મેંગો મસ્તાની – સખત ગરમીમાં પીવા લાયક પીણું છે, ટેસ્ટમાં બેસ્ટ આ પીણું એકવાર જરૂર ટ્રાય કરજો……

મેંગો મસ્તાની

ઉનાળા માં મિત્રો ને અને પરિવાર ને પીરસો ખૂબ જ ટેસ્ટી આ મેંગો મસ્તાની . ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફાટ બનતું આ પીણું એક વાર જરૂર ટ્રાય કરજો.

આ ડ્રિન્ક નું નામ મેંગો મસ્તાની કેવી રીતે પડયુ એ તો મને ખબર નથી. પણ આ ડ્રિન્ક પુના માં ખૂબ જ પ્રચલીત અને લોકપ્રિય છે. કદાચ રાણી મસ્તાની ના નામ પર થી જ પડ્યું હશે . 😁😁

સામગ્રી :

  • 2 પાકી કેરી,
  • 1/2 વાડકો એકદમ ઠંડુ દૂધ,
  • 2 ચમચી ખાંડ,
  • 2 થી 3 સ્કુપ આઈસ ક્રીમ,
  • બદામ , કાજુ , પિસ્તા ની કાતરણ, સજાવટ માટે,
  • ચેરી , સજાવટ માટે.

રીત ;

કેરી ને ફળો નો રાજા કહેવાય છે !! જાણો છો કેમ !! આ ફળ સ્વાદિષ્ટ તો છે, પણ એટલું જ પૌષ્ટિક છે. કેરી ને સ્વાદ અને ગુણ નો ભંડાર છે. કેરી કોલેસ્ટ્રોલ ઘટાડે , ત્વચા મુલાયમ બનાવે , આંખ નું તેજ વધારે , પાચનશક્તિ વધારે , લૂ ના લાગવા દે વગેરે. હવે તો વિજ્ઞાને સાબિત કરી દીધું છે કે કેરી માં રહેલ પોષકતત્વો કેન્સર સામે રક્ષણ આપે છે. જોયું આને કેહવય ફળો નો રાજા..

ચાલો મેંગો મસ્તાની બનાવીએ.. કેરી ને ધોઈ , છાલ ઉતરો .. કટકા કાપી લો. થોડા કટકા સજાવટ માટે રાખી લો. સજાવટ માટે ના કટકા નાના નાના સુધારવા..હવે એક બાઉલ માં કેરી ના કટકા લો. એમાં એકદમ ઠંડુ દૂધ ઉમેરો. સાથે ખાંડ ઉમેરો. એકદમ સ્મૂધ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો..

સર્વ કરવાના ગ્લાસ માં પોણો ગ્લાસ ભરાય એટલું ભરો.. હવે એના પર આઈસ ક્રીમ નો સ્કુપ ગોઠવો. એના પર બદામ , પિસ્તા , કાજુ ની કાતરણ અને ચેરી ગોઠવો. તરત પીરસો..

નોંધ :::

• કેરી પાકી અને મીઠી પસંદ કરવી..
• વેનીલા ના બદલે મેંગો આઈસ્ક્રીમ પણ લઈ શકાય.
• મેંગો મસ્તાની એકદમ ઠંડુ જ પીરસવું. શક્ય હોય તો કેરી ઉપયોગ માં લેતા પહેલા chilled કરી લેવી..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

 

ટીપ્પણી