હવેથી મૈસુરી ઢોંસા પણ બનાવો ઘરે આ ‘મૈસુર ચટણી’ સાથે પછી કહો એનો ટેસ્ટ

મૈંસુર ચટણી (Maisoor Chutney)

મિત્રો તમે ઢોસા ઘરે બનાવો તો વધી ને 3 જાતના બનાવો મસાલા ઢોસા,પ્લેન ઢોસા અને ચીઝ ઢોસા પણ હવે જ્યારે બનાવો ત્યારે મૈસુર મસાલા ઢોસા બનાવજો.તમારા ફેમિલીમાં બધાને આ ઢોસા ટેસ્ટ કરાવી ખુશ કરી દો.
તો ચાલો મૈસુર મસાલા ઢોસા બનાવા બનાવીએ મૈસુર ચટણી.

સામગ્રી:

૧.૫ ચમચા ચણાની દાળ,
૬-૭ સુકા લાલ લાંબા મરચા,
૬-૭ લસણની કળી,
૧ મીડીયમ ડુંગળી,
મીઠું,

રીત:

સૌ પ્રથમ એક પેનમાં મીડીયમ તાપે ચણાની દાળ,મરચા અને ૧/૪ ચમચી તેલ એટલે કે થોડાક ટીપા તેલ લેવું.

પછી તેમાં ડુંગળી,લસણ (વધારે લસણ વાળું ભાવતું હોય તો વધારે લસણ નાખી શકાય) મિક્ષ કરી થોડીવાર શેકવું.
ઠંડુ થાય એટલે તેને મિક્ષર જારમાં લઇ પીસી લેવું.

ઢોસા પર પાથરી શકાય તેવી પાતળી થોડું પાણી નાખીને કરવી. તો તૈયાર છે મૈસુર ઢોસા પર ચોપડવા મૈસુર ચટણી.

આ ચટણી ઢોસા પર પાથરી તેના પર બનાવેલું બટાટા નો મસાલો પાથરી સર્વ કરવું.

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી