મલ્ટી ગ્રેઇન ઘારેવડા – બહુ ખવડાવ્યા અને ખાધા સાદા પુડલા હવે જયારે બનાવવાનું વિચારો ત્યારે આ નવીન વેરાયટી જરૂર ટ્રાય કરજો..

મલ્ટી ગ્રેઇન ઘારેવડા

પુડલા અને ચીલા તો આપણે બનાવીએ જ છીએ પણ પુડલા ની જેમજ ઢોકળાના ખીરામાંથી ઘારેવડા પણ બને છે તે તમે લોકો બનાવો છો કે નહિ? અને તેવાજ ઘારેવડામાં મે ઇનોવેશન કર્યુ છે.
તો ચાલો બનાવીએ,

સામગ્રી:

• ૨ કપ ચોખા,
• ૧ કપ ચણાની દાળ,
• પા કપ અડદની દાળ,
• પા કપ મગની ફોતરા વગરની દાળ,
• ખાટી છાશ,
• મીઠું સ્વાદઅનુસાર,
• ૧ ચમચી જીરુ ,
• ૩ કળી લસણ,
• મરચુ સ્વાદઅનુસાર,
• ચપરટી હિંગ,
• થોડીક ઝીણી સમારેલી કોથમીર,

રીત:

૧ બધી દાળ અને ચોખાને સરખી રીતે ધોઇને છાશ અને થોડું મીઠું નાખીને ૪ થી ૫ કલાક પલાડી દેવા અને પછી મિક્સ્ચરમાં લીસા પીસી લેવા પુડલા જેવુ ખીરું તૈયાર કરવું.

૨ લસણ વાટી લેવું.

૩ જીરુ વાટી લેવું.

૪ ખીરામાં ઝીણી સમારેલી કોથમીર,  વાટેલા લસણ જીરુ, મરચું, મીઠું અને હિંગ એડ કરવા.

બધી વસ્તુ ખીરામાં મિક્ષ કરી લેવી.

એક લોઢીમાં તેલ લગાવીને ગરમ થાય એટલે ચમચા વડે ખીરું પાથરવુ.

૯ બેય સાઇડ લાઇટ બ્રાઉન કલરનું શેકી લેવું.

લ્યો તૈયાર છે મલ્ટી ગ્રઇન ઘારેવડા ટોમેટો કેચઅપ,લીલી ચટણી અથવા દહીંની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.

* તમે ઇચ્છો તો ખીરામાં ઝીણા સમારેલા ડુંગરી,ટમેટા અને કેપ્સીકમ એડ કરી શકો છો.

રસોઈની રાણી : યોગિતા વાડોલીયા 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી