મોબાઇલ ને તમે દોસ્ત બનાવવા માંગો છો કે દુશ્મન … વાંચો આ લેખ

મેનર્સ.  [લઘુકથા]

ઘણા વખત પછી મળવા આવેલી ફ્રેંડ નીમા સાથે ડ્રોઈંગરુમમાં બેસીને વાતો કરી રહેલી સ્નેહાએ ડોરબેલ વાગી એટલે ઘરનો મુખ્ય દરવાજો ખોલ્યો. સવારે કોલેજ ગયેલી દીકરી શ્રુતિને જોઈ એણે ઉત્સાહભેર કહ્યું, ‘જો તો બેટા, નીમા આંટી આવ્યા છે.’

શ્રુતિએ નીમાબેનની સામે જોઈને સ્માઈલ આપ્યું અને પછી સ્નેહાને ઈશારાથી કહ્યું, ‘મમ્મી, મારે મોબાઈલ પર વાત ચાલુ છે.’ સ્નેહા આગળ કંઈ કહે તે પહેલાં તો શ્રુતિ મોબાઈલ પર વાત કરતાં કરતાં પોતાના બેડરુમમાં જતી રહી.

સ્નેહાએ  જરા ક્ષોભ સાથે ઝંખવાયેલા સ્મિતસહ નીમાને કહ્યું, ‘એને મોબાઈલ પર વાત ચાલુ છે.’  નીમાએ હસીને  કહ્યું, ‘ઇટ્સ ઓ.કે.સ્નેહા.’ અર્ધા કલાકની વાત ચીત પછી નીમાએ ઘરે જવા ઉઠતાં કહ્યું, ’બોલ, હવે તું ક્યારે મારા ઘરે આવે છે?’ સ્નેહાએ કહ્યું, ’આવીશ, આ ઘરનાં કામકાજમાંથી જરા ફ્રી થાઉં એટલે જરુર આવીશ.’ અને નીમા ગઈ. સ્નેહા શ્રુતિના બેડરુમમાં આવી. શ્રુતિ હજી પણ મોબાઈલમાં મગ્ન હતી. કદાચ ફ્રેંડ્સ સાથે  ચેટીંગ કરી રહી હતી.

‘શ્રુતિ, આ તે કંઈ રીત છે, તારી?’ જરાક રોષપૂર્વક સ્નેહા બોલી.

‘શું થયું, મમ્મી?’

આપ આ મજેદાર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

 

‘મારી ફ્રેંડ નીમાની સાથે બેસીને ઘડીભર વાત કરવાને બદલે તું બેડરુમમાં આવીને મોબાઈલમાં મચી પડી છે?’

‘મમ્મી, નીમા આંટી તારી ફ્રેંડ છે, એમની સાથે મારે શું વાતો કરવાની હોય?’

‘બેટા, હું તને કલાક બેસીને વાતો કરવાનું નથી કહેતી, પણ તારાથી એમને હાય-હેલો તો કહેવાય કે નહીં? આવી તોછડાઈ કરવાની? અમે તને આવું શીખવ્યું છે? ઇઝ ધીસ યોર મેનર્સ?’

‘મમ્મી, એક વાત કહે. દાદીને મળવા પણ કોઇ કોઇ વાર એમની ફ્રેંડ્સ અને રીલેટીવ્સ આવતાં હોય છે. ત્યારે તું એમાના કેટલાંને હાય-હેલો કરે છે? કેટલાંની સાથે બેસીને તું વાતો કરે છે? લીસન મોમ, યુ આર માય ફર્સ્ટ રોલ-મોડેલ. તું જે નહીં કરતી હોય એ બીહેવિયર મારી પાસે શી રીતે એસ્પેક્ટ કરી શકે?’

અને સ્નેહા અવાચક થઈને શ્રુતિની વાત સાંભળી રહી.

પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી