
 • તજ પત્તા,
 • ચપટી હિંગ,
 • 1 ચમચી લાલ મરચું,
 • 1ચમચી ધાણાજીરું,
 • 1/2 હળદર,
 • મીઠું સ્વાદ અનુસાર,
 • 1 ચમચી રાઈ જીરું,
 • 2 થી 3 ટી સ્પૂન તેલ,
 • 1 ચમચી લીંબુ નો રસ,
 • 1/2 ચમચી ખાંડ જો ગળ્યું પસંદ હોય તો.

બનાવાની રીત

સૌ પ્રથમ દાળ અને ચોખા ને ધોઈ 20 મિનિટ પલાળો. હવે ભરવા માટે લીધેલા નાના રીંગણાં અને બટાટા ને ધોઈ સાફ કરી વચ્ચે ચકા પાડો.હવે એક બાઉલ માં કોથમીર નાખી તેમાં ટામેટા,લાલ મરચું, ધાણાજીરું,હળદર,મીઠું આ બધું ઉમેરી મસાલો તૈયાર કરો.હવે તૈયાર કરેલ મસાલા થી રીંગણાં અને બટાટા ભરી લો.હવે કુકર માં તેલ મુકો તેલ ગરમ થઇ એટલે તેમાં તજ લવિંગ,તજ પતા રાઈ જીરું હિંગ બધું નાખી ભરેલા શાક ને નાખી બધું બરાબર મિક્ષ કરો.હવે તેમાં 1/2 ગ્લાસ પાણી ઉમેરી પાછા બધા મસાલા(લાલ મરચું, હળદર,ધાણા જીરું,ગરમ મસાલો) આ બધું નાખી મિક્સ કરો.

હવે તેમાં પલાળેલા દાળ ચોખા ઉમેરી બરાબર હલાવી મિક્સ કરી લીંબુ નો રસ અને ખાંડ ઉમેરી જરૂર મુજબ પાણી નાખી 3 થી 4 સીટી લઈ લો.

તો તૈયાર છે ભરેલ મસાલા ખીચડી

રસોઈ ની રાણી : કોમલ બાલત(વેરાવળ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી