મેંગો કોકોનટ પેંડા ( Mango Coconut Penda )

સામગ્રી :

મિલ્ક પાવડર – ૧ કપ
ઘી – ૨ ટી સ્પૂન
મેંગો પલ્પ – ૧ ૧/૨ કપ
દૂધ – ૧/૪ કપ
ખાંડ – ૩/૪ કપ ( સ્વાદ પ્રમાણે )
સૂકુ કોપરાનું છીણ – ૧/૨ કપ
કેસર – ૧૦-૧૨ તાંતણા
ગરમ દૂધ – ૨ ટેબલ સ્પૂન
બદામની કતરણ – ૨ ટેબલ સ્પૂન

રીત :

૧. પાકી કેરીનો પલ્પ બનાવી લો. (પાણી ઉમેર્યા વગર)
૨. એક વાટકીમાં ગરમ દૂધ લઇ તેમાં કેસર મિક્સ કરી એકબાજુ રાખો.
૩. બીજા બાઉલમાં ૧/૪ કપ દૂધ ( થોડું ગરમ કરવું )લઇ મિલ્ક પાવડર ઉમેરી બરાબર મિક્સ કરો. પેસ્ટ જેવું બનશે.
૪. પેનમાં મેંગો પલ્પ લઇ સતત પકાવો. લગભગ ૪ મિનિટ પછી ઘી અને મિલ્ક પાવડરની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો.
૫. ખાંડ ઉમેરો. ૩-૪ મિનિટ સતત હલાવતા રહો.
૬. થોડુ જાડું થવા આવે એટલે કોકોનટ પાવડર અને કેસર વાડુ દૂધ ઉમેરો. પછી ૧૨-૧૫ મિનિટ કુક કરો.
૭. મિશ્રણ જાડું થાય અને પેન છોડવા લાગે એટલે ગૅસ પરથી ઉતારી લેવું.( લાગે કે ઠંડુ થયા પછી પેંડા વારી શકાશે એટલું કુક કરવું. બહું જ વધારે પડતુ ના શેકવું.)
૮. પ્લેટમાં કાઢી ઠંડુ થાય પછી પેંડા બનાવવા.
૯. પેંડા બનાવી બદામની કતરણથી ગાર્નિશ કરો.
તૈયાર છે મેંગો કોકોનટ પેંડા

નોંધ :

૧. ખાંડને બદલે ૩/૪ ક્ન્ડેન્સ્ડ મિલ્ક પણ લઇ શકાય. અહિયાં ખાંડ લીધી છે.
૨. પેંડા ફ્રિઝમાં રાખવાં.
૩. ઇલાયચી પાવડર પણ ઉમેરી શકાય અને પીસ્તાથી પણ ગાર્નિશ કરી શકાય.
૪. પેંડા બનાવતી વખતે કદાચ થોડું સોફ્ટ લાગશે. પણ બીજા દિવસે સારી રીતે સૅટ થઇ જશે.

રસોઈની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

આપ સૌ ને મારી આ વાનગી કેવી લાગી કોમેન્ટ માં અચૂક જણાવજો !

ટીપ્પણી