મેંગો કેસર ડ્રાયફ્રુટ લસ્સી – બજારમાં કેરી સરસ મળવા લાગી છે તો ચાલો દહીંની લસ્સીમાં કેરીનો સ્વાદ ઉમેરીને પરિવારજનોને પીરસીએ..

મેંગો કેસર ડ્રાયફ્રુટ લસ્સી (Mango Kesar Dry Fruits Lassi)

દહીંની લસ્સી અથવા તો છાશ બનાવીને પીવાથી પેટની ગરમી શાંત થાય છે . દહીંમાં હૃદય સંબંધી રોગો અને હાઈબ્લડપ્રેશર જેવી બીમારીઓ ને રોકવાની ગજબની ક્ષમતા રહેલી હોય છે. દહીં માં દૂધ કરતા વધારે કેલ્શિયમ નું પ્રમાણ રહેલું હોય છે. બજારમાં કેરી સરસ મળવા લાગી છે તો ચાલો દહીંની લસ્સીમાં કેરીનો સ્વાદ ઉમેરીને પરિવારજનોને પીરસીએ…

મેંગો કેસર ડ્રાયફ્રુટ લસ્સી બનાવવા જોઈતી સામગ્રી:

  • ૨-૩ પાકી મોટી કેરી,
  • ૧ લીટર મોળું દહીં,
  • ૧/૨ કપ દૂધ (ઓપ્શનલ),
  • ખાંડ,
  • ડ્રાય ફ્રુટ્સની કતરણ,
  • કેસર

મેંગો કેસર ડ્રાયફ્રુટ લસ્સી બનાવવા માટેની રીત:

સૌ પ્રથમ કેરીને ધોઈ છાલ કાઢી કટકા કરી લેવા.પછી મિક્ષર જારમાં કેરીના કટકા લઈ અને ખાંડ ઉમેરી પીસી લઇ પલ્પ બનાવી લેવો.હવે કેરીના રસમાં દહીં અને દૂધ ઉમેરી ૧- ૧.૫ મિનીટ માટે બ્લેન્ડર ફેરવી લેવું.જો દૂધ ન ઉમેરવું હોય તો પણ ચાલે.
લસ્સી બની જાય પછી થોડીવાર ફ્રિજમાં ઠંડી થવા રાખવી, ઠંડી લસ્સી વધારે ભાવશે.પછી ગ્લાસમાં ડ્રાયફ્રુટ્સ લઈ લસ્સી રેડી ઉપરથી ડ્રાયફ્રુટ્સ અને કેસરથી ગાર્નીશ કરવું.તો તૈયાર છે મેંગો કેસર ડ્રાયફ્રુટ લસ્સી.

મલાઈ કે માખણ પસંદ હોય તો તે પણ ઉપરથી ઉમેરી શકાય.

નોંધ:

ખાંડ આપના ટેસ્ટ મુજબ વધઘટ કરી શકાય, ડ્રાયફ્રુટ નો અધ્ધ કચરો ભૂકો હોય તો વધારે મજા આવે છે…
દહીં ઠંડુ લેવું, વધારે ગરમી હોય તો સર્વિંગ ગ્લાસમાં એક બે આઈસ ક્યુબ પણ ઉમેરી શકાય.
ડ્રાયફ્રુટ કે કેસર ન ઉમેરવું હોય અને માત્ર મેંગો લસ્સી બનાવી હોય તો પણ ચાલે, પ્લેન મેંગો લસ્સી પણ સ્વાદે એટલી જ મસ્ત લાગે છે.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી