“મલાઈ ફૂલ્ફી” – આજે રવિવારે ઘરમાં બધાને ખુશ કરી દો તમારા હાથની કુલ્ફી ખવડાવીને…

“મલાઈ ફૂલ્ફી”

સામગ્રી:

1 લીટર ફેટ વાળું દૂધ,
1 ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર,
1 નાનું ટીન કન્સેડન મિલ્ક,
1 ટી સ્પૂન એલચી પાવડર,
1 ટી સ્પૂન મિક્સ ડ્રાય ફ્રૂટ્સ(કાજુ બદામ પિસ્તા),

બનાવાની રીત:

સૌ પ્રથમ દૂધ ને ઉકાળો હવે તેમાં કોર્ન ફ્લોર નાખી મિક્સ કરી 10 મિનીટ ઉકાળો પછી તેમાં કન્સેડન મિલ્ક ઉમેરી સરખી રીતે મિક્સ કરી 8 થી 10 મિનીટ ઉકાળો.

હવે મિશ્રણ ઠંડું થઇ જાય એટ્લે તેમાં એલચી પાવડર અને ડ્રાય ફ્રુટ નાખી હલાવી મિક્સ કરો.

હવે તેં મિશ્રણ ને ફૂલ્ફી મોલ્ડ માં ભરી ફ્રીઝર મા 5 થી 7 કલાક રાખી દો.

5 કલાક પછી મોલ્ડ ને બારે કાઢી તપેલી મા થોડુ પાણી ભરી તેમાં 1 થી 2 સેકન્ડ રાખો હવે તેનાં ઢાંકણ ને ગોળ ફેરવી ફૂલ્ફી મોલ્ડ ની બારે કાઢો અને સર્વ કરો

તો તેયાર છે મલાઈ ફૂલ્ફી

નોંધ:

ફૂલ્ફી મા ઉપર ચોકલેટ ખમણી ને પણ નાખી સકાય
કેસર ફૂલ્ફી બનાવી હોઇ તૌ દૂધ ઉકળવા ટાઈમે 8 થી 10 કેસર નાં તાંતણા નાખી શકાય

રસોઈ ની રાણી : ચાંદની ચિંતન જોશી(જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી