“મમરાની ચીક્કી” – આજે જ બનાવતા શીખી જાવ, બાળકોને ખુબ પસંદ આવશે..

“મમરાની ચીક્કી”

સામગ્રી:

1) ૧૫૦ ગ્રામ ગોળ,
2) ૧૦૦ ગ્રામ મમરા,

આજે આપણે માર્કેટ માં જે મમરા ના લાડુ મળે છે તેનું વર્જન વણેલી મમરા ની ચીક્કી માં કર્યુ છે. આ ચીક્કી ને ઘરે બનાવવી ખૂબ જ સરળ છે, તેને બનાવવા ગોળ નો પાયો બરાબર બનવો ખૂબ જ જરૂરી છે. જો પાયો બરાબર બને તો તેનું રીઝલ્ટ ખૂબ જ સરસ આવે છે. તો ચાલો આપણે તેને કેવી રીતે બનાવવી તે જોઈએ જેથી તેનું રીઝલ્ટ પરફેક્ટ આવે.

બનાવવાની સરળ રીત:

1) સૌથી પહેલા આપણે મમરા ને ૨-૩ મિનીટ શેકી ક્રીશ્પી કરી લઈશું


2) હવે એક નોન સ્ટીક ની કે જાડા તળિયા વાળી કડાઈ માં ગોળ નો ભૂકો ઉમેરીશું અને તેને ધીમા થી મધ્યમ ગેસ પર હલાવતા રહીશું


3) આ રીતે એનો golden કલર આવે ત્યાં સુધી અને થવા દઈશું


4) હવે એમાં શેકેલા મમરા ઉમેરી ને મિક્ષ કરી દઈશું, મમરા ઉમેરતી વખતે ગેસ ધીમો કરી દેવો


5) બધું મિક્ષ થઇ જાય એટલે એને કિચન પ્લેટફોમ પર પાથરી દેવું (પ્લેટફોર્મ પર, વેલન પર અને વાટકી ની પાછળ ઘી કે તેલ લગાવી દેવું)


6) પહેલા એને વાટકી ની મદદ થી થોડું ફેલાવી દો અને તુરંત જ વણવાનું શરુ કરો


7) આ રીતે જાડા વેલન થી ચીક્કી ને બને એટલી પાતળી વાણી લેવી


8) હવે એ ગરમ હોય ત્યારે જ એના પર કાપા પાડી દેવા જેથી જયારે તે ઠંડી થાય ત્યારે તેના સરસ ટૂકડા થઈ જાય.


9) હવે આ ચીક્કી તૈયાર છે તમે તેને ડબ્બા માં ભરી ને સ્ટોર કરી શકો છો

નોંધ : મમરાને કાચા પાકા શેકવા , ગોળ પોચો હોય તેવો લેવો જેથી તે જલ્દી ઓગળી જાય, ચીક્કી જયારે થોડી ગરમ હોય ત્યારે જ તેને વણવી જેથી તમારે જેટલી પાતળી વણવી હોય તેટલી વણી શકાય, ચીક્કી ને વણવા માટે બને તો જાડુ વેલન જ ઉપયોગ માં લેવું.

સૌજન્ય : શ્રીજી ફૂડ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી