Malaai Koftaa “મલાઈ કોફતા” :

- Advertisement -

1017690_144136335790817_281893264_n

 

આજે શનિવાર, એક નવી જ પંજાબી વાનગી શીખીએ જે બહુ જ પ્રખ્યાત છે દેશ અને વિદેશ માં પણ …

મલાઈ કોફતા :

 

સામગ્રી

કોફતા માટે

• 100 ગ્રામ પનીર છીણેલું

• 2 મીડીયમ બટેટા બાફેલા અને છીણેલા

• ¼ tsp લાલ મરચા પાવડર

• 1 tbsp કોર્ન ફ્લાર

• ¼ tsp ગરમ મસાલા

• ¾ tbsp બાદમ પાવડર અથવા ½ tbsp દૂધ નો પાવડર ¾ tbsp માવો

• મીઠું જરૂર મુજબ

 

ગ્રેવી / કરી માટે :

• ½ કપ ડુંગળી ની પેસ્ટ

• 1 કપ ટામેટા ની પેસ્ટ

• ¼ કપ કાજુ ની પેસ્ટ

• ¾ tsp લાલ મરચું પાવડર

• 1 ઇંચ આદુ અને 4 થી 5 લસણ ની કળી પેસ્ટ કરેલી

• ¼ tsp ગરમ મસાલા પાવડર

• 2 કપ પાણી

• 1 tsp કસુરી મેથી

• મીઠું જરૂર મુજબ

• ખાંડ જરૂર મુજબ (ઓપ્સનલ)

• તેલ કોફતા ને શેલો ફ્રાય કરવા માટે

 

આખા મસાલા :

• 1 તેજ પતા

• 1 ઇંચ તજ નો ટુકડો

• 1 કે 2 મોટી એલાયચી

• 2-3 નાની એલાયચી

• 2-3 લવિંગ

 

ગાર્નીશ કરવા માટે :

• 1 tbsp છીણેલું પનીર

• 1 કે 2 tbsp ક્રીમ

• લીલા ધાણા સમારેલા

 

રીત :

1. બધી સામગ્રી જે કોફતા માટે જણાવેલી છે તેમાં તેલ સિવાય ની સામગ્રી એક બાઉલ માં મિક્સ કરી દેવી

2. હવે તેના નાના લાડ્ડું બનાવો અને તેને એક પેન માં તેલ ગરમ કરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરવા

3. તેને એક પેપર ટાવલ માં રાખી દો

4. હવે એજ પેન માં માંથી વધારાનું તેલ કાઢી લેવું અને 1 ક 1.5 tbsp જેટલું રાખવું

5. તેમાં આખા મસાલા ઉમેરો અને તેને ફ્રાય થવા દેવા તેલ માંથી સુગંધ આવા લાગશે

6. તેના પછી ડુંગળી ની પેસ્ટ ઉમેરો

7. હવે તેમાં તૈયાર કરેલી આદુ લસણ ની પેસ્ટ ઉમેરી તેને સહેજ એવા થવા દેવી

8. ડુંગળી , લસણ અને આદુ ની પેસ્ટ નો કલર બદલાય પછી તેમાં ટામેટા ની પ્યોરી કે પેસ્ટ ઉમેરવી અને 2 થી 3 મિનીટ સુધી થવા દેવી

9. હવે તેમાં હળદળ પાવડર લાલ મરચું પાવડર અને ગરમ મસાલા પાવડર તેમજ કાજુ ની પેસ્ટ ઉમેરો

10. હવે તેને હલાવતા રેહવું અને ત્યાં સુધી થવા દેવી જ્યાં સુધી બધા મસાલા માંથી તેલ છુટ્ટું પાડવા લાગે

11. હવે તેમાં પાણી નાખી હલાવો

12. આંચ ને ધીમી કરી તેને હલાવતા રેહવું, ગ્રેવી જ્યાં સુધી ઘટ્ટ થાય ત્યાં સુધી , ગ્રેવી ઘટ્ટ થવા માટે લગભગ 12 મિનીટ જેટલો સમય થશે

13. જયારે ગ્રેવી ઘટ્ટ થાય ત્યારે તેમાં કસુરી મેથી નો પાવડર અને મીઠું નાખવું

14. તમે તેમાં ખાંડ પણ નાખી શકો છો જો તમને ગ્રેવી થોડી એવી સ્વીટ જોઈતી હોય તો

15. તેને 1 થી 3 મીનીટ સુધી થવા દો

16. આપણે બનવેલા કોફતા ને તમે જયારે સર્વ કરતી વખતે ઉમેરો , અથવા આપણે બનાવેલી કરી ને એક બાઉલ માં નાખી તેના પર કોફતા પણ નાખી શકો છો

17. ગાર્નીશ કરવા માટે કોફતા ની ઉપર ચીનેલું પનીર ક્રીમ અને સમારેલા ધાણા નાખી સકાય

18. હવે તૈયાર છે મલાઈ કોફતા તેને ગરમ ગરમ રોટલી, નાન , પરાઠા કે પછી જીરા રાઈસ ની સાથે સર્વ કરી શકાય

ટીપ્પણી