મસાલા ઈડલી – બાળકોને નાસ્તામાં કે લંચમાં બનાવવા માટે ઉપયોગી થશે આજે જ નોંધી લે જો આ સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ રેસિપી

મસાલા ઈડલી

દરેક મમ્મીને રોજ એક જ સવાલ થતો હોય કે રોજ બાળકો ને એવું શું લંચ બોક્ષ માં બનાવીને આપું કે એ હેલ્ધી હોય અને સાથે જ બાળક બધું ખાઈ પણ લે તો આજે તમને થોડી મદદ થાય એવી રેસીપી હું લાવી છું આજે આપણે મસાલા ઈડલી બનાવીશું જે તમે બાળકોને લંચ બોક્ષ માં અને સાંજ ના નાસ્તામાં બનાવીને આપી શકશો

સામગ્રી : 

1) ૧ બાઉલ ઈડલી નું ખીરું,
2) મીઠું,
3) ૧ મોટી ચમચી તેલ,
4) ૧/૨ ચમચી રાઈ,
5) ચપટી જીરુ,
6) સમારેલા મરચા,
7) લીમડો,
8) હિંગ,
9) થોડી હળદર,
10) ૧ ચમચી લાલ મરચું,
11) થોડો ગરમ મસાલો,
12) થોડું ધાણાજીરું,
13) સમારેલી કોથમીર.

રીત : 

1) સૌથી પહેલા ઈડલી ના મોલ્ડને તેલ લગાવી દો,બાળકો ને મીની શેપ વધુ પસંદ હોય છે એટલે મેં મીની મોલ્ડ લીધું છે આ ના હોય તો રેગ્યુલર મોલ્ડ માં ઈડલી બનાવી કટ કરી લેવાની

2) ખીરું જે આથો આવીને તૈયાર થયું હોય એમાં મીઠું એડ કરો (સોડા એડ કરવાનો નથી )

3) ખીરાને મોલ્ડમાં ભરી દો

4) એને સ્ટીમર માં મૂકી ૧૦ મિનીટ સ્ટીમ થવા દો

5) ઈડલી સ્ટીમ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો

6) ઠંડી થઈ એટલે આ રીતે અનમોલ્ડ કરી લો (જો મોટી ઈડલી બનાવી હોય તો એક ઈડલી ના ૪ ટૂકડા કરી લો

7) કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેમાં રાઈ ,જીરું ,મરચા ,લીમડો ,હિંગ અને હળદર એડ કરો (લસણ એડ કરવું હોય તો કરી શકાય )

8) ઈડલી એડ કરો અને તેલ માં મિક્ષ કરી લો

9) હવે એમાં મરચું ,ધાણાજીરું ,અને ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરી લો (ગરમ મસાલા ના બદલે સાંભાર મસાલો પણ એડ કરી શકાય )

10) સમારેલી કોથમીર ઉમેરી મિક્ષ કરી લો.

11) હવે આપણી મસાલા ઈડલી તૈયાર છે.

સૌજન્ય :  શ્રીજી ફૂડ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી