રાજકોટના એક સામાન્ય માણસની, અસામન્ય લાઈફ !!

બચુભાઈ બી. મકવાણા (રે. રાજકોટ)

છેલ્લા 9 વર્ષ થી નીલકંઠ પાર્ક રાજકોટ અને તેની આજુબાજુની 10 સોસાયટી માં સવારે 8 થી બોપોર ના 12 વાગ્યા સુધી 2 રીક્ષા અને 1 વાન દ્વારા સોસાયટી ના અંદર ના રસ્તાઓ માં ફરી રોટલા રોટલી અને ચણ ભેગું કરે છે.

વાસી રોટલા રોટલી અંદાજે 20 મણ અને ચણ 10 મણ દરરોજ ભેગું થાય, આ ભેગી થયેલી વસ્તુઓ રાંદરડા તળાવ ના કાંઠે, રાજકોટ ઝૂ ની આજુ બાજુ અને બાંડીયા બેલી (થાન) સુધી આ વસ્તુઓ પક્ષીઓ, કુતરાઓ ને દરરોજ 3 થી 6 કલાક સુધી નાખવા જાય છે.

આ કામગીરી માં તેના પુત્રો જોડાઈ છે, તેઓ ની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી છે છતાં દર વર્ષે એક વખત અનાથ દીકરીઓના સમૂહ લગ્નો નું આયોજન દાતાઓના સહકાર થી કરે છે.

વર્ષમાં 365 દિવસ આ કામ સતત ચાલતું રહે છે.બચુભાઈ મારા પરમ મિત્ર છે એ મારા માટે અહોભાગ્યની વાત છે. હું તો તેને પૃથ્વી ઉપર ના ભગવાન જ ગણું છું, આમ હું ક્યારેય મંદિરો માં જતો નથી. બચુભાઈ ને
100 100 સલામ.

સાભાર : બી.ડી.બાલા સાહેબ

મિત્રો, કહેવાય છે ને કે જેને દુનિયાને કઈ આપવું છે એને કઈ નડતું નથી, સિવાય કે આપણા બહાના અને આળસ ! આજે, આપણે સૌ આ પોસ્ટ ને વધુ શેર કરી બચું ભાઈનો ઉત્સાહ તો વધારી જ શકીએ !!

ટીપ્પણી