તમારી બધી જ આર્થિક સમસ્યાઓ નો ઈલાજ ફક્ત ઘરમાં રાખો આ વસ્તુઓ અને ખુશ રહો….

તમે લાફિંગ બુદ્ધા, વિન્ડ ચાઈમ વિગેરે વિષે સાંભળ્યું પણ હશે અને ઘણા બધા લોકોના ઘરમાં જોયા પણ હશે. આ બધી વસ્તુઓ ફેન્ગશુઈ એટલે કે ચાઈનીઝ વાસ્તુ શાસ્ત્રના લકી ચાર્મ છે.

આજે જાણીએ આપણે એવા જ કેટલાક લકી ચાર્મ વિષે જે તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિનો વરસાદ વરસાવી દેશે. વાસ્તુ શાસ્ત્ર તેમજ આપણા પુરાણોમાં પણ શંખને એક ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેને હંમેશા યુદ્ધ પહેલા વગાડવાંમાં આવે છે જેને આપણે શંખ નાદ કહીએ છે. શંખ હંમેશા યશને આમંત્રણ આપે છે. શંખ યશની સાથે સાથે સમૃદ્ધિપણ લાવે છે. તેમાં પણ સ્ફટિક શંખની અસર કંઈક વધારે જ તીવ્ર હોય છે. આ શંખને ધનકૂબેરનું પ્રતિક માનવામાં આવે છે. આપણે જાણીએ છીએ તેમ કૂબેર એ દેવતાઓના ખજાનચી છે. શાસ્ત્રો પ્રમાણે જેના ઘરમાં સ્ફટિકનો શંખ હોય છે તેના ઘરમાં કૂબેર મહારાજના આશિર્વાદ બનેલા રહે છે. તેનાથી નિર્ધનતાનો દોષ દૂર કરી ધનવાન બની શકાય છે.

શંખની જેમ જ શ્રીયંત્ર પણ વ્યક્તિના જીવનને શુભ ફળ આપનારું છે. શ્રી યંત્ર તે લક્ષ્મી માતાનું યંત્ર છે. તેને ઘરમાં સ્થાપિત કરવાથી ઘરમાં રહેલી બધાં જ પ્રકારની નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને તમારા વ્યવસાય, ધંધા કે નોકરીમાં આવતા દરેક પ્રકગારના અવરોધો દૂર કરે છે. શંખની જેમ જો શ્રી યંત્ર પણ સ્ફટિકનું હોય તો વધારે યશદાયી નિવડે છે. ઘરમાં આવતી દરેક પ્રકારની આર્થિક મુશ્કેલીઓને દૂર કરવા માટે સુદ પક્ષના કોઈપણ શુક્રવારે અથવા દિવાળીની રાત્રે સ્ફટિકના શ્રીયંત્રને તમારી પુજાની જગ્યામાં સ્થાપિત કરવું અને તેની નિયમિત પુજા કરવી.

તમે તમારું ઘર,દુકાન કે ઓફિસ બનાવવામાં ભલે ગમે તેટલી સારી રીતે વાસ્તુશાસ્ત્ર મુજબ બાંધકામ કર્યું હોય પણ તેમાં કોઈને કોઈ વાસ્તુ દોષ તો રહી જ જાય છે. તેના કારણે અવકાશીય ઉર્જાને અસર થાય છે અને તેથી સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ પર અવળી અસર થાય છે. તેના ઉપાય માટે જો તમે ઘરમાં સ્ફટિકનું પિરામીડ રાખશો તો તમારી જાણ બહાર જો કોઈ દોષ રહી ગયા હશે તો તે પણ દૂર થશે. અને આર્થિક તેમજ શારિરીક સ્વાસ્થ્ય સંબંધી બધી જ મુશ્કેલીઓમાં રાહત મળશે.

સામાન્ય રીતે આપણાં સાંભળવામાં આવ્યું જ હશે કે ઘરમાં શિવલિંગ રાખવાની મનાઈ હોય છે. માટે લોકો ઘરમાં શિવલિંગ તો નથી રાખતાં પણ લક્ષ્મી માતાના ચરણ રાખે છે. પણ જો સામાન્ય ચરણોની જગ્યાએ સ્ફટિકના ચરણની પુજા કરવામાં આવશે તો તે વધારે ફળકારક ગણાશે. તેનાથી તમારા ઘરમાં લક્ષ્મીનો સ્થિર વાસ થાય છે.

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જો તમે ઘરમાં હનુમાનજીની મૂર્તિ રાખશો તો તમે શારીરિક તેમજ માનસિક રીતે સમૃદ્ધ બનશો અને તે પ્રકારની કોઈ મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે. તેમ કરવાથી શનિ તેમજ રાહુની ખરાબ અસર ઓછી થાય છે. તેમજ હનુમાનજીની નિયમિત પુજાથી મનગમતું ફળ પ્રાપ્ત થાય છે.

લક્ષ્મી માતા અને ગણેશજી એ શુભ-લાભના પ્રતિક સમાન છે. લક્ષ્મી-ગણેશની મૂર્તિ ઘરમાં રાખવાથી ઘરની ઘણીબધી સમસ્યાઓ દૂર થાય છે.

જેમ અન્ય વસ્તુઓને અહીં સ્ફટિકમાં રાખવાનો આગ્રહ રાખવામાં આવ્યે છે તેમ જો સ્ફટિકની ગોળીઓ રાખવામાં આવે તો કેતૂના ઉલટા પ્રભાવથી રક્ષા મળે છે. તમારે હંમેશા સ્ફટિકની એક ગોળી તમારી સાથે રાખવી જોઈએ. તેનાથી ખરાબ નજર તેમજ કામણટૂમણથી દૂર રહેશો. તેનાથી તમે આકસ્મિક ઘટના તેમજ દૂર્ઘટનાઓથી પણ રક્ષણ મેળવો છો.

દુર્ગા માતા એ ભયહરિણી માતા ગણાય છે. માતા દૂર્ગાની મૂર્તિ ઘરમાં રાખવાથી જમીનને લગતી મુશ્કેલીઓથી મુક્તિ મળે છે. તેનાથી સંપત્તિવાન તેમજ સુખી થવાય છે. જેના પણ ઘરમાં દુર્ગા માતાની સ્ફટિકની મૂર્તિ હોય છે તેના ઘરમાં ચોરી કે ધાડ જેવી આપત્તીઓનો ભય રહેતો નથી.

શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલી વ્યક્તિએ તે પછી શીક્ષક હોય વિદ્યાર્થી હોય નૃત્યકાર હોય સંગીત કાર હોય તેણે પોતાના ઘરમાં હંમેશા સરસ્વતીજીની મૂર્તિ રાખવી જેઈએ. ટૂંકમાં તમે જો કોઈ પણ કળા સાથે સંકળાયેલા છો તો તમારા ઘમાં સરસ્વતિ દેવીની મૂર્તિ હોવી જોઈએ તે તમારા માટે લાભદાયક સાબિત થાય છે. અને તે તમારી કળાને વધારેમાં વધારે ઉન્નત બનાવે છે. ઘરની સંપત્તિમાં વધારો કરવા માટે તમે તમારા ઘરમાં લક્ષ્મી માતાની ચોકી રાખી શકો છો, સ્ફટિકની ચોકી પર શ્રીયંત્રની પુજા કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને ઘર હંમેશા સમૃદ્ધિથી ભરપૂર રહે છે.

પંચમુખી હનુમાન વિષે પણ તમે સાંભળ્યું જ હશે. તેને ખુબ જ ચમત્કારી માનવામાં આવે છે. તંત્ર-મંત્રની સિદ્ધિઓ માટે હનુમાનજીના આ સ્વરૂપની પુજા કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જે ઘરમાં પંચમુખી હનુમાનની મૂર્તિ હેય ત્યાં કોઈપણ જાતની આકસ્મિત ઘટના નથી ઘટતી. પ્રગતિના માર્ગમાં આવતી બધી જ અડચણો દૂર રહે છે. અને સંપત્તિમાં વધારો થાય છે. મંગળ ગ્રહના સ્વામી કાર્તિકેયને માનવામાં આવે છે. તેમની સ્ફટિકની મૂર્તિ ઘરમાં રાખવાથી જે વ્યક્તિને મંગળ દોષ હોય તેને રાહત મળે છે. કાયદાકીય કામકાજમાં પણ કાર્તિકેયની મૂર્તિ લાભદાયી નીવડે છે.

 

લેખન સંકલન : અશ્વિની ઠક્કર 

શેર કરો આ માહિતી તમારા બીજા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી