લગ્ન પ્રસંગમાં તો બહુ ખાધી હશે હવે ઘરેજ બનાવો મલાઈ રબડી….

રબડી (MALAI RABADI)

સામગ્રી

૨ લીટર ફુલ ક્રીમવાળું દૂધ,
૨૦૦ ગ્રામ ખાંડ,
૧ ટેબલસ્પૂન કોર્નફલોર,
ચપટી કેસર,
૧/૨ ટીસ્પુન ઈલાયચી પાવડર,
ચપટી બેકિંગ સોડા,
૧/૪ કપ કાજુ, બદામ, પીસ્તા,

રીત

એક મોટી તપેલીમાં થોડું ઘી લગાડી, તેમાં દૂધ લઈ, તેને ગેસ પર ગરમ કરવા મુકવું.
દૂધમાં ઉભરો આવે પછી તેમાં બેકિંગ સોડા નાંખી, મીડીયમ તાપે, તેને ૨૦-૨૫ મિનિટ ઉકાળવું.
દૂધને ધીમે ધીમે હલાવતા રહેવું.
દૂધને હલાવતી વખતે તવેતાથી તપેલીમાં આજુબાજુ દૂધ લગાડતા રહેવું અને આજુબાજુ જે મલાઈ ચોટે તે ઉખાડી લેવી.
દૂધ થોડું ઉકળે પછી ૩-૪ ટેબલસ્પૂન દુધમાં કોર્નફલોર મિક્સ કરી, દૂધમાં નાખી, દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું.
દૂધ ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ, કેસર અને અડધા ડ્રાયફ્રુટ્સ નાંખી, ધીમા તાપે ૪-૫ મિનિટ રાખી, ગેસ પરથી ઉતારી લેવું.
રબડી થોડી ઠંડી થાય પછી તેમાં ઈલાયચી પાવડર નાખી, મિક્સ કરી, તેને ૩-૪ કલાક ફ્રીજમાં મૂકી એકદમ ઠંડી કરવી.
સર્વ કરતી વખતે રાબડીને બાઉલમાં લઈ, તેની ઉપર થોડા ડ્રાયફ્રુટ્સ નાખવા.

નોધ

૨ ૧/૨ લીટર દૂધમાંથી લગભગ ૬૫૦ થી ૭૦૦ ગ્રામ રબડી બને.

રસોઈની રાણી : પીનલ પ્રજાપતિ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી