એક પ્રેમ કહાની આવી પણ… ખુબ સુંદર….. શેર કરો તમારા મિત્રો સાથે….

- Advertisement -

મારુ દર્દ…..

સવારનો સમય હતો. વાતાવરણ ઠંડુ હતું . ગાંધીનગરનું ઘ ઝીરો જયાં ચાર રસ્તા પડતા હતા.હવામાંથી ગાડીની હોન નો અવાજ આવતો.રોડની બાજુમાં બાંકડા ઉપર એક યુવાન બેઠો હતો. સાધનોની અવરજવર તેના ચહેરાને વધુ ચિંતાઓમાં નાખતી હતી. કોઈ ગાડીને જોઈને તે બેઠો થઇ જતો. તેના ચહેરા ઉપર ચિંતાના વાદળો દેખાઈ આવતા હતા.

થોડીવારમાં ત્યાં એક સફેદ ફોર્ચુનર ગાડી આવીનને ઉભી રહી.તેમાંથી એક બાવીસ વર્ષનો યુવાન નિકળ્યો.બરમુડો અને ટીશર્ટ પહેરલી હતી.તેનું નામ મુન્નો હતું.ગાડીમાંથી જેવો પગ તેને નીચે મુક્યો તરત બાંકડા ઉપર બેઠેલ યુવાન સંદીપ તેને ભેટીને રડવા લાગ્યો.પેલો યુવાન પણ તેને ભેટીને રડવા લાગ્યો . થોડીવારમાં મુન્નો સ્વસ્થ થયો.સંદીપ ને બાંકડા ઉપર બેસાડ્યો તેને પાણી આપ્યું . ગાડીમાંથી તેને બ્રીસ્ટોલનું એક પેકેટ લાવ્યો અને સંદીપ ને આપ્યું . બન્નેએ આખુ પેકેટ ખાલી કરી દીધું. ત્યાં સુધી કોઈએ પણ એકબીજા સાથે વાત કરી નહિ.

રડતા રડતા સંદીપએ પોતાનું મૌન તોડ્યું ” કાલે અમે બન્ને અહીંજ બેઠા હતા.એ ચોર નિકળ્ર્યો બાધાને બનાવીને ભાગી ગયો.” મુન્નો ” મેં તને ખુબ સમજાવ્યો હતો, આનો સાથ તું નાં આપ. આ કોઈ દિવસ બધાને લઈને મારશે. તેનું તો શું ગયું.હું તેને પહેલી નજરમાં જ ઓળખી ગયેલો.એક દિવસ આ કંઈક કરશે.તુજ માનતો ન હતો મારી વાત”. સંદીપને રોતો જોઈને મુન્નો ત્યાંથી ઉભો થયો રોડ ક્રોસ કરીને સામેની બાજુ ગયો.પોતાના બટવામાંથી 20 રૂપિયા કાઢ્યા ” બે કટિંગ પેક કરો કાકા” . કાકાએ તરત ચા પેક કરી ને સંદીપ જોડે આવી ગયો.બન્નેએ ચા પીધી. ” તું બધા મિત્રોને જાણ કર મુન્ના અને આંજે કોલેજ બન્ધનું એલાન આપ”.

એપલ નો ફોન કાઢી તરત તેને બધા મિત્રો ને જાણ કરી.કોઈ કહેતું કાલ તો મારી જોડેથી પણ પૈસા લઇ ગયો છે.બધા મિત્રો ને 9 વાગે ભેગા થવાનું કહ્યું.સંદીપે પોતાનું સ્કૂટી ત્યોંજ પાર્ક કર્યું.બન્ને ગાડીમાં બેસીને સીધા જ સોલાબ્રિજ બાજુ જવા માટે નિકળી ગયા. હજુ પણ બન્ને વાતો જ કરતા “હું કાલે તેની જોડે જ ગયો હોત તો શારું થાત”. ગાડી 140 ની ઝડપે ચાલતી હતી.ત્યોં જ ગાડી ઉભી રહી કે સંદીપ અને મુન્નો દોડવા લાગ્યા. બન્ને સીધા જ સીડીના પગથિયાં ચડવા લાગ્યા કે સામે જ રતનકાકા ઉપર નજર પડી.બન્ને ના પગ ચોંટી ગયા.

જોરજોરથી રડવાનો અવાજ આવતો હતો. ત્યોં રૂમમાં એક બિસ્તર ઉપર એક યુવાન સૂતો હતો.પહેલા જેવી જ ખુમારી તેના ચહેરા ઉપર જોવા મળતી હતી.રેડ શર્ટ અને બ્લુ પેન્ટ પહેરલું હતું . સંદીપને થયું કે હમણાંજ ઊભો થશે.

સંદીપે જોર થી તેની છાતી ઉપર પડ્યો ને બોલ્યો ” પૂનમ ઉભો થા . ઓય ! પાગલ.. જો મુન્નો પણ આવ્યો છે.બધું સારું થઇ જશે યાર!”.તરત તેને બાજુમાં લઇ ગયો મુન્નો થોડીવારમાં ત્યાં મોટી સંખ્યામાં તેના દોસ્તોની ભીડ જામી ગઈ . પૂનમના શબને પી.એમ રૂમમાં લઈ જવામાં આવ્યું.સંદીપે પણ ત્યાં જવાની જીદ કરી ને ડૉક્ટરની પરવાનગી લઇને જોડે ગયો.શબને ધોઈને સાફ કરવામાં આવ્યું. તેની છાતી ફાડીને બધું જ બહાર કાઢી નાખવમાં આવ્યું.જયારે તેનું હ્દય ચેક કરવા બહાર કાઢેલ કે સંદીપ મનમાં વિચારવા લાગ્યો આ એજ હ્દય છે દોસ્ત જેને લીધે તું બધાથી ખુબ દૂર ચાલ્યો ગયો કોઈનું પણ વિચાર્યું નહિ કે બીજા લોકો નું શું ! એ લોકો માટે તો જીવવું હતું જે તાર માટે જીવતા ? .

ઘઉંના ભરેલા કોથરાની જેમ તેના શરીરને સીવી દેવામાં આવ્યુ.થોડીવારમાં તો ભારે ધરખમ શરીર એક રાખ થઇ ગયું.પૂનમના મોત પછી કોલેજમાં પણ કોઈ દોસ્તોને મૂડ રહેતો નહિ. કોઈ પાર્ટી કે કોઈ શાયરી નહીં બધુજ બન્ધ.સંદીપ કોજલેમાં ફક્ત તેની યાદોને વાગોરવા આવતો એથી વધુ તેની નજરો પેલી માનસી ને શોધતી.

માનસી ના લગ્ન અમિત જોડે થઇ ગયા હતા.જે દિવસે પૂનમ નું શબ અગ્નિની જ્વાલામાં બળતું હતું તે દિવસે જ માનસી તેના પતિ જોડે ૭ ફેરા ફરતી હતી.લગ્ન પછી તે પાલનપુર આવી ગયેલ. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ક્યારે પગ મુકે તેની રાહ સંદીપ જોતો હતો.તેને થતું કે આવે તો એને એક તમાચો મારુ.

આજે માનસી ના લગ્ન નો અને પૂનમ ના મૃત્યુનો ચોથો દિવસ હતો.માનસી થોડા જ દિવસમાં તો અમદાવાદ આવી ગઈ.બીજા દિવસે સવારે તે દુલ્હનની જેમ તૈયાર થઇ ને આવી હતી.તેના હાથની મહેંદી નો રંગ પણ ઉતર્યો ન હતો. રોજની જગાએ તેને પોતાનું સ્કૂટી ઉભું કરીને ચાલતી થઇ.તેની નજરો પૂનમ ને શોધતી હતી . જયારે પણ માનસી આવતી કે પૂનમ કોઈ નવો શેર રોજ કહેતો અને તે પણ તેને જોઈ ને દોડી આવતી, તેનો હાથ પકડતી.પૂનમ બધા દોસ્તોની સામે તેના હાથ ને ચૂમી લેતો . માનસી તેને કહેતી ” તું બેશરમ છે. કઈ ભાન છે બધા તારી સામે જ જોઈ રહ્યા છે હવે તો છોડ”. પૂનમ કહેતો ” ઑય ! જાન . પ્રેમમાં શરમ છાની. આ હાથ હવે તો કદી નહિ છૂટે. તેનોં હાથ પકડીને તેને કેન્ટીનમાં લઇ જતો અને ત્યોં બધા દોસ્તો જોડે રોજ મહેફિલ થતી.સંદીપ માનસી ને ઘણીવાર કહેતો કે ” તું આ પાગલનું કંઈક કર . ચોવીસ કલાક તારું જ નામ હોય છે”. માનસી પણ તેને ઘણીવાર જાવતી કે એટલો બધો પ્રેમ સારો નહિ પણ માને એ બીજા .

કેમ્પસની ખામોશી જોઈને તેને આજે નવાઈ લાગતી હતી. કેન્ટિનમાં પણ કોઈ ન હતું. ગાર્ડનમાં પણ કોઈ જોવા ન મળ્યું.માનસીની નજર લેબની સીડી ઉપર બેઠેલ સંદીપ ઉપર પડી તે તરત ત્યાં ગઈ .તેને કહ્યું ” કેમ શું થયું છે? પૂનમ કેમ દેખાતો નથી. એ પાગલ આજે કેમ હાથ પકડવા ના આવ્યો સંદીપ ? કેમ હું બીજાની થઇ ગઈ માટે? માનસી ના ઘણા સવાલ, દરેક સવાલમાં એક જ નામ આવે પૂનમ…પૂનમ…..પૂનમ

સંદીપથી રહેવાયું નહિ ને તેને એક તમાચો માનસીના ગાલ ઉપર લગાવ્યો.બોલ્યો ” બસ કર નાટક .તું ડાકણ છે . ડાકણ …” . આ અવાજ અને આ તમાચો જોઈને તે ગભરાઈ ગઈ. માનસી પણ વિચારવા લાગી શું થયું હશે. ત્યોં સંદીપ બોલ્યો ” તે મારા દોસ્તને મારી નાખ્યો .હવેે પૂનમ આ દુનિયામાં નથી”. આ સાંભળતો જ માનસી બેહોશ થઇ ગઈ. તરત બીજા દોસ્તો ત્યોં આવી ગયા. પાણી નો છંટકાવ કરી તેને હોશમાં લાવી. થોડુ પાણી આપ્યું.

માનસી ખૂબ રડવા લાગી તેના મુખે એક જ અવાજ હતો.” પૂનમ…..પૂનમ તું પાછો આવ .તારા વગર હુ નહીં જીવી શકુ”. તેને શાંત પાડી બધા દોસ્તો તેની આજુબાજુ હતા. સંદીપે અને મુન્નાએ બધી વાત કહી ” તારા લગ્નના આગળના દિવસે અમે ઘ ઝીરો સર્કલએ ભેગા થયેલા . એ તારા માટે જ તરસતો હતો.એ દિવસે તે ખુબ રડ્યો . કહેતો કે એને કહેજો એ બન્ને સદા સુખી રહે. માનસી ને કહેજો કે તેની સાથે હંમેશા મારુ જ નામ રહે “.

માનસી રડવા લાગી ને બોલી ” પાગલ તું એક પણવાર વિચાર ના કર્યો કે મારૂ દર્દ તારા સિવાય કોઈ નથી જાણતું. હું તને વચન આપું શું કે તારૂ નામ અને તારો ચહેરો સદાય મારી સાથે રહેશે.

સંદીપ બોલ્યો ” કેમ માનસી પ્રેમમાં તું નહિ મરી જાય .પૂનમ ની જેમ”.

માનસી ” હું પણ મરી જાઉં પણ…….તે બધાની સામે પોતાના પેટ ઉપર હાથ ફેરવવા લાગી….કોણ જાણે મારા દર્દ ને…….તારા સિવાય પૂનમ..

તે કેમ્પસમાંથી દોડીને ભાગી ગઈ . બધાજ લોકો સ્તબ્ધ થઇ ગયા. વાહ …માનસી વાહ… તે તો ભારે કરી. ના તું જીવી શકી ના મરી શકી….

લેખક : મયંક પટેલ

શેર કરો તમારા મિત્રો સાથે, લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી