“ તું એવા સ્વપ્નને જન્મ જ ન આપ જે ક્યારેય ………!” કેમ સવ્પ્ન નહિ જોવાના….

‘મારી ઢીગલીનાં સપનાઓ!’

કુંવારી કન્યાનાં કોડ શા શા ના હોઈ. બચપનમાંજ્યારેહાથમાં કોઈ પણ દિકરી ઢીગલીપકડે ત્યારથી એ એનાં આવનારા જીવન માટે સપનાઓ જોવા લાગે છે.

“મારી ઢીગલી મારી રાજકુમારી છે. અને મારી રાજકુમારીનો રાજકુમાર તો એકદમ સુંદર હોવો જોઈએ. એ એક દિવસ એ આવશે મારી ઢીગલીને લઈ જાશે. પછી એનાં હૈયાની રાણી બનાવશે મારી ઢીગલીને. બિલકુલસિન્ડ્રેલાની વાર્તાની જેમ જ !”

ધીરે ધીરે એ ઢીગલીમાટે કરેલી કલ્પના ક્યારે પોતાની કલ્પના બની જાય છે. એનોખ્યાલ પણ નથી રહેતો.
જ્યારથીશ્યામાએ પોતાની દીકરી માહીનેબાર્બી ડોલથી રમતાં જોઈ છે. ત્યારથી એને આમનમાં આ ઢીગલીઓ વિષે ફરી એને કરેલી કલ્પનાઓ જે બાળ મૃત્યુ પામી હતી. એજ કલ્પાનોએ ફરી જન્મ લીધો.

જ્યારે હું અગ્યાર વર્ષની થઈ ત્યારે મારા જન્મદિવસની ઉજવણીમાં મને ઘણી બધી સરપ્રાઈજ ગીફ્ટ મળેલી. એમાં મોટે ભાગે બાર્બી ડોલનાં જ રમકડાઓમાંઆવી હતી. હું એ બધી જ બાર્બી વચ્ચે ધેરાઈ ગઈ. રોજ હું નવી નવી બાર્બી સાથે રમીને મોટી થવા લાગી.

હજી મનેબરાબર યાદ છે એ પહેલી વાર મારીબાર્બીનેએનાં સુંદર રાજકુમાર સાથે મેં ‘ડેઈટ’ પર મોકલી હતી. રમત રમતમાં મેં પણ મારી બાર્બી સાથે સાથે મારા રાજકુમાર સાથે મારી ફર્સ્ટ ‘ડેઈટ’ નાં સપનાઓ સજાવી લીધેલ.

પણઅફસોસ…….!
મનેક્યાં ખબર હતી કે મારી ‘ડેઈટ’ આટલીરોમેન્ટિક નહિ હોય.
જ્યારે હું મારા રાજકુમાર સાથે પહેલીવાર ડેઈટ પર ગઈ ત્યારે મારો રાજકુમાર તો મને સમય આપવાની જગ્યાએ એનાં મોબાઈલમાં વ્યસ્ત. થોડીવારમાટે મને લાગ્યું કે આ મારી સાથે ડેઈટ પર નહી, પણ એનાં મોબાઈલ સાથેડેઈટ પર આવ્યો છે.

એક પછી એક જૂની જૂની યાદો શ્યામાનાં મનમાં ઉભરાતી ગઈ અને તેને યાદ આવવા લાગ્યું, કેવી રીતે એનેસજાવેલાં સપનાઓનો એક એક શણગાર સમય જતાં ઉતરતો ગયો.

મને હજી યાદ છે જ્યારે હું પ્રી- સ્કુલમાં જવા લાગી ત્યારે મને મારી જ સાથે ભણતાં વિવેક સાથે આકર્ષણ થયું હતું. હું દિવસ રાત એનાં જ ખયાલોમાં રહેવા લાગી. હું જ્યારે મારી ઢીગલીને એનાં રાજકુમાર સાથે જોતી ત્યારે એ બનેની પેરમાં હું મને અને વિવેકને જ જોતી. દિવસ રાત મને એનાં વિચારો આવ્યાં કરતાં. જેમ હું મારી ઢીગલીનું ઘર સજાવતી એમ હું મારા ઘરની કલ્પનાઓ કર્યા કરતી. હું વિવેકને મારાથી ક્યારેય દૂર નહિ જ જવા દઉં એવું મેં મનોમન વિચારી લીધેલ.

અમે કલાસમેટ હોવાથી એ વારંવાર મારા ઘરે હોમવર્ક કરવા આવતો અથવા ક્યારેક હું એનાં ઘરે જતી. ક્યારેક કોઈ હોલીડેનાં દિવસે અમે બંને નજીકનાં ગાર્ડનમાં ફરવાં પણ જતાં.

જ્યારે અમે બંને કોલેજમાં આવ્યાં ત્યારે અમને આઝાદી પણ મળી અને બહોળો અવકાશ મળ્યો. હવે અમારી મિત્રતા પ્રેમમાં પરિણમી. શરૂઆતમાં અમે ખાલી કોલેજની કેન્ટીનમાં જ કોફી પીવા જતાં પછી ધીરે ધીરે સમય જતાં મૂવી જોવા જવા લાગ્યાં. વિવેકનોહુંફાળો સ્પર્શ મને સ્વર્ગનાં સુખની અનુભૂતિ કરાવતો. એનાં એક સ્પર્શેહું દુનિયા ભૂલી જતી. મારી દુનિયા, મારી જિદગી, મારા સ્વપ્નો હવે વિવેકથી આગળ વધતાં જ નહિ.

હું મારી દુનિયા નિર્દોષ દુનિયા અને મારી ઢીંગલીની નિર્દોષ દુનિયાનેસૌથી સુંદર દુનિયા સમજી બેથી. એ જ મારી ભૂલ. હવે જે અનુભવ થયો તે મને મારી જીદગીમાંસહુથી ભયંકર વિચિત્ર અનુભવ થયેલો તે તો હું કેમ ભૂલી શકું!

નાસમજણમાંહું જેને મારું સર્વસ્વ માની ચૂકી હતી. એતો મારી જોડે ટાઈમપાસ જ કરતો હતો એ મને ત્યારે સમજાયું જ્યારે એણે મને પ્રેગ્નન્ટ બનાવી. કુમળીવયે હું આવું કશું સમજી પણ ના શકી. મારા મમ્મી એ મારી આ બે-શરમ ભૂલને છૂપાવી દીધી. ડોક્ટર પાસે મેડીશિન લખાવી મને એ નાસમજ ભૂલમાંથી મુક્ત કરેલી. મારા મમ્મી ખુબ જ હોશિયાર એમણે કોઈપણ પ્રકારના હોબાળો મચાવ્યા વગર કે કોઈપણ પ્રકારે અકળાયા વગર મને એક સલાહ આપી કે હવે કોઈ પર વિશ્વાસ ન કરતી.

સ્ત્રીનું જીવન કાચ જેવું પારદર્શક હોય છે. એમાં આરપાર ખુદનું પ્રતિબિંબ સમાજ જોઈ શકતો હોય છે. સ્ત્રીનુંચારિત્ર્યસૂર્યનાં કિરણની જેમ સોનેરી ચમકતું હોય છે. હવે, એને કેવું અને કેવી રીતે ચમકાવવું એ તારા હાથમાં છે. અત્યારે હું તારી મા નહિ, પણ તારી મિત્ર બની તને સલાહ આપું છું. આ જીવન આમ જોઈએ તો સાવ નાનું છે. પણજો જીવન માતાપિતાએ અમેરિકાની આ બેશરમ દુર્ઘટનાને સાચવી-સંભાળી લઇ શ્યામાનું સમયસર એબોર્શન કરાવી જીવવામાં નાની ભૂલ કરી બેસીએ તો પણ જીવન પહાડ ચડવા જેવું કઠણ ને આકરું લાગશે! માટે તું ભવિષ્યમાં કોઈ ગાફેલમાં ન રહેવાની સલાહ આપુ છું. તું ભણવામાં ખુબ હોશિયાર છે. જે થયું તે ભૂલીને ભણવામાં ધ્યાન આપ. તારું જીવન તારા વિચારો મુજબ બનાવવા અથાગ મહેનત કર! બસ, એ જ હું ઈચ્છું.

હું પ્રોફેસર બનવાનાં સપના નાનપણથી જોતી હતી. લેકચરર બનવાની અતિ પ્રબળ ઈચ્છા હોવાથી મેં કોલેજ પૂરી કરી માસ્ટર ડીગ્રી મેળવવા માટે માસ્ટર ડીગ્રી કોર્સ પસંદ કર્યો.

માસ્ટર ડીગ્રી દરમ્યાન મને બે વર્ષમાં કેટલાંય વિવેક મળ્યાં પણ હું મારી જાતને સંભાળતી મારા ગોલ પર જ ધ્યાન આપતી. હું મારું નક્કી કરેલાં ધ્યેયને સિદ્ધ કરી ચૂકી હતી. મને સ્વપ્નમાં પણ મારું લક્ષ્ય જ દેખાતો. માસ્ટર પછી બી.એડ. એમ.એડ. પી.એચ.ડી તમામ કોર્ષ પુરા કરી હું ગુજરાત યુનીવર્સીટી અમદાવાદમાં સૌથી નાની ઉમરની લેકચરર બની ગઈ હતી. મારા કાર્ય બદલ મને એક ગોલ્ડ મેડલ પણ મળેલું. ત્યાર પછી હું કોલેજમાં મારી કેટલીય વિદ્યાર્થીનીઓને મેં વિવેક જેવા હવાસખોર નબીરાઓની નજરથી બચાવેલી.

મારીજિદગીમાં મેં મારા ગોલને તો પામી શકી, પણ……..પણ…….અફસોસ!

“મારીઢીગલી સાથે જોયેલાં મારા સપનાઓ ક્યારેય પૂરા ના થયાં!”
મેં મારી જ સાથે મારી જ કોલેજમાં જોબ કરતાં મારા જ પ્રોફેસર મિત્ર ડો.દીપકમહેતા જોડે લગ્ન કર્યા. અમે બંને સંતુષ્ટ છીએ, હેપ્પી છીએ એકબીજાથી.અમારા બંનેનાં લગ્નજીવન રૂપી બાગમાં મારી દીકરી રૂપે અવતરેલું નાનકડું કોમલ મુલાયમ ફૂલ ખીલી રહ્યું છે. જેમજેમ નવો સૂર્યોદય થતો જાય એમ એમ તે પણ મોટી થતી જાય છે.

પરંતુમેં મારી ઢીગલી જોડે જોયેલાં સ્વપ્નો હજી પૂરા થયાં નથી. હું સુખી છું પણ એ સ્વપ્ન તો મારા અંત સુધી અધૂરાં જ રહેશે……….નેઅધૂરાં જ રે,વાનાં! એમાં કોઈ શંકા નથી.

“મમ્મી……..તું કેમ કશું બોલતી નથી!જોને આ મારી નાનીનાનીઢીગલી એનાં રાજકુમાર જોડે ડેઈટ પર જાય છે. બંનેની જોડી કેવી સુંદર લાગે છે નહિ ?” , માહીના આ પ્રશ્નથી હું મારા વિચારોમાંથી બહાર નીકળી પણ………!

ના સમજણમાં જોયેલાં સપનાં અંતે દુ:સ્વપ્ન જ સાબિત થતાં મેં જોયેલાંછે. ખબર નહી પણ કેમ હું પોતે ભયંકર વિચારો કરતી માહીની સામે જોઈ બબડવા લાગી “ તારી ઢીગલીનાં સપનાઓ તારા નહિ બનાવતી!”

“ તું એવા સ્વપ્નને જન્મ જ ન આપ જે ક્યારેય ………!”

લેખક: તૃપ્તિ ત્રિવેદી

શેર કરો તમારા મિત્રો સાથે. વધુ વાર્તા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી