નાના બાળકોની સ્કીન માટે કેમિકલથી બનેલા લોશન વાપરવાની જરૂરત નથી, ઘરે જ બનાવો લોશન…

- Advertisement -

કાળઝાળ ગરમીની અસર માત્ર મોટાઓને જ નથી થતી પરંતુ આ ગરમીની અસર નાનાં બાળકોના સ્વાસ્થ્ય તેમજ સ્કિન પર એટલી જ થતી હોય છે. વધતી ગરમીની સૌથી વધારે અસર બાળકો પર થાય છે. આ ગરમીને કારણે ટેનિંગ જેવી સમસ્યાઓ થવાના ચાન્સસ વધી જાય છે. તમને જણાવી દઇએ કે, બાળકોની સ્કિન ખૂબ જ સેન્સેટિવ હોય છે જેથી કરીને આ ગરમીમાં તેમની સ્કિનની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે.

બાળકોની સ્કિન વધુ પ્રમાણમાં સેન્સેટિવ હોવાને કારણે પેરેન્ટ્સે તેમની વધારે કેર કરવી પડે છે. જો તમે આ ગરમીમાં બાળકોની સ્કિનનું ધ્યાન નથી રાખતા તો તેમને રેશિશ, સ્કિન લાલ થઇ જવી, ફોલ્લીઓ જેવી અનેક પ્રકારની સમસ્યાઓ થતી હોય છે. જો કે આ બધી સમસ્યાઓના નિવારણ માટે બહાર અનેક પ્રકારની પ્રોડક્ટ્સ મળતી હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે જો તમે બહારની આ પ્રકારની કેમિકલવાળીપ્રોડક્ટ્સનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરો છો તમારા બાળકની સ્કિનને નુકસાન થાય છે. આ માટે જરૂરી છે કે તમે ઘરે જાતે જ બોડી લોશન બનાવો અને તેનાથી મસાજ કરો. ઘરે બનાવેલુ લોશન તમારા બાળકની સ્કિનને અનેક પ્રકારની સાઇડ ઇફેક્ટથી બચાવે છે. તો જાણી લો તમે પણ કેવી રીતે ઘરે બનાવશો બાળકો માટેનુ બોડી લોશન…

શીયાબટર અને નારિયેળ તેલનુ લોશન આ બોડી લોશન બનાવવા માટે સૌ પ્રથમ ¼ નારિયેળનું તેલ લો અને તેમાં ¾ કપ શીયાબટર અને 5 ટીપાં લવેન્ડર તેલ એડ કરી તેને મિક્સ કરી લો. આ મિશ્રણને ઓછામાં ઓછી 5 મિનિટ સુધી હલાવો. તો તૈયાર છે તમારું બોડી લોશન. હવે આ લોશનને એક બોટલમાં ભરી લો અને દરરોજ સવારે તમારા બાળકને આ લોશનથી મસાજ કરો. જો તમે ઉનાળામાં આ લોશનથી તમારા બાળકને મસાજ કરશો તો તેની સ્કિન એકદમ સોફ્ટ થશે અને ત્વચા પરનિકળતી ગરમી પણ ઓછી થશે.

ગુલાબજળ અને ગ્લિસરીનનુ લોશન

બાળકોની સ્કિનને લાંબા સમય સુધી કોમળ રાખવા માટે આ લોશન ખૂબ જ ફાયદાકારક છે. આ લોશન બનાવવા માટે 1/3 કપ ગ્લિસરીનમાં 2/3 કપ ગુલાબજળ સારી રીતે મિક્સ કરી લો. તો તૈયાર છે ગુલાબજળ અને ગ્લિસરીનનુ આ બોડી લોશન. હવે આ લોશનને એક બોટલમાં ભરી લો અને તેને ઠંડી જગ્યામાં મુકો. ત્યારબાદ રોજ સવારે આ લોશનથી તમારા બાળકને મસાજ કરો. તમને જણાવી દઇએ કે, જો તમારા બાળકોને ઉનાળામાં સ્કિન લાલ થઇ જતી હોય તેમજ સ્કિન પર ફોલ્લીઓ થતી હોય તો તેને દૂર કરવા માટે આ બોડી લોશન એકદમ બેસ્ટ ઉપાય છે.

એલોવેરા જેલ લોશન

જે બાળકોની સ્કિન ડ્રાય હોય તેમના માટે આ લોશન ખૂબ જ ફાયદાકારક છે. આ લોશનને બનાવવા માટે 3 ચમચી નારિયેળ તેલ અથવા જોજોબા ઓઇલ અને થોડુ શિયા બટર લઇને ગરમ કરી લો. ત્યારબાદ આ મિશ્રણમાં તમને ગમતા એસેન્શિયલ ઓઇલના 2-3 ટીપાં એડ કરીને તેમાં વિટામીન ઇ એડ કરીને એકદમ મિક્સ કરી લો. આ પ્રોસેસ પૂરી થઇ ગયા બાદ તેમાં 3 ચમચી એલોવેરા જેલ એડ કરીને તેને સારી રીતે બ્લેન્ડ કરી લો. તો તૈયાર છે એલોવેરા જેલ લોશન. હવે આ લોશનને એક બોટલમાં ભરી લો અને તેને ફ્રિજમાં મુકી રાખો. ત્યારબાદ રોજ સવારે આ લોશનથી તમારા બાળકની સ્કિન પર મસાજ કરો. જો તમે રેગ્યુલરલી આ લોશનથી મસાજ કરો છો તો ડ્રાયસ્કિન દૂર થાય છે અને બાળકને થતા અનેક પ્રકારના સ્કિન પ્રોબ્લેમ્સમાંથી છૂટકારો પણ મળી જાય છે.

લેખન સંકલન : નિયતી મોદી

જે પણ મિત્રોના નાના બાળક છે તેમની સાથે આ ઉપયોગી માહિતી શેર જરૂર કરજો, દરરોજ આવી અનેક માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી