મસાલા ફ્રેન્ચ ફ્રાઈઝ – હવે બાળકો સ્કુલથી આવે ત્યારે બાળકોને આપો આ સરસ અને ટેસ્ટી સરપ્રાઈઝ…

મસાલા ફ્રેન્ચ ફ્રાઈઝ

ફ્રેન્ચ ફ્રાઇઝ દરેક ને ભાવતી વાનગી છે. આ વાનગી નાસ્તા માં કે પાર્ટી માં સ્ટાર્ટર તરીકે પીરસી શકાય છે. બાળકો ને તો કોઈ પણ ટાઈમે આ પીરસો , બાળકો ખુશ ખુશાલ..

સાદી ફ્રેન્ચ ફ્રાઇઝ બહુ બનાવી અને બહુ ખાધી , ચાલો આજે બનાવીએ મસાલા ફ્રેન્ચ ફ્રાઇસ .. થોડી તીખી અને ફ્લેવરફુલ ..

સામગ્રી :

1. 5 થી 6 મોટા બટેટા,
2. તળવા માટે તેલ,
3. મીઠું,
4. 1/2 ચમચી સંચળ,
5. 1 ચમચી જીરાનો ભૂકો,
6. 1.5 ચમચી લાલ મરચું ,
7. થોડી હિંગ,
8. 1/2 ચમચી મરીનો ભૂકો,
9. 6 થી7 ચમચી કોર્ન ફ્લોર,

રીત:

સૌ પ્રથમ બટેટાની છાલ ઉતારી લાંબા કટકા કરવા.. આ કટકા પાણીમાં મીઠું નાખી 20 મીનીટ પાટે પલાળી રાખવા.


કડાય માં તેલ ગરમ મુકો …

બટેટા ના લાંબા કટકા ને એક કપડાં પર કાઢી લો. થોડા કોરા પડે એટલે એક થાળી માં લઇ લો.. હવે એમાં જીરા નો ભૂકો, સંચળ, લાલ મરચું ,મરી નો ભૂકો, હિંગ ,કોર્નફ્લોર અને મીઠું ઉમેરો… હાથ થી બધું સરસ મિક્સ કરી લો.

ગરમ તેલ માં કડક થાય ત્યાં સુધી તળો.

. ગરમ ગરમ પીરસો ..


નોંધ :
1. લાલ મરચાં નું પ્રમાણ સ્વાદ અનુસાર રાખવું ..
2. જો બધા બટેટા ના કટકા માં મસાલો એકસાથે કરીયે અને થોડી મિનિટ પડ્યા રહે એટલે એમાં થી પાણી છુટશે જ. ચિંતા ના કરતા થોડો કોર્ન ફ્લોર ભેળવી દેવો ..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી