મેંગો ગુલાબ જાંબુ

ગુલાબ જામ્બૂ ગમે છે ? મેઁગોની સિઝન હોય તો પછી મેઁગો ગુલાબ જામ્બૂ હો જાય ?

સામગ્રી :

1 કપ મિલ્ક પાવડર
1/4 કપ મેંદો
1/4 ટી સ્પૂન બેકિંગ પાવડર
3 ટે સ્પૂન બટર
1 નંગ મિડીયમ પાકી કેરી

ચાસણી માટે :

1 કપ ખાંડ
1 કપ પાણી
સર્વ કરવા :
ફ્રેશ મેઁગો પીસીસ /સ્કૂપ ઑફ મેઁગો આઇસ ક્રીમ.

રીત :

1 પાકી કેરી નો પલ્પ કાઢી લો .ગૅસ પર 7/8 મિનીટ તેને ઘાટો કરવા રાખો. તેને જાડા બોટમ વાડા વાસણ મા સતત હલાવતા રહો. આ મિશ્રણ ઠંડુ પડે પછી તેમાં મિલ્ક પાવડર, મેંદો, બેકિંગ પાવડર, માખણ નાખી લોટ બનાવો .જરૂર પડે તો થોડુ દૂધ ઉમેરો.

આ કણક ને ભીના કપડા માઁ 15 મિનીટ રાખો . ગેસ પર ચાસણી બનાવા મુકો. (10 મિનીટ ઉકાળવી ) હવે કણક માથી ગુલાબ જામ્બૂ ના તિરાડ વગર ના ગોળા વાડવા. મધ્યમ તાપે તેલમા તડી, ચાસણી માઁ નાખવા.ઠંડા પડે પછી કેરી ના પિસ અથવા આઈસ ક્રીમ સ્કૂપ સાથે સર્વ કરો.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી અચૂક જણાવજો !

ટીપ્પણી