મેંગો જીન્જર ગાર્લિક અથાણુું ( Mango Ginger Garlic Pickle )

સામગ્રી :

૧ કપ લસણની કડી
૧/૨ કપ આદુ
૧/૩ કપ કાચી કરી નાં કટકા
૧ કપ તેલ
૩/૪ કપ ખાટા અથાણાં નો મસાલો

રીત :

૧. આદુને ધોઇને છોલીને ફરીથી ધોઇ કોરુ કરી લેવું.
૨. લસણ અને આદુને ચીલી કટરમાં ક્રશ કરી અલગ અલગ રાખવાં.
૩. મોટી કઢાઇમાં તેલ લઇ થોડું ગરમ થાય એટલે ક્રશ કરેલું લસણ સાંતડવું, ૨ મિનિટ પછી આદુ ઉમેરવું. હલાવતા રહેવું જેથી એકસરખું સંતડાય.
૪. થોડું ગોલ્ડન કલર આવે એટલે ગૅસ બંધ કરવો. બહું વધારે બ્રાઉન કલર નથી આવા દેવાનો.
૫. ગૅસ બંધ કર્યા પછી પણ વાર હલાવતા રહેવું.
૬. ઠંડુ થાય પછી કેરી ને છોલી ને તેનાં એકદમ નાનાં કટકા અને અથાણાંનો મસાલો ઉમેરવો. બરાબર મિક્સ કરવું.
૭. બીજા દિવસે કાચ ની બરણીમાં ભરી ફ્રિઝ માં રાખવું.

નોંધ :

૧. આ અથાણું બાહર રાખી શકાય પણ ફ્રિઝમાં રાખવાથી લાંબો સમય સુધી સ્વાદ ફ્રેશ રહે છે.
૨. તેલ થોડું અથાણાં ની ઉપર રહે એટલું રાખવું, કોરુ પડતું હોય તો તેલ ગરમ કરી ઠંડુ કરી અથાણાં માં ઉમેરવું.

રસોઈની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

આપ સૌ ને મારી આ વાનગી કેવી લાગી કોમેન્ટ માં અચૂક જણાવજો !

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!