મેગી ભજીયા”(Maggi Bhajiya)

સામગ્રી :

1 પેકેટ મેગી
1 વાટકી ચણાનો લોટ
1/4 વાટકી રવો
હળદર
મરચું
ધાણાજીરુ
મેગી મસાલો અથવા ગરમ મસાલો
મીઠુ
સોડા
તેલ

રીત :

-એક પેનમા જરૂર મુજબ પાણી લઈ,મેગી બનાવીલો.તેમાં આપેલ મસાલો એડ કરીદો(મેગીમા પાણી રેહવુ જોઇએ નહીં)
-આ મેગીને કૂલ થવાદો.
-એક બાઉલમા ચણાનો લોટ અને રવો લઇને બધાં મસાલા કરીલો,તેમાં તૈયાર મેગી ઉમેરો અને થોડું પાણી લઈ ભજીયાનુ ખીરું રેડી કરો .
-કડાઇમા તેલ ગરમ મુકો થોડું ગરમ તેલ ખીરામા ઉમેરો અને સોડા નાખીને મિક્ષ કરીલો .
-આ ખીરામાંથી ભજીયા ઉતારો અને ક્રીસ્પી થાય ત્યા સુધી તળીલો .
-બહારથી ક્રીસ્પ અને અંદર થી સોફ્ટ મેગી ભજીયાને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો .

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

આપ સૌને મારી આ વાનગી ગમી હોય તો મિત્રોમાં શેર કરજો અને કોમેન્ટમાં પ્રતિભાવ આપજો !

ટીપ્પણી