આપણે જે કચરો ફેંકી દઈએ છીએ એમાંથી આ લોકો કરે છે કરોડોની કમાણી…

આજે આપણા દેશમાં વસ્તી વધવા તેમજ ઝડપી આર્થિક વિકાસના કારણે કચરાની સમસ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે અને મોટું સ્વરૂપ ધારણ કરી રહી છે. દેશમાં ઉત્પન્ન થતાં કચરામાં 80 ટકા કચરો કાર્બનિક ઉત્પાદનો, ગંદકી અને ધૂળનું મિશ્રણ હોય છે, જે આપણા સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણના કારણે એક ગંભીર જોખમ ઉભુ કરી રહી છે. આજે આપણી સામે પર્યાવરણને બચાવી રાખવાની મહત્ત્વની જવાબદારી છે. આ કચરા વય્વસ્થાની દિશામાં ઉઠાવવામાં આવેલું એક ખુબ જ વખાણવા યોગ્ય પગલું છે. આ હેઠળ કચરાને રીસાઈકલ કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે, જેથી કેરીને બીજીવાર અન્ય સ્વરૂપે તેનો ઉપયોગ કરી શકાય.

આવો જ એક ઉત્તમ પ્રયાસ કરી રહી છે “રિકાર્ટ” નામની કંપની, જેનો પાયો નાખવાનો શ્રેય અનુરાગ તિવારીને જાય છે. તેમની કંપની દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે મળી 25 લાખ ઘરમાંથી કચરો ભેગો કરી તેને રીસાઈકલ કરે છે. અનુરાગ તિવારી કુરુક્ષેત્રના રહેવાસી છે ફાઈનાન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ તેમણે બે વર્ષ ભારતી એયરેટમાં કામ કર્યું છે. પણ તેઓ હંમેશા કંઈક પોતાનું કરવા માગતા હતા. તે જ વિચાર સાથે તેમણે પોતાના ફરિદાબાદમાં રહેતા મિત્ર ઋષભ ભાટિયા સાથે મળીને એડવર્ટાઈઝિંગ કંપની ખોલી, જેનું વાર્ષિક ટર્નઓવર 5-10 કરોડ થઈ રહ્યું છે. પરંતુ અનુરાગ એક એવા ક્ષેત્રમાં કામ કરવા માગતા હતા જ્યાં તેમની કંપની 100 કરોડનું ટર્નઓવર કરી શકે. એક દિવસ અનુરાગ ફરીદાબાદ ગુડગાંવ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. જ્યાં તેમને કચરાનો એક મોટો ઢગલો જોવા મળ્યો જેમાં મોટા ભાગનો કચરો રિસાઈકલ કરી શકાય તેમ હતો પણ તે ત્યાં ડંપ કરી દેવામાં આવ્યો હતો. બસ પછી તો શું હતું, તરત જ અનુરાગના મનમાં આ વિચાર આવ્યોકે એવું કામ કરવામાં આવે કે જેનાથી શહેરમાંથી કચરાનો સફાયો પણ કરી શકાય અને સાથેસાથે કચરાને રિસાઈકલ કરી રીયુઝ પણ કરવામાં આવે.

આ વિચાર સાથે તેમણે પોતાની એડવર્ટાઈઝિંગ કંપનીને બંધ કરી પોતાના બે મિત્રો ઋષભ અને વેંકટેશ સાથે મળીને “રિકાર્ટ” નામનું સ્ટાર્ટઅપ શરુ કર્યું અને દિલ્લી અને ગુડગાંવના ઘરમાંથી કચરો ઉઠાવવાનું કામ શરૂ કર્યું. આજે તેમની કંપનીમાં 11થી વધારે લોકો પે રોલ પર કામ કરી રહ્યા છે અને તેમની કંપની વર્ષનું 15 કરોડથી વધારે ટર્નઓવર પણ કરી રહી છે. હાલ તેમની કંપની ગુડગાંવના 50 એપાર્ટમેન્ટ તેમજ દિલ્લીના 25 લાખ લોકોના ઘરમાંથી કચરો ભેગો કરે છે. અનુરાગ પેતાની કંપની દ્વારા કચરો ઉઠાવનારા તેમજ ભંગારવાળાના જીવનમાં ઘણો સુધારો લાવ્યા છે. જે કચરો ઉઠાવવાવાળાને 100-200 રૂપિયા મળતા હતા, હવે તેમને 500થી 700 રૂપિયા મળે છે. તેની સાથે જ 100થી વધારે ભંગારવાળાનું જીવન સ્તર પણ ઘણું સુધર્યું છે. અનુરાગ જણાવે છે કે તેઓ ડ્રાઇ કચરાનું કલેક્શન, ટ્રાંસપોર્ટેશન તેમજ રિસાઈકલ જ કરવાનું કામ કરે છે. જેમાં પ્લાસ્ટિક, પસ્તી, ધાતુ તેમજ બાયોમેટ્રિક કચરાને અલગ અલગ કરી વિવિધ રિસાઈકલીંગ પ્લાન્ટને વેચવામાં આવે છે. ગ્રાહકેને માત્ર એક મોબાઈલથી મિસ કોલ આપવાનો હોય છે પછી રિકાર્ટના લોકો તેમનો સંપર્ક કરી ઘમાંથી નક્કામો સામાન ઉઠાવી લઈ જાય છે.

પેતાની ભાવિ યોજનાઓ વિષે જણાવતા અનુરાગ કહે છે કે “આવતા વર્ષ સુધીમાં તેઓ 50 નવી મ્યુનિસિપાલિટીઓ સાથે કામ કરશે અને આવનારા ત્રણ વર્ષોમાં આઈપીઓ પ્લાન કરી રહ્યા છે.” સાથે સાથે તેઓ જણાવે છે કે ભારતમાં કચરા વ્યવસ્થાના ક્ષેત્રમાં કોઈ મોટીકંપની નથી માટે આવનારા વર્ષોમાં ઇન્ટરનેશનલ વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ રીસાઈક્લિંગ કંપનીઝની સાથે જોઈન્ટ વેંચર માટે પ્લાન તૈયાર કરી રહ્યા છે. પેતાના શ્રેષ્ઠ કામ માટે અનુરાગને ભારત સરકાર દ્વારા ઇંડો જર્મન ટ્રેનિંગ પ્રોગ્રામ માટે 1 મહીનાની બિઝનેસ વિજિટ માટે જર્મની મોકલવામાં આવી રહ્યા છે, જેને અનુરાગ પોતાના જીવનની એક મોટી ઉપલબ્ધી માને છે અને તેઓ ઇચ્છે છે કે આપણો દેશ સ્વચ્છ તેમજ કચરા રહિત બની શકે અને તેઓ તેના માટે દરેક શક્ય પ્રયાસ કરશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર 

શેર કરો આ રસપ્રદ માહિતી તમારા મિત્રો સાથે અને દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી