“કાશ્મીરમાં સેના”: વિનોદમાં વક્રોક્તિ” – વાંચો, શેર કરો અને લાઇક કરો…

“કાશ્મીરમાં સેના”: વિનોદમાં વક્રોક્તિ”

એક કાશ્મીરી, એક પત્રકાર અને એક ખડતલ પૂર્વ સૈનિકનું કાશ્મીરી આતંકવાદીઓએ અપહરણ કર્યું. ટેરરિસ્ટોના આગેવાને તેમને જણાવ્યું કે તેમનું માથું ધડથી અલગ કરી અને તેમને નગ્નાવસ્થામાં સડકો પર ઘસડવામાં આવે તે પહેલા તે દરેકની એક અંતિમ ઈચ્છા પૂર્ણ કરશે.
કાશ્મીરી એ કહ્યું, ‘ હું ખાવાનો શોખીન છું, અને એક પ્લેટ તંદૂરી ચિકન ખાવાનું પસંદ કરીશ. આગેવાને તેના એક સાગરીતને ઈશારો કર્યો જે ચિકન લઈને પરત ફર્યો. કાશ્મીરી સઘળું ચાટીને સાફ કરી ગયો, અને કહ્યું, ‘હવે હું શાંતિથી મરીશ.’

પત્રકારે કહ્યું, ‘અંતિમ સમય સુધી, હું એક પત્રકાર છું. હું મારા કેમેરા વડે હમણાં જે વીતવાનું છે તેનો આંખે દેખ્યો ચિતાર આપવા માગું છું. કદાચ એક દિવસ લોકો મારો આ રીપોર્ટ જોશે અને જાણશે કે મેં આખરી પળ સુધી મારુ કામ કર્યું. આગેવાને તેને એક કેમેરા આપ્યો અને રિપોર્ટરે રેકોર્ડિંગ અને રિપોર્ટિંગ કરવા માંડ્યુ.

તે બોલ્યો, ‘હવે હું શાંતિથી મરીશ.’
આતંકીઓનો આગેવાન હવે સૈનિક તરફ વળ્યો અને પુછ્યું, ‘હવાલદારજી!, હવે તમારી અંતિમ ઈચ્છા શું છે?’
મને પછવાડે લાત મારો, સૈનિકે કહ્યું.
શું? આગેવાને પુછ્યું, ‘તારા આખરી કલાકમાં તું અમારી મજાક કરી રહ્યો છે?’

‘ના, હું મજાક નથી કરી રહ્યો, હું ઈચ્છું છુ કે તું મને પાછળથી લાત મારે.’ સૈનિક મક્કમ હતો. હવે આતંકીઓનો નેતા આપણાં સૈનિકને યાર્ડમાં વચ્ચોવચ લઈને આવ્યો અને તેને પાછળથી એક લાત મારી. સૈનિક આગળ તરફ ગડથોલુ ખાઈ ગયો પણ પળવારમાં તે ઘૂંટણ પર આવી ગયો અને તેની જૂની કેમોફ્લેજ વર્દીમાંથી વીજળીક ત્વરાથી એક 9 એમ.એમ. પિસ્ટલ બહાર આવી, એક ગોળી અને આતંકી આગેવાન ત્યાં જ ઢેર થઈ ગયો. બાકી બચેલા આતંકીઓ હજી કઇં સમજી શકે તે પહેલા તો બળૂકા હવાલદાર સાહેબે પોતાના સાઈડ આર્મનું મેગેઝીન સામે ઉભેલા છ આતંકીઓ પર ખાલી કર્યું. પોતાના છરા વડે એક આતંકી નું ગળું કાપ્યું અને મૃત આતંકી પાસેથી ઊઠાવેલી એ.કે. 47 વડે ગોળીઓ વરસાવી બચેલા 11 આતંકીઓને 72 વર્ષની હુરો પાસે પહોચાડ્યા. પલક ઝબકતા જ સઘળા આતંકીઓ યા તો ખતમ થઈ ગયા અથવા જીવ બચાવવા નાસી છૂટ્યા.

પૂર્વ સૈનિક જેવો કાશ્મીરી અને પત્રકારના બંધનો છોડી રહ્યો હતો, કે તેમણે એ વિરલાને પુછ્યું, ‘તમે આ બધા આતંકીઓને કેમ પહેલા જ ગોળી ન મારી દીધી? અને પેલાને કેમ તમારી પાછળ લાત મારવાનું કહ્યું?

કારણકે, સૈનિકે જવાબ આપ્યો, ‘જો મે પહેલા જ ગોળી ચલાવી હોત, તો તમે બંને મંદબુધ્ધિઑ એ એવું રિપોર્ટિંગ કર્યું હોત કે, ‘ એક આક્રમણખોર ભારતીય સૈનિકે નિર્દોષ કાશ્મીરીઓને ખતમ કરી નાખ્યા. કાશ્મીરમાં સઘળાં રક્તપાતનું મૂળ કારણ આ સૈનિક જ છે.

… ભારતીય લોકશાહીની વક્રોક્તિ..

લેખક : મનન ભટ્ટ

તમને સારું લાગ્યું હોય તો શેર કરો આ વાત તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી