મેંગો રસ બહુ ખાધો, બનાવો “મેંગો રસગુલ્લા”

ફ્રેન્ડસ ! મેંગોની સીઝન ચાલુ રહી છે તો આ રેસીપી એકવાર બનાવજો !!

મેંગો રસગુલ્લા

સામગ્રી:

-૧ લિટર દૂધ
-૧/૨ ટે. સ્પૂન વિનેગર/લીંબુ નો રસ
-૧ કપ ખાંડ
-૨ ૧/૨ કપ પાણી
૧/૮ કપ મેંગો પલ્પ
-મેંગો એસ્સેન્સ ૧/૪ ટીસ્પૂન
-કેસર

રીત :

Step – 1 દૂધ ગરમ કરી ઉભરો આવે એટલે નીચે ઉતારી ૨ મિનિટ પછી વિનેગર ઉમેરી દૂધ ફાટે એટલે કપડા થી ગાળી લો.

Step – 2 ચોખ્ખું પાણી રેડી પનીર ધોઇ લો. હાથે થી કપડું દબાવી ને પાણી નિતારી લો.

Step – 3 સ્ટીલ નાં કુકર માં ખાંડ, પાણી ઉમેરી ઉકળવા મૂકો.

Step – 4 પનીર ને ૩-૪ મિનિટ સુવાળું થાય ત્યાં સુધી મસળો. પછી મેન્ગઓ પલ્પ મિક્સ કરી બોલ્સ બનાવો.

Step – 5 કુકર માં પાણી ઉકળી ગયું હશે. તેમાં બોલ્સ ઉમેરી ૩ સીટી વગાડો. રસગુલ્લા ની સાઇઝ ડબલ થઇ જશે મૅન્ગોઓ એસસેન્સ એડ કરી કુકર ઠંડુ પડે પછી રસગુલ્લા ફ્રિઝ માં મૂકી ઠંડા સર્વ કરો.

તૈયાર છે મેંગો રસગુલ્લા કેસર થી ગાર્નીસ કરવા.

રસોઈની રાણી : રાની સોની (ગોધરા)

આપ સૌને આ વાનગી કેવી લાગી મને કોમેન્ટમાં અચૂક કેજો !

ટીપ્પણી