મને જ કરું છું ફરિયાદ

35 વર્ષની ઉમર પછી – હું તેને દરરોજ ફોન ના કરી શકી.
છતાંય પણ તેણે મને માફ કરી દીધી.

30 વર્ષની ઉમર પછી – હું તેને સમયાંતરે મળવા ના જઈ શકી.
છતાંય પણ, તેણે મને માફ કરી દીધી.

25 વર્ષની ઉંમરે – હું તેને લગ્ન કરીને એકલો પાડીને જતી રહી.
છતાંય પણ, તેણે મને માફ કરી દીધી.

 

22 વર્ષની ઉંમરે – હું તેનાથી અજાણ્યા પુરુષ સાથે પ્રેમમાં પડી ગઈ.
છતાંય પણ, તેણે મને માફ કરી દીધી.

બાળપણમાં હું એક પછી એક ઘણી બધી માસુમ શેતાનીઓ કરતી જ રહી.
છતાંય પણ, તેણે મને માફ કરી દીધી.

માફ કરવું તો દૂરની વાત રહી,
મારા જન્મ પર જયારે તેની પત્ની એ છેલ્લા શ્વાસ લીધા,
તે બદલ તેણે ક્યારેય મને દોષિત પણ ના ગણી.

વર્ષો પછી પોતાના ગુજરી ગયેલા પિતાનો ફોટો હાથમાં લઈ;
એક દીકરી આંખમા આંસુ સાથે કંઈક આમજ વીતેલા વર્ષોને યાદ કરતી રહી. અને બસ ખુદને જ ફરિયાદ કરતી રહી…

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

ટીપ્પણી