મેંગો પાપડ ( Mango Papad )

સામગ્રી :

પાકી કેરી – ૩ નંગ
ખાંડ – ૨ ટબલ સ્પૂન
ઘી – ૧ ટી સ્પૂન

રીત :

૧. પાકી કેરીને ધોઇને છાલ કાઢી પાણી ઉમેર્યા વગર મીક્સર માં પલ્પ બનાવી ગારી લો. જેથી ગાંઠા ના રહી જાય અને સ્મૂધ પલ્પ બને.
૨. નૉન સ્ટીક પૅનમાંઘી લઇ કેરી નો પલ્પ અને ખાંડ ઉમેરો.
૩. મીડીયમ ફ્લેમ પર કુક કરો.
૪. પલ્પ જાડો થાય અને પૅન છોડવા લાગે ત્યારે ગૅસ બંધ કરો.
૫. તેલ થી ગ્રીઝ કરેલી સ્ટીલની મોટી થાડી માં પલ્પ પાથરો. બહું જાડુ કે બહું પાતડું નહી મીડીયમ અને એકસરખુ પાથરવું.
૫. હવે થાડી ની ઉપર નેટ ઢાંકી ને ઘર માં જ મુકી રાખો. ઘરમાં તડકો આવતો હોઇ તો તડકા માં મુકવું.
૬. પાપડ ની ધાર થોડી છૂટી પડવા લાગશે. એટલે સમજવું કે પાપડ તૈયાર છે.
૭. પાપડ ૨, ૩ દિવસમાં તૈયાર થઇ જશે.
૮. મનપસંદ શૅપ માં કટ કરી શકો છો. તૈયાર છે મૅંગો પાપડ. મૅંગો લેધર પણ કહી શકાય.

નોંધ :

૧. ખાંડનુ માપ કેરીની મીઠાશ પ્રમાણે લેવુ.
૨. આ પાપડ ને વધારે પડતા સુકાવવા ના નથી. બસ મોઇશ્ચર ઉડી જાય અને પાપડ થાડીમાંથી ઉખાડી શકાય એવો થાય એટલે પાપડ તૈયાર છે.
૩. આ પાપડ ફ્રિઝ માં ૧ મહિના થી પણ વધારે સમય સ્ટોર કરી શકાય છે.
૪. તાપ માં પણ સૂકવી શકાય. પણ બહાર તડકા માં રાખવાથી પાપડ માં ડસ્ટ ઉડી શકે છે. અને એ ચોંટી જશે.
૫. તડકા માં સૂકવેલા પાપડ કરતાં ઘર માં સૂકવીને બનાવેલાં પાપડ નો સ્વાદ વધારે સારો લાગે છે.

રસોઈની રાણી : નિશા પ્રજાપતિ (કમ્પાલા, યુગાંડા)

આપ સૌ ને આ વાનગી કેવી લાગી અચૂક કહેજો !

ટીપ્પણી