જંગલના રાજા નો મેનેજમેન્ટ લેસન

0
8

ઉનાળાની બપોરે એક દિવસ જંગલમાં સિંહ પોતાની ગુફા પાસે આળસ ખાતા ખાતા બેઠો હતો. ત્યાંથી શિયાળ નીકળ્યું.

શિયાળ : જરા કહેશો કેટલા વાગ્યા મરી ઘડિયાળ તૂટી ગઈ છે.

સિંહ : અરે મને આપને, હું તેને હમણાં જ ઠીક કરી દવ છું.
શિયાળ : અરે રેવાદે ! ઘડિયાળની અંદર બહુ કોમ્પ્લેક્ષ હોય બધું,
તારા પંજા પડશે તો સાવ ભુક્કા જ કરી નાખશે.
સિંહ : પણ મને આપ તો ખરા!
શિયાળ : ખોટે ખોટી રેવાદે, મુરખને પણ ખબર પડી જાય કે સિંહ ક્યારેય ઘડિયાળ ઠીક ના કરી શકે.
સિંહ : અરે ના ના! એવું નથી સિંહ પણ કરી શકે લાવ દે મને.

સિંહ તેની ગુફામાં ગયો અને થોડીવારમાં દોડતો દોડતો પાછો આવ્યો,
શિયાળે જોયું તો ઘડિયાળ એકદમ પરફેક્ટ હતી.
શિયાળતો ખુશ થઇ ગયો,
સિંહ પોતાની આવડતનું અભિમાન કરતા કરતા ફરી આળસ ખાવા લાગ્યો.
થોડીવાર બાદ ત્યાં એક ભાલુ આવ્યો.
ભાલુ : આજે રાત્રે હું તારી ઘરે ટી.વી. જોવા આવીશ કારણકે મારું ટી.વી. ખોટવાઈ ગયેલ છે.
સિંહ : અરે મને આપી દે હું ઠીક કરી દવ.

ભાલુ : રેવાદે, ટી.વી.ની અંદરની મશીનરી બહુ જ જટિલ હોય છે.
તારા હાથના મોટા પંજા તેને વધારે જટિલ કરી દેશે. હા હા હા…
સિંહ : કઈ વાંધો નહિ. ટ્રાય કરવા તો આપ.
સિંહ તેની ગુફામાં ગયો, થોડીવાર માં દોડતો દોડતો પાછો આવ્યો, ઠીક થઇ ગયેલ ટી.વી. પાછુ ભાલુંને આપ્યું.
ભાલુ તો જોતો જ રહી ગયો કે આ કેમ થયું !
તે ખુશ થતા થતા ઘરે ગયો.

રહસ્ય :

સિંહની ગુફામાં એક ખૂણામાં એક ડઝન જેટલા નાના અને બુદ્ધિશાળી સસલા ૨૪*૭ આ જ કામ કરતા. જયારે બીજા એક ખૂણામાં એક સિંહ બેસીને ધ્યાન રાખતો.

મોરલ :

કોઈ પણ મેનેજરની પ્રતિષ્ઠા અને સફળતાનું કારણ તેની નીચે કામ કરનારા કાર્યક્ષમ કર્મચારી જ હોય છે. વાર્તા અને તેનું મોરલ ગમ્યું હોય તો લાઈક કરી મિત્રોને જરૂરથી શેર કરજો.

સાભાર – દીપેન પટેલ

ટીપ્પણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here