હજી પણ તમારાથી મગસ બનાવતા ભૂલ થાય છે આજે જાણી લો સાચી રીત…

- Advertisement -

મગસ (Magas)

સૌથી જુની અને સૌની મનગમતી વાનગી ખાસ દિવાળી માટે ?

સામગ્રી:

૩ કપ ચણા નો કરકરો લોટ
૨ કપ દળેલી ખાંડ ( સ્વાદ મુજબ )
૩ કપ ઘી
એલચી પાવડર
બદામ- પિસ્તા નો ભૂકો સજાવટ માટે

રીત:

કડાઇ મા ઘી ગરમ થાય પછી લોટ ઉમેરી લગભગ ( ધીમી થી મીડીયમ આંચ પર) ૨૦-૨૫ મીનીટ હલાવવુ. ઘી છૂટુ પડસે ને લોટ નો કલર પણ બદલાઈ જશે.
ગેસ બંધ કરી લેવો. શેકેલો લોટ ઠંડો થાય પછી એલચી પાવડર ને દળેલી ખાંડ નાંખી બરાબર હલાવી લેવુ. થાળી મા થોડું ઘી લગાવી આ મીસ્રન પાથરી બદામ- પિસ્તા ના ભૂકા થી સજાવી ઠંડું થાય પછી કાપા પાડવા અથવા લાડુ બનાવવા.

રૂપલ શાહ (Australia)

મિત્રો આવી રીતે બનાવશો તો જરૂર સરસ બનશે. શેર કરો તમારા ફેસબુક પર.

ટીપ્પણી