“બાફેલી મગ ની દાળ ના સક્કરપારા” – બનાવો એક નવીન વેરાયટી….

“બાફેલી મગ ની દાળ ના સક્કરપારા”

આ સક્કરપારા મગ ની દાળ અને ઘઉં ના લોટ ને મિક્ષ કરી બનવા માં આવે છે. બાળકો અને મોટા બેય પસંદ આવે એવો આ નાસ્તો સ્વાદિષ્ટ અને બનવા માં બહુ સરળ છે . ચા / કોફી સાથે કે બાળકો ને સ્કૂલ ટીફીન માં કે ગરમ દાળ-ભાત સાથે ખાવાની મજા આવશે .

આપ આ સક્કરપારા માં બારીક સમારેલી કોથમીર કે પાલક પણ ઉમેરી શકો . કાળા તલ થી ઉઠાવ વધુ આવશે. મેં અહી વધેલી બાફેલી દાળ લીધી છે . આપ જાડી વઘારેલી દાળ પણ વાપરી શકો પણ એમાંથી ટામેટા , લીમડા ના પાન વગેરે કાઢી લેવું .

સામગ્રી :

• ૧ વાડકો બાફેલી મગ ની દાળ,
• ૨.૫ થી ૩ વાડકા ઘઉં નો લોટ ,
• ૫-૬ ચમચી તેલ ,
• ૨ ચમચી સફેદ તલ ,
• ૧ ચમચી ચાટ મસાલા,
• ૧/૨ ચમચી આમચૂર ,
• ૧/૨ ચમચી હળદર ,
• ૧ ચમચી લાલ મરચું ,
• ૧/૨ ચમચી હિંગ ,
• મીઠું ,
• તળવા માટે તેલ ,

રીત :

તળવા માટે ના તેલ સિવાય ની બધી સામગ્રી ભેગી કરી થોડો નરમ લોટ બાંધો .

આ લોટ ને ૫-૧૦ min સુધી ઢાંકી ને રાખી દો .


લોટ માંથી એક લુવું લઇ મોટી પાતળી રોટલી વણી લો . મનગમતા આકાર માં કાપી લો .


તેલ માં માધ્યમ આંચ પર તળી લો . ઠંડા પડે એટલે ડબ્બા માં ભરી દો. ..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

શેર કરો આ નવીન વેરાયટી દરેક મિત્ર સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી