બટેકા વડા ને પતરીના ભજીયા તો બધાએ ખાધા હશે, તો આજે બનાવો ‘મકાઈના ભજીયા’ ખુબ ટેસ્ટી બનશે

મકાઈના ભજીયા 

મકાઈની વાનગી ખાવાની મજા આવે ને…!! તો આજે આપણે મકાઈની એક સરળ અને ટેસ્ટી વાનગી બનાવીએ.

સામગ્રી

૧ વાટકી મકાઈના દાણા,
આર લોટ અથવા બેસન ૨ થી ૩ ટે સ્પુન,
આદુ મરચા વાટેલા ૧ ટી સ્પૂન,
મીઠું સ્વાદ પ્રમાણે,
હળદર પાવડર ૧/૪ ટી સ્પુન,
લાલ મરચું પાવડર ૧/૨ ટી સ્પુન,
ધાણાજીરું પાવડર ૧/૨ ટી સ્પુન,
સોડા ચપટી,
હિંગ ચપટી,
બારીક કાપેલી કોથમીર,
લીંબુ નો રસ અને થોડી ખાંડ,
ગરમ મસાલો ૧/૪ ટી સ્પુન,
તળવા માટે તેલ.
ગમે તો બારીક કાપેલા કાંદા અને બારીક કાપેલું લસણ પણ નાખી શકાય.

રીત

સૌ પ્રથમ મકાઈના દાણાને મિક્સરમાં અધકચરા વાટી લો,પછી તેમાં ઉપર કહેલ બધો મસાલો,આરાલોટ, કોથમીર, લીંબનો રસ, ખાંડ બધુ નાખી સારી રીતે મિક્સ કરો.

જરૂર લાગે તો થોડું પાણી લઇ ભજીયા માટેની ખીરું તૈયાર કરો. હવે એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે નાના નાના ભજીયા તેલ માં મુકો. લાલ રંગ થાય ત્યાં સુધી બરાબર તળો. પછી તેલમાંથી ઝારા વડે ભજીયા બહાર કાઢી લો. ગ્રીન ચટણી અને સોસ સાથે ગરમાગરમ ભજીયાની મોજ માણો. મસાલા વાળી ચા અને ગરમાગરમ ભજીયા !

રસોઈની રાણી : માયા રાઈચુરા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block