જો મુખ્ય દરવાજો વાસ્તુ અનુસાર ન હોય તો અનેક સમસ્યાઓ વધી શકે છે…

ઘરના વાસ્તુમાં મુખ્ય દરવાજો સૌથી વધારે મહત્વ ધરાવે છે. જો મુખ્ય દરવાજો વાસ્તુ અનુસાર ન હોય તો અનેક સમસ્યાઓ વધી શકે છે. મુખ્ય દરવાજાનું વાસ્તુ જો બરાબર ન હોય તો તેની અસર વ્યક્તિના ભવિષ્ય પર પણ પડે છે. વાસ્તુના નિયમોનો ભંગ જ્યાં થતો હોય ત્યાં વ્યક્તિના બનતાં કામ પણ બગડી જાય છે. તો ચાલો તમારા પણ બનતાં કામ બગડી જાય તે પહેલાં જાણી લો દરવાજા સાથે જોડાયેલા વાસ્તુના નિયમો વિશે.

– ઘરમાં સીધા ત્રણ દરવાજા ન હોવા જોઈએ.


– ઘરમાં બે પ્રવેશ દ્વાર પણ ન રાખવા. જો બે દરવાજા હોય તો એક નાનો અને એક મોટો હોય તેવી વ્યવસ્થા કરવી.
– મુખ્ય દરવાજો એકદમ ખૂણામાં ન હોય તેનું ધ્યાન રાખવું જોઈએ.
– ઘરમાં કુવો હોય તો તેની એકદમ સામે પણ મુખ્ય દરવાજો ન હોય તેનું ધ્યાન રાખવું.

– મુખ્ય દરવાજા સામે કચરા પેટી, વધારાનો સામાન કે તુટેલી ફૂટેલી વસ્તુઓ ના એકઠી કરવી.


– દરવાજાની ઉપર જ દાદર ન હોવો જોઈએ.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી જાણકારી મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી