“ભાભીજી ઘર પે હૈ” ના ‘તિવારી જી’ એ અંગૂરી ભાભીને લઈને કર્યો મોટો ખુલાસો

બિગ બોસ 11ની વિનર રહેલી શિલ્પા શિંદે ટીવી શો ‘ભાભીજી ઘર પર હૈ’ને લઇને ઘણાં વિવાદોમાં રહી હતી. આ શોમાં શિલ્પાના પતિનો કિરદાર નિભાવેલી રહેલાં એક્ટર રોહિતાશ ગૌડ (મનમોહન તિવારી)એ લગભગ 2 વર્ષ પછી મોટો ખુલાસો કર્યો છે. રોહિતાશનાં જણાવ્યા અનુસાર, શિલ્પાને ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતું તે એકની બે ન થઈ. જો શિલ્પાના છેલ્લાં રિકોર્ડની વાત કરવામાં આવે તો તે પહેલાં પણ આવું કરી ચૂકી છે, પછી ભલે તે સીરિયલ ‘ચિડિયાઘર’ હોય કે કોઇ અન્ય. સીરિયલ કરવી અને છોડવી તે તેની આદત બની ગઈ છે.શિલ્પા શિંદે અને શુભાંગી અત્રે (વર્તમાન અંગૂરી)ની કમ્પેરિઝન થઇ શકે નહીં. હાં, જો લુકની વાત કરવામાં આવે તો શિલ્પા શિંદે એકદમ રિયલ ભાભી જેવી જ લાગે છે. શુભાંગીનું કામ પણ ઘણું સારું છે. જ્યારે તે શરૂઆતમાં આવી હતી ત્યારે તેની ઉપર ઘણું પ્રેશર હતું. જોકે, અમે લોકોએ તેને થોડું પણ પ્રેશર લેવા દીધું નથી. ડાયરેક્ટર અને સ્વંય શુભાંગીએ મળીને એક અલગ પ્રકારની અંગૂરી તૈયાર કરી હતી.

ભાભીજી ઘર પર હૈ’ ની શરૂઆત 2 માર્ચ, 2015ના રોજ થઇ હતી. આ શોના કારણે શિલ્પા ઘરે ઘરે જાણીતી બની હતી તેને પોપ્યુલારિટી પણ મળી હતી. થોડાં મહિના પછી શિલ્પાની પ્રોડ્યુસર બિનૈફર કોહલી અને ટીમની સાથે ફી ને લઇને વિવાદ થવા લાગ્યો. એવા પણ ન્યૂઝ સામે આવ્યાં કે બે વાર શિલ્પાની ફી વધારવામાં આવી હતી છતાં પણ તેના નખરા ચાલું હતા. શિલ્પા અન્ય ચેનલો સાથે કામ કરવા માંગતી હતી, જ્યારે તેને આવું કરવાથી રોકવામાં આવી રહી હતી.

વચ્ચે સીરિયલ છોડવા અને અવ્યવહારને લઇને શોના પ્રોડ્યુસર કોહલીએ શિલ્પા શિંદે વિરૂદ્ધ સિને એન્ટ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (CINTAA) માં ફરિયાદ કરી હતી. પ્રોડ્યુસરે કહ્યું, “ફી ન વધારવી, કોસ્ટયૂમ ડિઝાઇનર ન આપવાં અને હેરેસમેન્ટ જેવા દરેક આરોપ ખોટાં છે”. કોન્ટ્રેક્ટ પ્રમાણે, તેમની ફી બે વર્ષમાં વધારવાની હતી, પરંતું વર્ષભરમાં બે વાર વધારવામાં આવી છે.”તેને એક સારો કોસ્ટયૂમ ડિઝાઇનર આપવામાં આવ્યો. પરંતું તેણે તેની સાથે કો-ઓપરેટ કર્યું નહીં. એટલું જ નહીં, તેણે 6-7 કોસ્ટયૂમ ડિઝાઇનર્સને એવું કહીને બહાર કર્યાં કે તેઓ તેમના કામ પ્રમાણે પરફેક્ટ નથી. તે શૂઝ, જ્વેલરી અને મેકઅપ માટે પણ પૈસા માંગે છે. અમે તેને દરેક રીતે સપોર્ટ કર્યો. છતાંય તેણે અમારી ઉપર ઘણાં ખોટાં આરોપ લગાવ્યાં.” તેણે ચેનલ પાસેથી 20 લાખથી વધારે રૂપિયા લીધા, આ શરતે કે તેઓ તેની સાથે જ કામ કરશે. એવામાં અમે તેનું કોઇ અન્ય ચેનલ સાથે જોડાવું કઇ રીતે સહન કરીએ”. બેનિફેરે જણાવ્યું કે, “ફી ન વધારવી, કોસ્ટયૂમ ડિઝાઇનર ન આપવાં અને હેરેસમેન્ટ જેવા દરેક આરોપ ખોટાં છે

લેખન.સંકલન : પ્રિયંકા પંચાલ 

બોલીવૂડ જગતની સેલિબ્રિટીઓના ન્યુજ તેમજટેલિવિઝન જગતનું રોજ બનતા બનાવોનું અપડેટ મેળવવા માટે લાઇક કરો અમારું પેજ….

ટીપ્પણી