મેંગો હલવા

સામગ્રી :

2 નંગ કેસર કેરી
3/4 કપ ખાંડ
5 ઈલાયચી
1કપ સુજી
3સ્પૂન ઘી
1.5કપ પાણી
કેસર (ઓપ્શનલ )
કાજુ, દ્રાક્ષ ,અને દાડમ ગાર્નિશિઁગ માટે

રીત :

કેરીના નાના કટકા કરી તેમા ખાંડ, ઈલાયચી, કેસર ઉમેરી મિક્શર મા ક્રશ કરવા અને 15મીનીટ રેસ્ટ આપવો. કઢાઈ મા ઘી ગરમ કરી સુજી ને શેકવી અને પાણી ને ગરમ કરી સૂજી મા ધીરે ધીરે જરૂર મુજબ ઉમેરતા જવુ
પછી થિક થાય એટલે કેરીનુ મિક્શર ઉમેરવું અને થોડા થોડા ટાઇમે હલાવતા રેહવુ. આને 7 થી 10મીનીટ સુધી કૂક કરવુ. અને હલવો રેડી થયા પછી ફ્રાય કરેલા કાજુ દ્રાક્ષ અને દાડમના દાણાથી ગાર્નિશ કરવુ.

રસોઈની રાણી : નિધિ શુકલ, જામનગર

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી અચૂક જણાવજો !

ટીપ્પણી