મારુ નાં ભજીયા (Maru na bhajiya)

જરૂર ટ્રાય કરો ઇઝી અને ટેસ્ટી આફ્રિકા નાં મોસ્ટ ફેમસ મારુ નાં ભજીયા.

મારુ નાં ભજીયા (Maru na bhajiya)

સામગ્રી :

૨ નંગ બટેકા
૨ ટે સ્પૂન બેસન
૧ ટે સ્પૂન કોર્ન ફ્લાર
૧ ટે. સ્પૂન આદુ-લસણની પેસ્ટ
૨ નંગ લીલાં મરચાં જીણાં સમારેલાં
૧/૪ ટી સ્પૂન લાલ મરચું
૧/૨ ટી સ્પૂન જીરૂ
૧. ટે. સ્પૂન કોથમીર
મીઠું સ્વાદ મૂજબ
તેલ તળવા માટે

રીત :

• બટેકા ની છાલ કાઢી ધોઇ ને સ્લાઇસ કરી લો.
• તેમાં બેસન, કોર્ન ફ્લાર, આદ-લસણ ની પેસ્ટ, લીલાં મરચાં, લાલ મરચું, જીરૂ, કોથમીર મિક્સ કરો.
• બટેકા માંથી જે પાણી છૂટશે એનાથી જ બેસન , કોર્ન ફ્લાર માં બધો મસાલો સ્લાઇસ માં ચોંટશે.
• હલકા હાથે બધું મિક્સ કરી ગરમ તેલ માં એક એક છૂટી સ્લાઇસ મૂકી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
તૈયાર છે આફ્રિકા નાં ફેમસ મારુ નાં ભજીયા.

નોંધ :

• બટેકા ની સ્લાઇસ માં કોટ થાય એટલું જ બેસન લેવાનું છે. અને પાણી બિલકુલ નથી ઉમરવાનું.
• બટેકા માંથી જો વધારે પાણી છૂટે અને વધારે પડતું ઢીલુ થઇ જાય તો થોડો કોર્ન ફ્લાર કે બેસન ઉમેરવું.
• આદુ-લસણ થોડાં વધારે ઉમેરવાં.
• વેરીએશન માટે કસૂરી મેથી કે તાજી મેથી, કે ફૂદીનો લઇ શકાય.

રસોઇ ની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

આપ સૌને મારી વાનગી કેવી લાગી અચૂક જણાવજો !!

ટીપ્પણી