ભારત રત્ન” પર મહાભારત

Rahul-Gandhi-caricature

 

“ભારત રત્ન” પર મહાભારત

================

છેલ્લા કેટલાક દિવસોથી ‘ભારત રત્ન’ એવોર્ડ મામલે બહુ વિવાદ થયો છે.

સરકારે હવે આનું નામ બદલીને ‘મહાભારત રત્ન’ કરી દેવું જોઈએ…

* * * *

સચીનને ‘ભારત રત્ન’ એવોર્ડ આપવાથી જે લોકોને અદેખાઈ થઈ છે

એમને સરકારે ‘The Frustrated Indian’ કે ‘દુઃખી આત્મા’ એવોર્ડ આપવો જોઈએ.

* * * *

સચીનને તો ‘ભારત રત્ન’ મળી ગયો, પણ

ઈશાંત શર્માને કોઈ ‘નવરત્ન’ તેલની બોટલ પણ આપતું નથી.

* * * *

રાહુલની ચૂંટણી રેલીમાં લોકોની ખૂબ ઓછી હાજરીથી ચિંતિત કોંગ્રેસ પાર્ટી

જો આવી ઘોષણા કરે તો સંખ્યા વધી શકે છે કે:

‘રેલીમાં આવનાર તમામ લોકોને ‘ભારત રત્ન’ આપવામાં આવશે.’

સૌજન્ય : ચિત્રલેખા

ટીપ્પણી